Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8 Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri Publisher: Andheri Jain Sangh View full book textPage 9
________________ 8 • પ્રસ્તાવના . द्वात्रिंशिका સંસ્કૃત ટીકામાં આપી ગુજરાતી વ્યાખ્યાના વિશેષાર્થમાં આ સિદ્ધાન્ત સ્પષ્ટ રીતે મુનિશ્રી યશોવિજયજી દ્વારા ચર્ચવામાં આવ્યો છે. • નાસ્તિકદર્શનમાન્ય મુક્તિમીમાંસા . નાસ્તિક મતાનુસાર, આત્મહત્યા એ જ મુક્તિ છે. પરંતુ આવું માનવું તે પાપ સ્વરૂપ છે. કેમ કે આત્માનો નાશ થતો નથી અને આત્મહત્યા શક્ય નથી. સ્વોપન્નવૃત્તિમાં ઉપાધ્યાયજીએ જણાવ્યું છે } तस्य आत्मनो हातुमशक्यत्वात् असतो नित्यनिवृत्तत्वात्, सतश्च वीतरागजन्माऽदर्शनन्यायेन नित्यत्वात्, સર્વથા ન્હાનાઽસિદ્ધે: I(પૃ.૨૧૧) આની નયલતા વૃત્તિમાં મુનિશ્રી યશોવિજયજીએ ન્યાયસૂત્ર, વાસ્યાયન ભાષ્ય, ન્યાયવાર્તિક, ન્યાયવાર્તિકતાત્પર્યટીકા, ન્યાયખંડખાદ્ય, ધર્મસંગ્રહણિ, વિશેષાવશ્યકભાષ્ય, બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય, સાંખ્યસૂત્ર આદિ અનેક ગ્રંથોનાં ઉદ્ધરણો ટાંકી ટીકાને સમૃદ્ધ કરી છે. વીતરાગ જન્મ અદર્શન ન્યાયનો સુંદર પરિચય વિશેષાર્થમાં (પૃ.૨૧૧૮) રજૂ કર્યો છે. • તૌતાતિતસંમત મુક્તિમીમાંસા ૭ પ્રસ્તુત મતાનુસાર, નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિ એટલે મુક્તિ. આ મતની સમીક્ષા કરતાં ઉપાધ્યાયજી કહે છે કે જો નિત્યત્વ અનન્તત્વ રૂપ હોય તો જૈનદર્શન સંમત જ છે. અહીં નિત્યત્વ અનાદિત્વરૂપે માનવામાં આવે તો દોષ નથી પરંતુ સર્વથા અનાદિત્વ માનવામાં આવે તો હંમેશા તેની અભિવ્યક્તિ થવાની સમસ્યા આવીને ઊભી રહેશે. પ્રસ્તુત કારિકાની સંસ્કૃત નયલતા ટીકામાં મૂળ ચર્ચાસ્થાનો રજૂ કર્યા છે જે પઠનીય છે. વેદાન્તીમાન્ય મોક્ષમીમાંસા વેદાન્ત મતાનુસાર, અવિદ્યાનો નાશ થતાં કેવલાત્માની અવસ્થિતિ તે મુક્તિ છે. ઉપાધ્યાયજી જણાવે છે કે આ મત પણ યુક્તિયુક્ત નથી. કારણ કે આત્માનું અવસ્થાન વેદાન્તમતાનુસાર નિત્ય હોવાથી અસાધ્ય છે. • જૈનદર્શનમાન્ય મુક્તિમીમાંસા છે જૈન દર્શનાનુસાર, સર્વકર્મનો ક્ષય તે મોક્ષ. આ ઉપરાંત વિભિન્ન નયોને આધારે પણ મુક્તિની વિચારણા થઈ શકે. ઋજુસૂત્ર નય અનુસાર જ્ઞાન-સુખ વગેરેની પરંપરા તે મુક્તિ અને સંગ્રહનય અનુસાર આવરણના નાશથી અભિવ્યક્તિ પામતું સુખ તે મુક્તિ છે. વ્યવહા૨ નયાનુસારે પ્રયત્નસાધ્ય કર્મક્ષય એટલે મુક્તિ. અંતના શ્લોકોમાં પરમ પુરુષાર્થની સંગતિ, પ્રાયશ્ચિત્તના આશયનું ઉદ્ઘાટન, કર્મ જ મુખ્ય દુઃખરૂપ છે, દુ:ખનું કારણ પણ દુઃખરૂપ છે, વૈરાગ્ય-પ્રશમ આદિના સ્વરૂપની ચર્ચા, મોક્ષસુખ સ્મૃતિસિદ્ધ છે આદિ ચર્ચાઓ કરવામાં આવી છે. આમ આ ગ્રંથમાં મોક્ષની સૂક્ષ્મતમ વિચારણા કરવામાં આવી છે. મોક્ષના સ્વરૂપને સમજવા વિભિન્ન દર્શનોની વિચારણા કરવાથી જૈનદર્શનની નિર્દોષ માન્યતાનો ખ્યાલ આવી શકે છે. તેથી જ આ દ્વાત્રિંશિકા મોક્ષસ્વરૂપને સમજવા માટેનું મહત્ સાધન છે. તેમાંય અભિનવ સંસ્કૃત-ગુજરાતી ટીકાઓ તો ઘણી જ ઉપયોગી છે. • સજ્જનસ્તુતિ દ્વાત્રિંશિકા છ છેલ્લી બત્રીસમી દ્વાત્રિંશિકાનું નામ સજ્જનસ્તુતિ દ્વાત્રિંશિકા છે. આ દ્વાત્રિંશિકામાં નામ અનુસાર સજ્જનોની સ્તુતિ કરવામાં આવી છે. સજ્જન એ ત્રણ અક્ષરનો દિવ્ય મંત્ર છે જે દુર્જનોનાં મારક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 414