Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના .
11
ગ્રંથોમાં અસ્ખલિત ગતિએ વિચરી શકી છે. પ્રત્યેક વિષયને સ્પષ્ટ કરવા માટે જૈન, બૌદ્ધ અને વૈદિક પરંપરાના અનેક અનેક ગ્રંથોના નામોની નોંધ કરવામાં આવે તો તે સૂચિ ઘણી જ લાંબી થઈ જાય. મુક્તિની ચર્ચામાં શતાધિક ઉપનિષદોના પાઠો, બૌદ્ધ ત્રિપિટકના પાઠો અને આગમ ગ્રંથોના પાઠો ઉદ્ધૃત કર્યા છે. તે તેમની વિશિષ્ટમતિના પરિચાયક છે. સંસ્કૃત, પ્રાકૃત અને પાલિ ભાષાના સહસ્રાધિક ગ્રંથોના પાઠો અહીં ઉદ્ધૃત કર્યા છે. તે તેમની ત્રણેય ભાષાનું પ્રભુત્વ અને સમગ્ર ભારતીય દર્શનની નિપુણતાના ઘોતક છે. ♦ ‘પ્રકાશ'નામક ગુજરાતીવૃત્તિ ૦
મુનિશ્રી યશોવિજયજીએ દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ઉપર ગુજરાતી વૃત્તિની રચના કરી છે. પૂર્વે જણાવ્યું તેમ ઉપાધ્યાયજીની શૈલી લાઘવપૂર્ણ અને અર્થગંભીર હોવાને કારણે દુરુષ બની છે. તેને સમજવા માટે ગુજરાતી વૃત્તિ એક સબળ માધ્યમ છે. સાંપ્રત ગુજરાતી વૃત્તિનું નામ પ્રકાશ રાખ્યું છે. ખરે જ કઠિન પદાર્થો ઉપર પ્રકાશ પાડે છે અને તે સ્પષ્ટ કરી આપે છે. પ્રત્યેક શ્લોકની વૃત્તિ ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે : (૧) ગાથાર્થ, (૨) ટીકાર્થ, (૩) વિશેષાર્થ. ગાથાર્થમાં મૂળ શ્લોકનો ગુજરાતી અનુવાદ અને ટીકાર્થમાં મૂળ ટીકાનો સરળ ગુજરાતી અનુવાદ રજૂ કરવામાં આવ્યો છે. પ્રત્યેક શ્લોકને અંતે વિશેષાર્થ આપ્યો છે. આ વિશેષાર્થમાં તે તે શ્લોકમાં ચર્ચા કરવામાં આવેલ વિષયોનો સંક્ષેપમાં સારાંશ આપ્યો છે. તેમાં પદાર્થોને સમજાવા માટે દૃષ્ટાંતાદિનો ઉપયોગ પણ કર્યો છે. નવ્યન્યાયના પદાર્થોને સમજાવવા માટે તેમણે પૂરી જહેમત ઉઠાવી છે. જ્યાં જ્યાં જેટલા પર્યાયવાચી શબ્દો મળી શક્યા તે તમામનો ઉપયોગ કર્યો છે, જેથી વાચકને તે તમામનો પરિચય થાય. ઉદાહરણરૂપે મુનિશ્રીએ સામાન્ય યોગ્યતા અને વિશેષ યોગ્યતાની સરળ સમજણ આપતા (પૃ.૨૦૯૯) વિશેષ યોગ્યતા માટેના વિશિષ્ટ યોગ્યતા, સમુચિત યોગ્યતા, અન્ય સહકારિકારણ મિલિત યોગ્યતા, ફલોપધાયક સ્થાનીય યોગ્યતા, સમુચિત યોગ્યતા, સક્રિય યોગ્યતા અને ફલોત્પાદસન્મુખ ફલજનન યોગ્યતા જેવા પર્યાયો પ્રયોજ્યા છે. સામાન્ય યોગ્યતા માટે નિષ્ક્રિય યોગ્યતા, સ્વરૂપ યોગ્યતા, ફલઅનભિમુખ જનનયોગ્યતા જેવા પર્યાયો આપ્યા છે. આમ તેમની બહુશ્રુતતા ઘોતિત થાય છે. એટલે ગુજરાતી વૃત્તિ માત્ર મૂળનો અનુવાદ જ નથી પણ કેટલાંય સ્થળે વિશેષ સમજણ આપી મૂળ ગ્રંથને વધુ સુસ્પષ્ટ કર્યો છે આથી દ્વા.દ્વા.ની પઠન-પાઠનની પરંપરા વેગવંતી બનશે. એટલું જ નહીં ઉપાધ્યાય યશોવિજય મ.સા.એ ગ્રંથના અંતે દર્શાવેલી ભાવના પણ સાર્થક થશે.
ख्यातिमेष्यति परामयं पुनः सज्जनैरनुगृहीत एव च ।
किं न शंकरशिरोनिवासतो निम्नगा सुविदिता सुरापगा || ३२ / ३१||
અધોગામિની ગંગા પણ શંકરના મસ્તકે વસતી હોવાથી સુરસરતા તરીકે વિખ્યાત છે તેવી જ રીતે આ ગ્રંથ ઉપર સજ્જનો પઠન-પાઠન આદિ વડે અનુગ્રહ કરશે તો જ પરમ ખ્યાતિ પામશે. આ અનુવાદ સંસ્કૃત ભાષા નહીં જાણતા જિજ્ઞાસુઓ માટે પણ ઉપયોગી નીવડશે.
મૂળગ્રંથની યથાસંભવ શુદ્ધિ, નયલતા સંસ્કૃત ટીકા અને પ્રકાશ નામની ગુજરાતી ટીકાની રચના કરનાર મુનિશ્રી યશોવિજયજીએ આવું મહાભારત કાર્ય કરી જૈન શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરી છે. ભવિષ્યમાં તેમની જ્ઞાનસાધના બીજા અનેક ગ્રંથરત્નોનું નિર્માણ કરતી રહે તેવી શુભભાવના ભાવું છું અને આ ગ્રંથનું અધ્યેતાવર્ગમાં પારાયણ થતું રહે તો તેમનો દીર્ઘકાલીન શ્રમ સાર્થક થશે. શ્રા.સુ.૧, વિ.સં.૨૦૫૯ જ જિતેન્દ્ર બી. શાહ (એલ.ડી.ઈન્ડોલોજીના ઈન્ચાર્જ)
અમદાવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org