________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
અને તેનું પૃથક્કરણ અને વિવેચન, એવું દલીલપૂર્ણાંક અને હુશિયારીથી કર્યું છે કે લેખકનું વક્તવ્ય ઝટ સમજવામાં આવે છે અને તેની મનપર છાપ પણ સચેાઢ પડે છે.
સાહિત્યના ઉદ્ભવ પ્રથમ કેવા સંજ્ઞેગમાં થયા તેના દાખલાએ પ્રાચીન ઇતિહાસમાંથી નોંધી લેખકે કાળબળે તેની અભિવૃદ્ધિ થતાં એ સાહિત્યના એ ત્રિભાગ કેમ પડયા એ બહુ કુશળતાથી દર્શાવ્યું છે, અને અમને લાગે છે, કે, એટલા ભાગ અહિં ઉતાર્યાંથી, એ વિષયને તેમ લેખકની પ્રતાપી કલમને પરિચય કરાવી શકાશેઃ
લેખનકલા શરુ થતાં સાહિત્યકાના બે પ્રકાર થયા. એક પાતે શું ધારે છે કે કેવે સ્વરૂપે વસ્તુ જુએ છે તે કહેનાર અને બીજો પુરાગામી સાહિત્યકા કહી ગયા છે તે વડે વસ્તુ જોનારને કહેનાર. જેમ પદ્યયુગમાં મંત્રદ્રષ્ટા-સાહિત્ય ઉચ્ચારનાર-ના વગ થયા તેમ લેખન પદ્ધતિએ પડિત વર્ગ પેદા કર્યાં. પંડિતની પ્રેરણા પુસ્તકા છે; તેની શક્તિ પુસ્તકાદ્રારા મેળવેલી છે; તેની મહત્તા પુસ્તકો રચવાની શક્તિમાં છે. મંત્રદ્રષ્ટા આત્મામાં ડુબકી મારે છે. પ્રકૃતિને તીક્ષ્ણ દૃષ્ટિને નીરખે છે અને એ બે ક્રિયાએથી નીપજેલા અનુભવ વ્યક્ત કરે છે. પ'ડિત ખીજાએ રચેલા સાહિત્યમાં મચ્યા રહે છે; તેની દિષ્ટ જ્ઞાનનું પ્રદર્શન જોઈ જ રાચે છે; અને આ પ્રકારની મહેનતથી કરેલા જ્ઞાનસંચયને વ્યક્ત કરવા તે મથે છે. દૃષ્ટાને નિયમ માત્ર પોતાનાજ ને પોતાની રસદષ્ટિના; પંડિતના નિયમે ભેગા કરેલા જ્ઞાનમાંની નીતરતા સિદ્ધાન્તા જેમ જ્ઞાનને સંચય થતા ગયા તેમ વિદ્રત્તાના આદર્શો પ્રગટયા, અને દૃષ્ટાએ વિદ્વત્તાને એક માત્ર સાધનરૂપ બનાવી; પંડિતે તેને પ્રયત્નનું મૂળ તે લક્ષ્ય બંને લેખ્યાં. જેમ સાગરમાં દેખાતા પતરંગનું પ્રતિબિંબ ખરા પર્વતથી પણ સરસ અને મનોહર હોય છે તેમ દ્રષ્ટાના કથનમાં માત્ર કહેલી વસ્તુ સરસ નથી હેાતી, પણ કહેનારનું વ્યક્તિત્વ ને દૃષ્ટિબિંદુ વધારે સરસ હોય છે. આથી દૃષ્ટાના કથનમાં માનવતા વધારે દેખાય છે અને તેથી તે ચિર'જીવ થાય છે. પંડિતના કથનમાં માનવતા કરતાં મહેનત વધારે હાય છે અને તે મહેનતની મદદથી થનાર પતિ વધારે સમૃદ્ધિના ભાર નીચે કથન દાખી નાખે છે. આ મૂલભેદે સાહિત્યના વિકાસના દરેક યુગમાં જુદા જુદા તરંગા ઉપજાવ્યા છે.’’ જાણીતા અંગ્રેજ લેખક ડીકવીન્સીએ સાહિત્યના બે વિભાગ પાડયા છે, * થોડાંક રસદશના પૃ. ૭૮.
"(
૨૦