________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર સર્વાને નમન. સમેત પર્વતના મુગટ સરખા શિખરના રત્નો સમાન, હિમત કરતા કામદેવને મદ ઉતારી અધિકતા પામેલા યશવાળા, જેની ઉજવળ પ્રભા શિવપુરના દુર્ગ સમાન છે અને શાશ્વત સંબંધી જ્ઞાન આદિ રત્નની ખાણ જેવા તીર્થંકર તમને સદા અતિ આશીષ આપો.
સ્વતિ શ્રીવિક્રમ સંવત ૧૨૮૮ ફાગુણ શુદિ ૧૦ બુધવારે.
શ્રી અણહિલપુર નિવાસી પ્રાગ્વાટ કુળના ઠકુર ચડપ,તેને પુત્ર ચડપ્રસાદ, તેને પુત્ર સમ, તેને પુત્ર આશારાજ અને તેને પુત્ર કુમારદેવીથી અવતરેલો લુણિગ અને માલદેવનો અનુજ અને તેજપાલને જયેષ્ટ બધુ મહામાત્ય શ્રીવાસ્તુપાલ; તેને પુત્ર લલિતાદેવીની સરોવર જેવી કુખથી રાજહંસ સમાન જયંતસિંહ જપે સંવત. ૭૯ વર્ષ પૂર્વે જયતસિહ સ્તંભતીર્થમાં મુકાવ્યાપાર કરતા હતા, સંવત ૭૭ વર્ષે શ્રીશત્રુજય, ઉજજ્યન્ત વગેરે મહાતીર્થ યાત્રાના ઉત્સવના પ્રભાવથી સ્પષ્ટ થતા શ્રીમદદેવાધિદેવના પ્રસાદથી પ્રાપ્ત કરેલા, સંઘના નાયકપદથી, ચૌલુક્ય કુળના નભમાં પ્રકાશતા સુર્ય સમાન મહારાજાધિરાજ લવણપ્રસાદના પુત્ર મહારાજ શ્રીવરધવલની પ્રીતિથી રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરનાર, શ્રીશારદાના પ્રસાદથી પુત્ર પ્રાપ્ત કરનાર, મહામાત્ય વસ્તુપાલે તથા ૭૬ પૂર્વે ગુજરાતનાં નગરોમાં મુખ્ય ધવલક છે તેમાં મુદ્રાવ્યાપાર કરતા તેના અનુજ તેજપાલે શ્રી શત્રુંજય, અબુદાચલ, વગેરે મહાતીર્થોમાં શ્રીમદ્દ અણહિલપુર, ભૃગુપુર, સ્તસ્મનકપુર, તસ્મતીર્થ, દર્ભવતી, ધવલક, આદિ નગરમાં તથા અન્ય સ્થાનેમાં કેટી નવાં ધર્મસ્થાને બંધાવ્યાં અને જીર્ણોદ્ધાર કરાવ્યાં
તેમ જ વિખ્યાત વસ્તુપાલ શ્રી શત્રુંજયના મહાતીર્થ પરના અવતાર શ્રીમદ્દઆદિતીર્થકર શ્રીત્રકષભદેવ, સ્તંભનકપુરના અવતાર શ્રી પાર્શ્વનાથ દેવ, સત્યપુરના અવતાર, શ્રી મહાવીરદેવ, પ્રશસ્તિ સહિત કશ્મીરમાં અવતાર શ્રી સરસ્વતિની વિખ્યાત મૂર્તિ, આ ચાર દેવ અને બે જિન– અમ્બા, અવલોકના, શામ્બ અને પ્રસનાં ચાર શિખર પર શ્રી નેમિનાથ દેવથી અલંકારિત દે–અશ્વપર આરોહણ કરેલા પોતાના પિતામહ શ્રીસેમ અને નિજ પિતા શ્રીઆશારાજની બે મૂર્તિઓ, અને ત્રણ તારણથી મંડિત શ્રી નેમિનાથ, તેના પૂર્વજ, જયેષ્ઠ બંધુ, અનુજ, પુત્ર આદિની મૂર્તિઓ વાળે સુખેઘાટનક રસ્તંભ, શ્રીઅષ્ટાપદ મહાતીર્થ પ્રભૂતિ અનેક પરંપરાથી વર્ણન કરાએલાં યાત્રાધામથી વિરાજિત શ્રી નેમિનાથ-દેવાધિદેવથી ભૂષિત તે, શ્રીમદ્ઉજજ્યન્ત મહાતીર્થમાં પિતાના અને પિતાની પત્ની પ્રાગ્વાટ વંશના શ્રીકાન્હડની રાથી થએલી પુત્રી શ્રીલલિતાદેવીના પુણ્યની વૃદ્ધિ માટે શ્રીનાગેન્દ્રગચ્છના ભટ્ટારક શ્રી મહેન્દ્રસૂરિના પુત્ર અને શિષ્ય શ્રીશાન્તિસૂરીના શિષ્ય શ્રી આનન્દસૂરિથી અને અમરસૂરિનું પદ ધારણ કરતા ભટ્ટારક શ્રીહરિભદ્રસૂરિના પવિત્ર સ્થાનનું ભૂષણે પ્રભુ શ્રીવિજયસેનસૂરિથી પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથદેવ આદિ વિશ તીર્થંકરાથી અલંકારિત નવ મંડપ સહિત મહાતીથવતારનું ભવ્ય નવું મંદિર આ સર્વ બાંધ્યું.
(શ્લેક) ઉચ્ચ ધર્મ મંડળના મુગટ ! આ વસ્તુપાલ! તારે યશ બ્રાહ્મણને દ્રવ્ય ત્યાગ કરાવે છે, ચંદ્રને તેના પ્રકાશનો ત્યાગ કરાવે છે અને હિમાલય (પાર્વતીના પિતા) કરતાં અધિકતાવાળે તે સ્વર્ગને પણ ભય ધારતો નથી અને હંસને તિરસ્કાર કરવામાં આનન્દ લે છે એ છેષ ક્યાંથી લાવે છે?
શ્રીસ્તમ્ભતીર્થ સમીપમાં સાગર, કેપ પ્રદર્શિત કરતા શત્રુઓના સેનાના અાથી ભૂમિમાંથી ઉડેલી રજથી સૂકાઈ ગયું હતું. પણ તે પુનઃ વસ્તુપાલના પ્રતાપનાં ચરૂડ કિરણેથી તપેલાં તેમનાં શરીરના ના પાણીની વહેતી નદીઓથી ભરાયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com