Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
( ૩૧ થી ૩૨ બત્રીસીનો ટૂંક્યાર)
૩૧ - મુક્તિદ્વાબિંશિક : ટૂંક્યાર જીવન્મુક્તિ બાદ, કવલાહાર કરીને યથાભવ્ય લોકોપકાર કરનારા કેવળજ્ઞાની ભગવંતો સંપૂર્ણપણે કૃતકૃત્ય તો મોક્ષમાં જ થાય છે. આથી ૩૧મી બત્રીસીમાં ગ્રંથકારશ્રીએ પરમુક્તિનું તાત્ત્વિક સ્વરૂપ બતાવેલ છે. નૈયાયિક, ત્રિદંડી, બૌદ્ધ, સાંખ્ય, ચાર્વાક, તૌતાતિત, વેદાન્તી, વગેરેને માન્ય મોક્ષનું સ્વરૂપ બતાવી તેની સમીક્ષા કર્યા બાદ જૈનદર્શન મુજબ, ઋજુસૂત્ર, સંગ્રહ વગેરે નય તથા પ્રમાણ મુજબ મોક્ષનું સ્વરૂપ શું છે? તેની સુંદર છણાવટ પ્રસ્તુત બત્રીસીમાં કરેલ છે. તેમ જ મોક્ષમાં સુખ, જ્ઞાન વગેરે આત્મગુણોની સિદ્ધિ કરી છે.
પ્રારંભના અઢી ગ્લોક દ્વારા ગ્રંથકારશ્રીએ ગંગેશપુત્ર વર્ધમાન ઉપાધ્યાયનો મત બતાવી સાડા ચાર શ્લોક દ્વારા તેનું નિરાકરણ કરેલ છે. ગંગેશ ઉપાધ્યાયના તત્ત્વચિંતામણિ ગ્રન્થ ઉપર તથા ઉદયનાચાર્યની કીરણાવલી ઉપર પ્રકાશ ટીકા લખનાર વર્ધમાન ઉપાધ્યાય આત્યંતિક દુઃખધ્વસને મુક્તિ માને છે. તથા તેની સિદ્ધિ માટે મહાપ્રલયગર્ભિત અનુમાન પ્રયોગ દર્શાવે છે. નવ્યન્યાયની અત્યંત ક્લિષ્ટ-જટિલ પરિભાષાથી શરૂ થયેલી છેલ્લેથી બીજી, આ બત્રીસી વ્યાખ્રમુઠ્ઠા સ્થાઃ' કહેવતના બદલે પ્રાન્તા પ્રચા' કહેવતને જન્માવે તેવી છે. વર્ધમાન ઉપાધ્યાયના મતનો પ્રતિકાર કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે વ્યાતિગ્રાહક - વિપક્ષબાધક કોઈ અનુકૂળ તક ન મળવાથી વર્ધમાનસંમત અનુમાનથી મુક્તિની સિદ્ધિ થઈ શકતી નથી. મહાપ્રલયમાં જ કોઈ પ્રમાણ ન હોવાથી તેનાથી ગર્ભિત વર્ધમાન દર્શિત અનુમાન પ્રયોગ નિરાધાર બની જાય છે.
ગંગેશ ઉપાધ્યાય, વર્ધમાન ઉપાધ્યાય વગેરે નૈયાયિકો એમ માને છે કે એક દિવસ મહાપ્રલય થશે. તમામ કાર્યોનો ધ્વંસ થશે. સર્વ જીવોના તમામ પુણ્ય-પાપ કર્મ પણ નષ્ટ થશે. બધા જ જીવોનો મહાપ્રલય સમયે મોક્ષ અવશ્ય થશે. પરંતુ જૈન દર્શન આવા મહાપ્રલયને માન્ય નથી કરતું. જૈનમતમાં અભવ્ય, જાતિભવ્ય જીવો એવા છે કે જેનો ક્યારેય મોક્ષ થવાનો જ નથી. પરંતુ અહીં તૈયાયિક દલીલ કરે છે કે “જો અમુક જીવોનો ક્યારેય પણ મોક્ષ થવાનો ન હોય તો “મારો કદાચ મોક્ષ થવાનો નહિ હોય તો ?' આવી શંકા થવાથી કોઈ મુમુક્ષુ કષ્ટસાધ્ય પ્રવજ્યાદિમાં પ્રવૃત્તિ જ કરી ન શકે. પરંતુ
બધા જીવોનો મોક્ષ થવાનો છે એવો નિર્ણય થાય તો જ યોગસાધના માટે જીવમાં ઉત્સાહ જાગે.” નૈિયાયિકની પ્રસ્તુત દલીલના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે “જે જીવો ક્યારેય મોક્ષે નથી જવાના તેમના જેઓ તો હું નહિ હોઉં ને ?” આવી શંકા મોક્ષે જવાની લાયકાત ધરાવનાર જીવોને જ થઈ શકે. મોક્ષે જવાની લાયકાત ન ધરાવનારને તો તેવી શંકા થવી જ અશક્ય છે. માટે ઉપરોક્ત શંકા દ્વારા જ પોતાની મોક્ષગમનયોગ્યતાનો નિર્ણય થઈ જવાથી મુમુક્ષુ જીવની યોગસાધનામાં પ્રવૃત્તિ થઈ શકે છે. આ થઈ જૈન દર્શન મુજબની વાત. જૈનેતર દર્શનમાં રહેલા મુમુક્ષુઓને પણ સમાદિ ગુણોની પ્રાપ્તિ દ્વારા મોક્ષ માટે પોતાની યોગ્યતાનો નિશ્ચય થઈ શકે છે. પૂર્વસેવાની ભૂમિકામાં સમાદિ ગુણો સામાન્યસ્વરૂપે હોય. અને પ્રવજ્યયોગની સાધનાથી તે અતિશય બળવાન બને છે. (ગા.૪-૭)
ત્રિદંડીનો મત - જીવાત્માનો લય = મુક્તિ. લય = લિંગવ્યય = પાંચ શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org