________________
નિં૦ ૨૧૪ વીસલદેવને અમદાવાદનો લેખ
[ વિક્રમ સંવત્ ૧૩૦૮ આ લેખ અમદાવાદમાં ભદ્રમાં અહમદ શાહ ૧ લા(ઈ. સ. ૧૪૧૧-૧૪૪૩)ની મસીદમાં એક થાંભલા ઉપર છે. તે હું પહેલી વાર પ્રસિદ્ધ કરું છું. કોતરેલો થાંભલો વ્યાસાસનની જમણ બાજુએ અને જાળી વાળી ઓસરીની સામે છે. એકંદરે અક્ષરો સુરક્ષિત છે, જોકે થોડાને નુકશાન થયું છે. પહેલી પંક્તિ, જેમાં તારીખને થેડે ભાગ છે, તેના શરૂવાત તથા અંતના ભાગ સિવાય આખો લેખ સંપૂર્ણ છે. મહિનાનું નામ નાશ પામ્યું છે. ભાષા સંરકૃત છે. પણ તેને ગુજરાતીની અસર થઈ હોવાથી તે સમયની સાધારણુ મિશ્ર ભાષા થઈ છે. અક્ષરને આકાર વીસલદેવના લેખે તથા તે સમયના બીજા ચૌલુક્ય રાજાઓના લેખમાં હોય છે તે છે.
લેખ વીસલદેવન રાજ્યને છે, તેના ઉપર સાલ વિક્રમ સંવત ૧૩૦૮ (ઇ. સ. ૧૨૫૧ લગભગ), ૧૧ મે દિવસ ને, રવિવાર (અને માસનું નામ ભાંગી ગયું છે) છે. સેઢલદેવીના સેવક પઠડે માહિંસકમાં ઉત્તરેશ્વરના મંદિરમાં એક જાળીનું દાન કર્યાનું તેમાં લખ્યું છે.
ખાસ ઉપયોગી સવાલ માહિસક જ્યાં આ હિંદુ મંદિર હતું અને તેનો ઉપયોગ મહમદ શાહે મસીદ બાંધવામાં કર્યો હતો, તે સ્થળ એાળખાવવાને છે. તેને અમદાવાદથી દૂર કઈ સ્થળ તરીકે ઓળખાવવાનું છે. આવાં નામવાળાં ત્રણ સ્થળો છે. તેમાં માણસા અને મેસાણ તે અમદાવાદની ઉત્તરે છે, અને મહિલા તે ખેડા કલેકટરેટના ઠાસરા તાલુકામાં છે. પરંતુ આ ત્રણેમાંથી કેઈ પણ સ્થળમાં એવાં ખંડેરો નથી કે જેના ઉપરથી મહમદશાહે પિતાની મસીહ માટે તેને ઉપગ કર્યો હોય એવું જાણી શકાય. મુસલમાન રાજાઓને સાધારણ રિવાજ એ હતું કે, તેઓ હિંદુ મંદિરને મસીહ માટે લાયક બનાવવા સારૂ તેને શણગારતા તથા જરૂર જેતેજ ફેરફાર કરવા. જે આહં પણ એવું થયું હોય તે માહિંસક એ અમદાવાદ પાસેનું ગામ રહેવું જોઈએ, અને તેનું નામ નિશાન નાશ પામ્યું હોવું જોઈએ.
૧
છે. ઈ, પો. ૫ પા. ૧૦૧ કે. જે. ઈ. એન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com