________________
२६
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર
સર્વજ્ઞને નમન. પ્રણામ કરતા દેવાના મુગટનાં ઉજ્જવળ મણિનાં મૃદુ કરણેાની શ્રેણીથી રકત થએલા, આખા અંગવાળા શિવને પુત્ર અને જે સુરપતિના કરથી નંખાતા સ્નાનના જળથી પ્રક્ષાલન થતા ( કુંકુમ) જેવા રકત દેખાય છે તે દેવના પુત્ર જગતને વિપત્તિમાંથી રક્ષા !
સ્વસ્તિ શ્રી વિક્રમ સંવત ૧૨૮૮ ફ્રાણુ શુદ્ધિ ૧૦ બુધવારે.
ચણ્યપ્રસાદ
શ્રી અણુહિલપુરનિવાસી, પ્રાગ્ધાટ અન્વયના ઠંકુર ચણ્ડપ, તેના પુત્ર તેના પુત્ર સેમ અને તેના પુત્ર આશારાજ અને તેના કુમાર દેવીથી અવતરેલા પુત્ર લૂણિગ અને માલદેવનેા અનુજ અને તેજપાલના જયેષ્ઠ બન્ધુ મહુામાત્ય શ્રી વસ્તુપાલ તેના પુત્ર, શ્રી લલિતાદેવીની સરોવર સમાન કુખથી રાજહંસ સરખા જયતસિંહ. સંવત ૭૯ વર્ષ પૂર્વે જયતસિંહ સ્તંભતીર્થમાં મુદ્રાવ્યાપાર કરતા હતા; સંવત ૭૭ વર્ષે શ્રી શત્રુંજય, ઉજ્જયન્ત વગેરે મહાતીર્થ યાત્રાના ઉત્સવના પ્રભાવથી સ્પષ્ટ થતા શ્રીમદ્દેવાધિદેવના પ્રસાદથી પ્રાપ્ત કરેલા સંઘના નાયકપદથી, ચૌલ્ય કુળના નભમાં પ્રકાશતા, સૂર્ય સમાન મહારાજાધિરાજ લવણુપ્રસાદ, ના પુત્ર મહારાજ વીરધવલની પ્રીતિથી રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરનાર, શ્રી શારદાના પ્રસાદથી પુત્ર પ્રાપ્ત કરનાર, મહામાત્ય વસ્તુપાલે તથા સંવત ૭૬ પુર્વે ગુજરાતનાં નગરેામાં મુખ્ય ધવલ#ક છે તેમાં મુદ્રાવ્યાપાર કરતા તેના અનુજ તેજપાલે શ્રી શત્રુંજય, અખ઼ુદાચલ વગેરે મહાતીર્થમાં, શ્રીમદ્ અણહિલપુર, ભૃગુપુર, સ્તંભનકપુર, સ્તંભતીર્થ, ભવતી, ધવલક, આદિ નગરામાં તથા અન્ય સ્થાનામાં કેાટી નવાં ધર્મસ્થાના બંધાવ્યાં અને જીર્ણોદ્ધાર કરાવ્યાં.
તેમજ વિખ્યાત વસ્તુપાલે શ્રી શત્રુ ંજયના મહાતીર્થ પરના અવતાર શ્રીમદ્ આદિતીર્થંકર શ્રી ઋષભદેવ, સ્તંભનકપુરના અવતાર શ્રી પાર્શ્વનાથ દેવ, સત્યપુરના અવતાર શ્રી મહાવીરદેવ, પ્રશસ્તિ સહિત કશ્મીરના અવતાર શ્રી સરસ્વતિની વિખ્યાત મૂર્તિ,−આ ચાર દેવ અને એ જિન અમ્મા, અવલેાકના, શાસ્ત્ર, અને પ્રથ્રુસ્રનાં ચાર શિખરા પર શ્રી નેમિનાથ દેવથી અલંકારિત દેવા અશ્વપર આરહણુ કરેલા પેાતાના પિતામહ શ્રી સેામ અને પિતા શ્રી આશારાજની એ મૂર્તિ અને ત્રણ તારણથી મઢિત શ્રી નેમિનાથ દેવ, તેના પૂર્વો, જયેષ્ઠ બન્ધુ, અનુજ, પુત્રે આદિની મૂર્તિઓવાળા સુખાદ્ઘાટનક સ્તંભ, શ્રી અષ્ટાપદ મહાતીર્થ પ્રભૂતિ અનેક પરંપરાથી વર્ણન કરાએલાં યાત્રાધામેાથી વિરાજિત શ્રી નેમિનાથ દેવાધિદેવથી ભૂષિત તે, શ્રીમદ્ ઉજ યન્ન મહાતીર્થમાં પેાતાના અને પેાતાની પત્ની પ્રાગ્ગાટ વંશના શ્રી કાન્હડની રાણુથી થએલી પુત્રી શ્રી સેઝુકાના પુણ્યની વૃદ્ધિ માટે શ્રી નાગેન્દ્રગચ્છના ભટ્ટારક શ્રી મહેન્દ્રસૂરિના પુત્ર અને શિષ્ય શ્રીશાન્તિસૂરિના શિષ્ય શ્રી આનન્દસૂરિથી અને અમરસૂરિનું પદ ધારણ કરતા ભટ્ટારક શ્રી હરિભદ્ર સૂરિના પવિત્ર સ્થાનનું ભૂષણ પ્રભુ શ્રીવિજયસેન સૂરિથી પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથ દેવ આદિ તીર્થંકરાથી અલકારિત નવ મંડપ સહિત મહાતીર્થાંવતારનું ભવ્ય નવું મંદિર આ સર્વે ખાંધ્યું.
( લેાક ) ગગનમાં ડાલતા શિખરવાળા અને પાતાળમાં જતા મૂળવાળા મહેલેાથી, સરવરાથી, શ્વેતામ્બરાના શ્વેત મઠોથી, અને લીલી લીલા કરવાની વાટિકાએથી ભૂમિ અલંકારિત કરનાર, નયમાં ઇન્દ્રના સચિવના પરાજય કરનાર અને પૂર્ણ અભયનું સ્થાન વસ્તુપાલ ઉદય પામે। અને દીર્ઘાયુષી થાઓ.
“ હે વસ્તુપાલ ! વારંવાર પ્રાર્થના કર્યાં છતાં તું યાચકા તરફ ક્રોધ કરતા નથી અને તેમને અલ્પ આપતે નથી અને વારી સ્તુતિને તું કંઇ લેખતા નથી. તું ટુંકાણમાં શ્રીના મઢવાળા નથી, એમ ત્રિભુવનમાં ગમન કરતા નારદ પાસેથી સાંભળી હું પ્રસન્ન થયા છું, એમ બલિએ સંદેશ માચે છે.
શત્રુઓને સંહારનાર વીરધવલના નામથી સુરપતિએ ભૂમિપર અવતરણ કર્યું છે અને તેથી વસ્તુપાલના વેશમાં પતરૂ અને તેજપાલના વેશમાં દેવના ગુરૂ બૃહસ્પતિ તેની સમીપમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com