Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
13
द्वात्रिंशिका
• ૩૧ થી ૩ર બત્રીસીનો ટૂંકસાર • હાથ વગેરે પાંચ કર્મેન્દ્રિય અને મન - આ “૧૧' નો ઉચ્છદ, જૈન દર્શન નામકર્મનો નાશ જેને કહે છે તે ત્રિદંડીમતમાં “લિંગવ્યય' રૂપે કહેવાય. આમ ત્રિદંડીમત જૈનદર્શનને અનુસરે છે. કારણ કે બન્નેમાં જણાવેલ મોક્ષ અપેક્ષાએ મળતો આવે છે. (ગા.૮)
બૌદ્ધમત :- શુદ્ધ આલયવિજ્ઞાન સંતતિ = મોક્ષ.
આલયવિજ્ઞાન = જ્ઞાન. સંતતિ = પરંપરા. સંસારી જીવોમાં અશુદ્ધ જ્ઞાનની પરંપરા હોય છે. અને મુક્ત જીવોમાં શુદ્ધ જ્ઞાનની પરંપરા હોય છે. આવું બૌદ્ધને માન્ય છે. પરંતુ આના પ્રતિવાદમાં ગ્રંથકારશ્રી કહે છે કે
બૌદ્ધો જ્ઞાનને સ્વીકારે છે. પણ જ્ઞાન જેમાં રહે એવા આત્માને તો સ્વીકારતા નથી. નિરાધાર એવી શુદ્ધજ્ઞાનસંતતિ રહેશે ક્યાં ? માટે તેમની મોક્ષની વ્યાખ્યા કપોળકલ્પિત જ છે. (ગા.૯) સ્થિર આત્મદ્રવ્ય પ્રત્યે ઉદાસીન બનીને કે મૌન રહીને શુદ્ધ જ્ઞાન ક્ષણસ્વરૂપ પર્યાયને મુખ્ય કરવામાં આવે તો તે સ્યાદ્વાદઘટકીભૂત ઋજુસૂત્રનયનો અભિપ્રાય બની જાય છે. માટે કુનયદુિર્નય બન્યા સિવાય શુદ્ધ ઋજુસૂત્ર મુજબ મોક્ષ બૌદ્ધ વિદ્વાનો જણાવે તો તે બૌદ્ધમત પણ જૈન માટે માન્ય બની શકે. જૈન દર્શનમાં તેવી પ્રરૂપણા પર્યાયન દેશના તરીકે ઓળખાય છે. (ગા.૧૦)
અન્યવાદી - સ્વતંત્રતા = મોક્ષ.
સ્વતંત્રતા એટલે કે મનફાવે તેવી ભોગવિલાસ - ઐશ્વર્ય પ્રવૃત્તિ હોય તો તેને મોક્ષ રૂપે જૈનો સ્વીકારતા નથી. પરંતુ સ્વતંત્રતા એટલે કર્મનિવૃત્તિ એવું અર્થઘટન જૈનોને મોક્ષ સ્વરૂપે માન્ય છે. (ગા.૧૧)
સાંખ્યમત :- પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન = મોક્ષ.
સાંખ્યમતે પ્રકૃતિ અને તેના વિકારોનું સાન્નિધ્ય રવાના થતાં ચૈતન્યનું નિજસ્વરૂપમાં અવસ્થાન થાય તે મોક્ષ છે. સાંખ્યમતે પુરુષ અવિનાશી - નિત્યમુક્ત છે. તેથી મોક્ષ અસાધ્ય બનશે. વળી, સાંખ્યમતે પુરુષ અપરિવર્તનીય છે. તેથી એવા પુરુષમાંથી વિકારો નીકળવા દ્વારા તેની અવસ્થામાં પરિવર્તન થાય તો તેમના જ મતનું ખંડન થશે. જૈનમતે નિત્યાનિત્ય આત્માને (= પુરુષને) માનવામાં આ સમસ્યા નહિ આવે. (ગા.૧ર)
બૌદ્ધસંબંધી સત્યમત :- અગ્રિમચિત્તઅનુત્પાદથી યુક્ત પૂર્વચિત્તનિવૃત્તિ = મુક્તિ.
આ મત મુજબ જ્ઞાનની સળંગ એવી ધારા સ્વરૂપ આત્મા છે. આ સતત બદલાતી એવી વિજ્ઞાનધારાનો સંપૂર્ણ (= નવી વિજ્ઞાનધારા ચાલુ ન થાય તે રીતે) અંત આવે તે મોક્ષ છે.
આ મત પ્રમાણે વિજ્ઞાનધારા કાયમ માટે સ્વાભાવિક રીતે અટકી જાય તે મોક્ષ છે. પરંતુ આ મતમાં સમસ્યા એ આવે છે કે – પૂર્વ ચિત્તની નિવૃત્તિ તો સ્વતઃ પ્રતિક્ષણ થયે જ રાખે છે. માટે તે સાધ્ય નથી તથા તે પૂર્વચિત્તનિવૃત્તિ ભવિષ્યમાં વિજ્ઞાનક્ષણ ઉત્પન્ન ન થાય તે રીતે (= ચિત્તક્ષણઅનુત્પાદ વિશિષ્ટરૂપે = અગ્રિમચિત્તપ્રાગભાવવિશિષ્ટસ્વરૂપે) પણ સાધ્ય નથી. કારણ કે પ્રાગભાવ અનાદિકાલીન હોવાથી અસાધ્ય છે. વિશેષણ અને વિશેષ – બન્ને અસાધ્ય છે. પ્રયત્ન વિના પ્રાપ્ય છે. મતલબ કે મોક્ષ સામે ચાલીને - વગર મહેનતે મળી જશે આથી આમાં મોક્ષપુરુષાર્થનો ઉચ્છેદ થઈ જવાની સમસ્યા આવે છે. (ગા.૧૩)
નાસ્તિકમત - આત્મહત્યા = મુક્તિ. ગ્રંથકારશ્રી કહે છે કે આત્મા જો અસતું હોય તો નાસ્તિક ચાર્વાકમાન્ય મોક્ષ અસાધ્ય બનશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org