Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
10
• પ્રસ્તાવના :
द्वात्रिंशिका
ગુજરાતી વિવેચનમાં ગુરુનામમંત્રને જ્ઞાન-ખજાનો મેળવવાની અમોઘ ચાવી (MASTER KEY) ની ઉપમા આપી છે. ઉપાધ્યાયજી જણાવે છે કે ગુરુ સૂર્ય સમાન છે જે મનરૂપી કમળને વિકસાવે છે. તેથી જ સજ્જનરૂપી ભમરાઓ તેનું સેવન કરે છે. ગુરુના ઉપકારનું સ્મરણ કરતાં ગ્રંથકાર કહે છે કે ગુરુનો ઉપકાર એટલો બધો છે કે તેની સામે હું તો કાંઈ જ નથી, ચાતક ઉપર પાણી વર્ષાવીને ઉપકાર કરનાર મેઘને ચાતકબળ શું આપી શકે ? યથા : નિર્ગુણો વદુમુર્વિનિતાંતા– ગુનુપરમિ ? |
વારિદ્વસ્થ તો દિ નીવન વિ ટુવાલુ વત વાતવIS”: ? || (રૂર/ર૧) આમ ઉપાધ્યાય યશોવિજયજીએ ગ્રંથને ગુરુના ચરણે સમર્પિત કર્યો છે. એટલું જ નહીં પણ આ ગ્રન્થસર્જન તેમની કૃપાનું જ પરિણામ છે- તેમ જણાવ્યું છે.
• નલતા નામક સંસ્કૃત ટીકા • ઉપા. યશોવિજયજી વિરચિત પ્રસ્તુત કાત્રિશત્ કાત્રિશિકા ગ્રંથમાં યોગ અને દર્શનના ગહન પદાર્થોની ચર્ચા કરવામાં આવી છે અને તે પણ નવ્ય ન્યાયની શૈલીમાં કરવામાં આવી હોવાથી આ સંપૂર્ણ ગ્રંથ અત્યંત દુરુહ બન્યો છે. સામાન્ય વિદ્વાનની વાત તો સમજી શકાય પણ વિશિષ્ટ વિદ્વાનને માટે પણ ક્લિષ્ટ બને તેવી શૈલીમાં દુર્ગમ વિષયોની ચર્ચા આ ગ્રંથમાં કરવામાં આવી છે. તેમજ અનેક શાસ્ત્રીય પદાર્થોની સ્પષ્ટ વ્યાખ્યા આ ગ્રંથમાં જ મળતી હોવાથી ગ્રંથ અત્યંત ઉપાદેય હોવા છતાં તેની દુરહતાને કારણે સર્વજનગ્રાહ્ય બની શક્યો નથી. આ ગ્રંથને સર્વજનગ્રાહ્ય બનાવવા મુનિશ્રી યશોવિજયજીએ નયલતા નામની સંસ્કૃત ટીકાની રચના કરી છે. સ્વોપજ્ઞ ટીકા ઉપરની આ ટીકાનું પરિણામ મૂળ ટીકા કરતાં આશરે દશ ગણું વિશાળ છે. ઉપાધ્યાયજીએ ચર્ચામાં લીધેલા તમામ સાક્ષીપાઠોના મૂળ સ્થાનોને શોધવાનું કાર્ય તો અત્યંત કષ્ટસાધ્ય છે જ, તેની શોધ તો મુનિશ્રીએ અનેક ગ્રંથોમાંથી કરી જ છે, જેથી સ્વોપજ્ઞટીકાની મહત્તા વધી છે પણ મુનિશ્રીએ નયેલતા ટીકામાં અનેક નવા સાક્ષીપાઠો મૂકીને વિષયને વધુ સુસ્પષ્ટ કર્યો છે. સામાન્ય રીતે માત્ર મૂળના વિષયોને સ્પષ્ટ કરી પદાનુસારી ટીકા ન રચતા અનેક સ્થળોએ નવા નવા પદાર્થોની ચર્ચા પણ નયેલતા ટીકામાં કરવામાં આવી છે.
વર્તમાનકાળે સંસ્કૃતભાષામાં ગ્રંથનિર્માણનું કાર્ય પ્રાયઃ લુપ્ત જેવું થઈ રહ્યું છે. દર્શનશાસ્ત્ર જેવા ક્લિષ્ટ અને દુર્બોધ વિષયો પ્રત્યે ઉદાસીનતા વ્યાપી રહી છે. તેમજ નબેન્યાયના અધ્યયન-અધ્યાપનની ધારા તો અત્યંત પાતળી થઈ રહી છે. તેવા સમયે આવા કઠિન ગ્રંથોનું સંસ્કૃત ટીકાનું પ્રણયન રણમાં મીઠી વીરડી સમાન ગણાય. એટલું જ નહીં જૈનશાસનનું ગૌરવ વધારનાર છે.
જૈન દર્શન અનેકાન્તવાદી દર્શન છે. પ્રત્યેક વિષયની વિચારણા કોઈ એક અભિગમથી નહીં પરંતુ અનેક દૃષ્ટિકોણથી કરવામાં આવે છે. તેથી જૈન દર્શનનું અધ્યયન કરવા માટે સમગ્ર ભારતીય દર્શનોનું અધ્યયન આવશ્યક ગણાય. તેથી વિશેષાશ્યક ભાષ્ય જેવા ગ્રંથોમાં જૈન શાસનને બધા જ મિથ્યાનયોના સમૂહ સ્વરૂપ માનેલ છે. બધા જ નિયોના સમૂહ સ્વરૂપ ચક્ર એ જ જૈનશાસનરૂપી ચક્ર છે. એવા ચક્રને ધારણ કરનાર ચક્રવર્તીને કોઈ જ દર્શન દુહ લાગે નહીં. આવી વિશિષ્ટમતિના સ્વામી ઉપાધ્યાય યશોવિજયજીની મતિ સર્વત્રગામિની છે. તેથી જ નબન્યાયના અકાટ્ય ગણાતા સિદ્ધાન્તોની પણ સમીક્ષા કરી તેની મર્યાદાઓનું વર્ણન કર્યું છે. આવા ઉપાધ્યાયશ્રીના ગ્રંથોની ટીકાઓ રચવી એ પણ એક પડકાર જ ગણાય. આવો પડકાર ઝીલનાર અને તેને સાર્થક કરનાર યશોવિજયજી મુનિની પ્રજ્ઞા પણ અનેક દર્શનોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org