Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका • ૩૧ થી ૩ર બત્રીસીનો ટૂંકસાર •
15 અહીં એવું ન વિચારવું કે સુખની ઈચ્છાથી કર્મક્ષય માટે પુરુષાર્થ કરીએ તો વૈરાગ્ય હણાઈ જાય કારણ કે સાધનાના પગથિયા ચડતા ચડતા જ્યારે અસંગ અનુષ્ઠાન આવે ત્યારે સુખકામના સ્વતઃ રવાના થઈ જાય છે. માટે ત્યારે તાત્ત્વિક વૈરાગ્ય પણ સંગત થાય છે. અને જીવનો મોક્ષ પણ સંગત થાય છે. (ગા.૨૪)
નૈયાયિક મતે મોક્ષમાં સુખ-દુઃખ-જ્ઞાન વગેરે તમામ ગુણોનો અભાવ છે. પરંતુ આ વાત સાવ પોકળ છે. કારણ કે સુખ જીવનો સ્વભાવ છે, સ્વાભાવિક ગુણ છે. સુખ સ્વતઃ કામ્ય છે. જ્યાં જરા પણ સુખ મળવાનું જ નથી એવી ચીજ માટે કોઈ જાતનો પ્રયત્ન જીવ કરે જ નહિ. માત્ર દુઃખમુક્તિ નહિ પણ સુખપ્રાપ્તિ પણ જીવનું લક્ષ હોય જ છે. કારણ કે ફલોરોફોર્મ દ્વારા બેભાન થવામાં પણ દુઃખથી છૂટકારો થઈ શકે છે. તેથી કેવળ દુઃખથી છૂટકારો મેળવવા માટે જ મોક્ષમાં જવાનું હોય તો બેભાન થવા માટે કે આત્મહત્યા માટે પણ માણસે પ્રયત્ન કરવો જોઈએ. અર્થાત્ કેવળ દુઃખ નિવૃત્તિ નહિ પરંતુ સુખપ્રાપ્તિ પણ જીવનું ધ્યેય છે. મોક્ષમાં સુખ જ ન હોય તો કોણ તેના માટે પ્રયત્ન કરે? માટે મોક્ષમાં સુખ નથી એ વાત બોગસ છે. (ગા.૨પ-૨૭) મોક્ષની સાધના કરનાર મુમુક્ષુ પાસે અપરવૈરાગ્ય હોય છે. અર્થાત વિષયો પ્રત્યે વૈરાગ્ય હોવા છતાં ગુણો પ્રત્યે રાગ હોય છે. આથી તેને સુખ-જ્ઞાનાદિ આત્મગુણોની હાનિમાં નુકસાનની પ્રતીતિ થાય છે. આથી જો “મોક્ષ = સુખ-જ્ઞાન વગેરે ગુણોનો અભાવ એવી વ્યાખ્યા કરો તો કોઈ મુમુક્ષુ મોક્ષ માટે પ્રવૃત્તિ કરશે નહિ. એમાં તો મોક્ષની જ અસંગતિ થશે. માટે માનવું પડે કે મોક્ષ છે અને તે ગુણાત્મક + સુખાત્મક છે. (ગા.૨૮)
માટે શ્રુતિ-સ્મૃતિ મુજબ પણ નૈયાયિકે સ્વીકારવું જોઈએ કે જ્યાં આત્યંતિક વિશુદ્ધ સુખની પ્રાપ્તિ થાય છે, જે સુખ ઈન્દ્રિયવેદ્ય નહિ પણ પૂર્ણતયા અનુભવેવદ્ય હોય તે જ મોક્ષ છે. તે જ્ઞાનમય અને આનંદમય છે. અને શાસ્ત્રોક્ત સ્વોચિત સાધના પ્રણાલિકા દ્વારા જેણે ચિત્તનું સંશોધન કરેલ નથી તેવા માણસોને આવો મોક્ષ મળવો ખૂબ જ દુર્લભ છે. (ગા.૨૯-૩૨)
- ૩૨ - સજ્જનસ્તુતિહાત્રિશિક : ટૂંક્સાર - ૧ થી ૩૧ બત્રીસીમાં વિવિધ વિષયોનું વિશદ નિરૂપણ કરીને ગ્રંથકારશ્રી અંતિમ મંગલરૂપે સજજનસ્તુતિ ૩૨મી બત્રીસીમાં કરે છે. ૩૧મી બત્રીસીમાં બતાવેલી પરમ મુક્તિ સજ્જન-સાધુ-સંત પ્રત્યે દ્વેષ હોય ત્યાં સુધી મળે જ નહિ. સજ્જનના ગુણો પ્રત્યેના અનુરાગથી તેમની સ્તુતિ-પ્રશંસા કરવાથી ગુણમત્સર દૂર થઈ, ગુણપ્રાપ્તિના અંતરાય રવાના થઈ. ગુણવૈભવ પ્રાપ્ત કરી જીવ મોક્ષ માર્ગે આગળ વધે છે. આવા આશયથી ગ્રંથકારશ્રી કહે છે કે સજ્જન એવો શબ્દ પણ દુર્જનતાની અસરથી મુક્ત બનાવે છે. દુર્જનો ત્યાં સુધી જ બળવાન હોય, જ્યાં સુધી સજ્જનો હાજર ન થાય. સક્રિય અને સંગઠિત સજ્જનો રૂપી સૂર્યની સામે દુર્જનો રૂપી અંધારૂં ટકી શકતું નથી. કઠોર વચન દુર્જનની ઓળખાણ છે. અને કાયમ કોમળ વચનો સજ્જનોની ઓળખાણ છે. દુર્જનરૂપી સાપ માટે સજ્જન ગરૂડ સમાન છે. આગથી વધુ શુદ્ધ થયેલ સુવર્ણ જગતમાં આદરપાત્ર બને છે તેમ દુર્જનોના આક્ષેપો જીતનારા સજ્જનોને જગતમાં વિશેષ આદર મળે છે. સજ્જનોની અમૃતતુલ્ય વાણી શ્રુતવેલડીને જીવંત રાખે છે. સજ્જનો સર્વત્ર મહોત્સવ કરનારા છે, લોકને દુર્જનથી નિર્ભય બનાવનારા છે. (ગા.૧-૧૧)
સજ્જનો સુંદર કાવ્ય રચનાથી ખુશ થાય છે. કષ્ટ વેઠીને પણ તેઓ આનંદથી શાસ્ત્રરચના કરે છે. પ્રાચીન આગમ શાસ્ત્ર વિદ્યમાન હોવા છતાં વર્તમાનમાં નવા શાસ્ત્રોની રચના શા માટે થાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org