________________
६३
गुजरातना राजा अर्जुनदेव, दानपत्र તે (પદ્ધડિકા) ઘેરી લીધી છે અને તેને પ્રવેશ અને નિર્ગમન માટે ઉત્તર દિશાના માર્ગ તરફ દ્વાર છે. આ પ્રમાણે તેની ચારે હદ નકકી થઈ છે અને તેને વિસ્તાર જાણીતું છે.
(૨) એક ઘાણના કબજાનું દાનપત્ર.
(૩) આ મસીદની આગળ નિર્માલ્યછડા સેઢલના પુત્ર કીહણુદેવ તથા ઠકકુર સેહણના પુત્ર લણસીહધરણિમાસૂમા તથા બાલ્યર્થ કરેણમાં રહેતા રાણક આસધર આદિ પાસેથી તેણે પૂર્વે સ્પર્શનથી ખરીદ કરેલી બે દુકાને.
આ આવકમાંથી, ચંદ્ર, ગ્રહે અને તારાઓના અસ્તિત્વ કાળ પર્યત નૌવાહ પીરેજની મસીદનું નૌવાહ પીરેજના શ્રેયાર્થે પ્રતિપાલન કરવાનું અને ભમ (ભાંગેલું) સ્થાન અને ખેડખાંપણુનું સમારકામ કરવાનું છે.
આ આવકમાંથી આ ધર્મસ્થાનને નિભાવ અને પ્રતિપાલન થતાં અને અમુક ઉત્સવના દિવસોનાં ખર્ચ આપતાં જે દ્રવ્ય વધે તે સર્વ મકકા અને મદીનાના ધર્મસ્થાનમાં મોકલવાનું છે.
જમાથામાં નૌવાહની જમાથ, ઉપદેશક સહિત સમસ્ત શહડ સક્ત ઘફ્રિકાનીઝ જમાથ તથા ચણકર જમાય તથા પથપતિ( જમીનદારે )માં મુસલમાન જમાથ આદિ સર્વે મળીને આ ધર્મસ્થાનની આવકના સ્થાનની રક્ષા સદા કરવી જોઈએ અને ધર્મરથાનનું પ્રતિપાલન કરવું જોઈએ.
દાન દેનાર તેને પ્રેરક અને ધર્મ પ્રમાણે તેનું રક્ષણ કરનાર તેમનાં સુકન્ય માટે ખચિત સ્વર્ગમાં પ્રવેશ કરશે.
જે કઈ આ ધર્મસ્થાન અને તેની આવકનું સ્થાન લટશે અથવા લૂંટ કરાવશે તે દુર્જન પચમહાપાતકના દોષથી પાપાત્મા થશે અને નરકમાં જશે.
• આ શબ્દ કદાચ હજી (૧૮)દ માંથી બન્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com