________________
गुजरातना राजा अर्जुनदेवनुं दानपत्र
५९
કે તેના પછી સારંગદેવનુ એક દાનપત્ર ત્યાંથી જાહેર થયું છે. નીચેના લેખમાં તેને તેના પડેલાંના રાજાઓએ ધારણ કરેલા ઈલકાબો આપેલા છે. તેના પ્રધાન માલદેવ હતો, આ લેખની નવમી પંક્તિમાં બીજા' એ નામો ગંઠશ્રી પરવીરભદ્ર અને શ્રી અભયસિહ આવે છે; જે નામે મી. પ્રવે પ્રસિદ્ધ કરેલી બે પ્રશસ્તિમેામાં પણ આવે છે(ઇ. એ.વ. ૧૧ પા ૯૮ ) પડેલી પ્રશસ્તિ, જે અર્જુનદેવના રાજ્યનાં પહેલાં દશ વર્ષ માં લખાઈ હશે, એમાં ગષ્ટશ્રી વીરભદ્રે એક દાન આપ્યાનું લખ્યું છે. સ. ૧૩૨૮ ની શ્રીજી પ્રશસ્તિ શ્રી અભયસિહની સંમતિથી કાતરી હતી.
દાનનો હેતુ દાન આપનાર હુર્મઝના એક મુસલમાને બંધાવેલી એક મસ્જીને, બે દુકાનો, એક તેલની મિલ તથા એક જમીનનો ટુકડો એ બધાંની ઉપજ આપવાનો છે, સોમનાથ પાટણના શીઆઈટ ખારવાઓના કેટલાક ધાર્મિક ઉત્સવો ઉજવવા માટે પણ દાનનો ઉપયોગ કરવાના છે. અને બાકી રહેલી ઉપજ સક્કા અને મદીનાનાં પવિત્ર સ્થળામાં આપી દેવાની છે. આના દ્રષ્ટીએ સેમનાથ પાટણના મુસલમાને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com