Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ 6 • પ્રસ્તાવના . પ્રસ્તાવના यत्र स्याद्वादविद्या परमततिमिरध्वान्तसूर्यांसुधारा, निस्ताराज्जन्मसिन्धोः शिवपदपदवीं प्राणिनो यान्ति यस्मात् I अस्माकं किं च यस्माद् भवति शमरसैर्नित्यमाकण्ठतृप्तिः जैनेन्द्रं शासनं तद्विलसति परमानन्दकन्दाम्बुवाहः ||રૂ૨/૨૨|| द्वात्रिंशिका જ્યાં પરમત- એકાન્તવાદના તિમિરનો નાશ કરવામાં સૂર્યપ્રકાશના પુંજ સમાન સ્યાદ્વાદવિદ્યા રહેલી છે તથા જેના કારણે જીવો ભવસાગરનો પાર પામી શિવપદને પ્રાપ્ત થાય છે તથા જેના કારણે શમરસથી નિત્ય આકંઠ તૃપ્તિ થાય છે, તેમજ પરમાનંદનાં મૂળને સિંચવા વાદળ સમાન જિનશાસન સદાય જયવંતુ વર્તે છે. ભારતીય પરંપરામાં મુખ્ય બે ધારા પ્રવાહિત થઈ : (૧) વૈદિક ધારા (૨) શ્રમણ ધારા. વૈદિક ધારામાં વેદ, ઉપનિષદ્, બ્રાહ્મણ, આરણ્યક, શ્રુતિ, સ્મૃતિ, વૈદિક દર્શનોનો સમાવેશ થાય છે. શ્રમણધારાના બે મુખ્ય પ્રવાહો : (૧) જૈન પરંપરા અને (૨) બૌદ્ધ પરંપરા. આ બન્ને પરંપરાઓ અવૈદિકધારા તરીકે સુપ્રસિદ્ધ છે. છતાં આ તમામ ધારાઓનો મુખ્ય ઉદ્દેશ્ય મોક્ષપ્રાપ્તિ છે. મોક્ષ મેળવવા માટે જ સમગ્ર પ્રયાસ કરવામાં આવે છે. ભારતનાં પ્રાયઃ બધાં જ દર્શનોએ મોક્ષપ્રાપ્તિનો જ અંતિમ લક્ષ્ય તરીકે સ્વીકાર કર્યો છે. મોક્ષ એટલે મુક્તિ અને મુક્તિ એટલે સર્વ દુઃખોની એકાન્તિક અને આત્યંતિક નિવૃત્તિ. આવી નિવૃત્તિવાળું જે સ્થાન કે અવસ્થા તે મોક્ષ છે. અર્થાત્ જીવોનો પુરુષાર્થ સર્વથા સુખ-શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટેનો છે. પરંતુ આવા પુરુષાર્થથી પ્રાપ્ત થનાર મોક્ષના સ્વરૂપ વિશે વિભિન્ન દર્શનોની માન્યતામાં પણ ભિન્નત્વ છે. મોક્ષ જેવા પરમ તત્ત્વનો સ્વીકાર કર્યા પછી પણ મોક્ષ તત્ત્વના સ્વરૂપ વિશે દર્શનકારોમાં વિપ્રતિપત્તિ છે. તેથી એ વિવાદનો વિષય બન્યો છે. મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય? તેનું સ્વરૂપ કેવું છે ? આદિ અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. તેવા પ્રશ્નોનું દાર્શનિક ચિંતન ઉપા. યશોવિજયજી મ. સા. વિરચિત દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકાની ૩૧મી દ્વાત્રિંશિકામાં વિશદ રીતે વર્ણવામાં આવ્યું છે. પૂર્વે ૩૦ દ્વાત્રિંશિકાઓમાં યોગહેતુ-સ્વરૂપ-અનુબંધથી ખૂબ જ સૂક્ષ્મ ચિંતન પ્રસ્તુત કરવામાં આવ્યું. આ ચિંતનમાં ઉપા. યશોવિજયજી મ.સા.ને એક વિશાળ પંરપરા અને વિપુલ જ્ઞાનરાશિનો લાભ મળ્યો છે. ઉપા. યશોવિજયજીએ ભારતીય દર્શનની તમામ વિચારધારાનું જાણે કે આમૂલફૂલ પિરશીલન કરી નવનનીતરૂપે આપણી સમક્ષ મૂક્યું છે. દ્વા.દ્વા.ની ૩૧મી દ્વાત્રિંશિકામાં મુક્તિ-મોક્ષના સ્વરૂપ વિશેની ચર્ચાનો પ્રારંભ કર્યો છે. નવ્યન્યાયની માન્યતા અનુસાર અત્યંત દુઃખધ્વંસ તે મોક્ષ છે. દુઃખપ્રાગભાવના અનાધાર એવા મહાપ્રલયમાં રહેનાર દુ:ખધ્વંસના પ્રતિયોગીમાં રહેનારું દુ:ખત્વ સિદ્ધ થાય છે, અને આ જ મોક્ષને સાધવામાં પ્રમાણભૂત છે. અને તેથી દુઃખપ્રાગભાવઅનધિકરણવૃત્તિધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વને સાધ્ય બનાવે છે. આ મતને પૂર્વ પક્ષરૂપે પ્રયોજ્યો છે. મૂળે આ માન્યતા નવ્યન્યાયના જનક ગંગેશ ઉપાધ્યાયના પુત્ર વર્ધમાન ઉપાધ્યાયની છે. તે માટે તેમના મૂળ ગ્રંથો તત્ત્વચિંતામણિની પ્રકાશ વ્યાખ્યા અને કિરણાવલી ગ્રંથની પ્રકાશ વ્યાખ્યાનાં અનેક ઉદ્ધરણો ટાંકી તેના મતમાં બાધદોષ, અર્થાન્તરદોષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 414