Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
16 • ૩૧ થી ૩૨ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका આવા પ્રશ્નનો જવાબ એ છે કે જીવવિચાર વગેરે પ્રકરણ ગ્રંથો રૂપી નૌકા દ્વારા સરળ રીતે ભગવતીસૂત્ર, પન્નવણા વગેરે આગમોના મહાસાગરમાં પ્રવેશી શકાય છે. સીધે સીધા મહાસાગરમાં ઝંપાપાત કરનારા જીવો ડૂબી જાય. તે રીતે સીધેસીધા ભગવતીસૂત્ર, પન્નવણા વગેરે આગમો વાંચનારાનું મગજ ચકરાવે જ ચડી જાય. (ગા.૧૨-૧૪)
બાપનું બોલેલું બોલતો દીકરો બાપની વાતનું સમર્થન કરે છે. આમાં દીકરો પિતાની વાતની પુષ્ટિ કરે છે પણ પિતાની આશાતના નથી કરતો. તે રીતે પૂર્વાચાર્યોએ જણાવેલ વાત પાછી જણાવવામાં પૂર્વાચાર્યોની આશાતના નથી થતી પણ ભક્તિ થાય છે. (ગા.૧૫).
તમારા નવા શાસ્ત્રો વાંચવામાં પસાર થતો સમય પ્રાચીન આગમ વાચવામાં વિલંબ કરાવે. આ રીતે નવું શાસ્ત્રસર્જન નડતરરૂપ છે.” આવી દલીલનો જવાબ ગ્રંથકારશ્રી જણાવે છે કે શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ વગેરેના શાસ્ત્રો જેમ આગમગ્રંથોના અભ્યાસમાં સહાયક થયા છે તે રીતે અમારા ગ્રંથો વિશે પણ સમજવું. (ગા.૧૬).
આ રીતે સજ્જનોની સ્તુતિ કરીને પોતાની ગ્રંથરચના પાછળનું રહસ્ય જણાવીને ગ્રંથકારશ્રી વળી પાછા સજ્જનોને નમસ્કાર કરે છે. અને પછી પોતાની ગુરુપરંપરાનું સ્મરણ કરે છે. તથા પોતાના ગુરુના ઉપકારો અને તેમની ઉદારતાને યાદ કરે છે. પોતાના અભ્યાસ માટે તેમના ગુરુદેવશ્રી નવિજયજી ઉપાધ્યાય મહારાજાએ અમદાવાદથી કાશી સુધીનો કપરો, સગવડના અભાવમાં પણ, વિહાર કર્યો હતો. આવા ગુરુદેવના ઉપકારો યાદ કરી તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા અને પોતાને મળેલા જ્ઞાનનો સંપૂર્ણ યશ પોતાના ગુરુદેવને આપતા તેઓ પોતાની નમ્રતા અને સમર્પણભાવના પ્રગટ કરે છે. પોતે પૂર્વાચાર્યોના ગ્રંથોના શ્લોકો પોતાના ગ્રંથમાં લીધેલા છે એ વાત પણ જણાવીને તે તે ગ્રંથોની ઉપાદેયતા વાચકોને જણાવે છે. આ રીતે પોતાનું કર્તવ્ય સંપૂર્ણ કરીને વાચકોને આ ગ્રંથ વાંચવા-વંચાવવા-લાવવાની ભલામણ કરતા એવા ગ્રંથકારશ્રી વિરામ પામે છે. (ગા.૧૭-૩૨). પ્રસ્તુત ગ્રન્થનો પઠન-પાઠન ક્ષેત્રે પ્રચાર-પ્રસાર કરી પરિણમન કરવાની જવાબદારી આપણી છે.
'कल्याणमस्तु, शिवमस्तु, मङ्गलमस्तु सर्वजीवानाम् ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org