Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ द्वात्रिंशिका • પ્રસ્તાવના . 7 આદિ આપત્તિઓ પ્રરૂપેલી છે. તેને સવિસ્તર સમજાવી છે. કુલ ૩૨ પાના સુધી લંબાયેલી આ ચર્ચામાં નવ્યન્યાયની દલીલો પણ અનેક દોષોથી યુક્ત છે તે સયુક્તિક દર્શાવ્યું છે. • ત્રિદંડીમાન્ય મુક્તિમીમાંસા • ત્રિદંડીઓના મતાનુસાર, ૫રમાત્મામાં જીવાત્માનો લય એ મુક્તિ છે. અહીં લય એટલે લિંગવ્યય પણ જીવનાશ નહીં. આ મત તો જૈન દર્શનસમ્મત જ છે. (૩૧/૮) આ મૂળ કારિકામાં ઉપાધ્યાયજીએ ત્રિદંડીના મતનો ઉલ્લેખ સૂત્રાત્મક રીતે કરેલો છે. તેનો વિસ્તાર નયલતા ટીકામાં જોવા મળે છે. આ મતના પુરસ્કર્તા ભાસ્કરાચાર્યના અનુયાયીઓ - વેદાન્તીઓ છે. તેમની પરંપરામાં ટંક, દ્રમિણ, ગુહદેવ, ભારૂચિ, યમુનાચાર્ય આદિ થઈ ગયા. તેમના મતના સમર્થક ગ્રંથો છે દક્ષસંહિતા, શંભુગીતા, ક્ષુરિકોપનિષદ્, બૃહદારણ્યકોપનિષદ્ આદિ. આ ગ્રંથોમાંથી પ્રસ્તુત મતમાં મુક્તિના સ્વરૂપને દર્શાવતા સાક્ષીપાઠો મુનિશ્રી યશોવિજયજીએ નયલતા વ્યાખ્યામાં રજૂ કર્યા છે. તેથી વિષયની સ્પષ્ટતા થઈ છે. • બૌદ્ધદર્શનમાન્ય મુક્તિમીમાંસા - બૌદ્ધદર્શન અનુસાર, રાગાદિ ક્લેશવાસિત ચિત્ત જ સંસાર છે અને તેનાથી મુક્ત ચિત્ત મોક્ષ છે. અર્થાત્ આલવિજ્ઞાનસંતિત મોક્ષ છે. આવી મુક્તિ માટે ઉપાધ્યાયજી આપત્તિ આપતાં જણાવે છે કે અન્વયી આધાર દ્રવ્ય વિના આ મુક્તિ વિડંબનારૂપ છે. (૩૧/૯) નયલતામાં આલયવિજ્ઞાન અને પ્રવૃત્તિવિજ્ઞાનની વ્યાખ્યા આપી બૌદ્ધસમ્મત મુક્તિની વ્યાખ્યા સ્પષ્ટ કરી છે. બૌદ્ધસમ્મત મુક્તિમાં સહુથી મોટી આપત્તિ એ છે કે અવાસ્તવિક જ્ઞાનસન્તાનમાં "આ બદ્ધ અને આ મુક્ત' એવો વ્યવહાર જ નહીં થાય. આ સિદ્ધાન્ત સ્પષ્ટ કરવા નયલતા વ્યાખ્યામાં મુનિશ્રી યશોવિજયજીએ ધર્મસંગ્રહણિ, સ્યાદ્વાદકલ્પલતા, દ્રવ્યાલંકાર, અષ્ટસહસ્રીતાત્પર્યવિવરણ આદિ ગ્રંથોનાં ઉદ્ધરણો ટાંક્યાં છે. આ આપત્તિ દૂર કરવા બૌદ્ધદર્શનકારો જ્ઞાનાધારને સ્વીકા૨ી વિવર્તમાન જ્ઞેય પદાર્થોની અપેક્ષાએ જો આલયવિજ્ઞાનસંતતિને મોક્ષ માનશે તો જૈનદર્શન સમ્મત પર્યાયનયની જ પ્રરૂપણા થશે. આમ બૌદ્ધ મતની સમીક્ષા કરવામાં આવી છે. ૭ સ્વાતંત્ર્યવાદીમાન્ય મોક્ષમીમાંસા ૭ કેટલાક વાદીઓના મતે સ્વાતંત્ર્ય એટલે મુક્તિ. આ સિદ્ધાન્ત માટે ઉપાધ્યાયજી જણાવે છે કે સ્વતંત્રતા જો પ્રભુતા સ્વરૂપ હોય તો તેમનો મદ છે અને તેનો તો નાશ થાય છે. પરંતુ તમે કર્મનાશને સ્વતંત્રતા કહેશો તો તે જૈન સિદ્ધાન્ત જ છે. ૦ સાંખ્યસમ્મત મુક્તિમીમાંસા છ સાંખ્ય દર્શન અનુસાર, પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન તે મુક્તિ છે. આ સિદ્ધાન્ત માનવા જતાં સાંખ્યને મોક્ષ અસાધ્ય થવાનો દોષ આવશે. કેમ કે પુરુષ નિત્ય છે અને તેનાથી અભિન્ન એવી મુક્તિ પણ નિત્ય બનશે એટલે તેને ઉત્પન્ન કરવાનો પ્રશ્ન જ નહીં રહે. • બૌદ્ધવિશેષનો મત -અગ્રિમચિત્ત અનુત્પાદસ્વરૂપમુક્તિ છે કેટલાક બૌદ્ધોના મતાનુસાર, અગ્રિમચિત્ત અનુત્પાદ યુક્ત પૂર્વચિત્ત નિવૃત્તિ જ મુક્તિ છે. આ મતમાં અનુત્પાદ સાધ્યતાને ધારણ ન કરતો હોવાથી મોક્ષ અપુરુષાર્થ બની જશે. આ મતની ચર્ચા પંચલિંગી પ્રકરણ, સ્યાદ્વાદકલ્પલતા અને ન્યાયાલોકમાં કરવામાં આવી છે તેવો વિશેષ સંદર્ભ નવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 414