Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ द्वात्रिंशिका પ્રસ્તાવના : વચનોના ઝેરને નષ્ટ કરી દે છે. (૩૨/૧) સજ્જનો સૂર્ય જેવા છે. જેમ સૂર્યની હાજરીમાં અંધકાર નષ્ટ થઈ જાય તેવી રીતે સજ્જનોની હાજરીમાં દુર્જનો નિર્બળ થઈ જાય છે. (૩૨/૨) સર્વ સ્થાનોમાં તથા તમામ પરિસ્થિતિમાં અમૃતતુલ્ય કોમળવાણીનો ઉપયોગ સજ્જનોનું લક્ષણ છે, દુર્જનો આનાથી તદન વિપરીત વૃત્તિવાળા કઠોર વચન બોલનારા હોય છે. (૩૨/૩) સજ્જનો ગુણગ્રાહી અને દુર્જન દોષગ્રાહી હોય છે, જેવી રીતે ચક્રવાક સૂર્યતજનો અનુરાગી હોય છે જ્યારે ઘુવડ અંધકારનો અનુરાગી. (૩૨/૫) સજ્જનોની વાણી અમૃતતુલ્ય હોય છે જે ક્યારેય ક્ષય પામતી નથી. (૩૨/૬) શ્રુતલતા લીલીછમ હોવાનું કારણ સજ્જનોની ગુણો વર્ષાવનારી અમૃતતુલ્ય મેઘની વર્ષા થઈ રહી છે. જો આવી વર્ષા ન થતી હોત તો દુર્જનોના આક્ષેપ પરિશ્રમ સ્વરૂપ ગ્રીષ્મના આતાપથી તે નષ્ટ થઈ ગઈ હોત. (૩૨) ૭) દુર્જનો વડવાનલના અગ્નિ જેવા છે જે કવિની કીર્તિરૂપી મહાસાગરને ત્રાસ આપે છે, જ્યારે સજ્જનો તો ચંદ્રની ચાંદનીના સંગે મહાસાગરમાં ભરતી સ્વરૂપ મહોત્સવ રેલાવે છે. (૩૨૯) સજ્જનોનો અનુગ્રહ હોય તો પછી દુર્જનોથી ડર શાને ? જેણે સિંહને વશ કર્યો હોય તેને શૃંગાલબાળનો ડર શો ? (૩૨/ ૧૦) ઉપસર્ગ અને પરિષહો છતાં સાધકો શમ-દમની સાધના છોડતા નથી તેમ દુર્જનોની પીડા છતાં કવિઓ શ્રુતરચનાનો પરિશ્રમ છોડતા નથી. (૩૨/૧૨) શિયાળામાં ભારના ભયથી રક્ષણ કરતી પછેડી છોડી દેવામાં આવતી નથી તેવી જ રીતે દુર્જનોને ખેદ થવા માત્રથી સજ્જનો નવાં શાસ્ત્રોની રચના ત્યાગતા નથી. (૩૨/૧૩) જેવી રીતે પિતાનાં વચનોને પુનરાવર્તિત કરનાર બાળપુત્ર પિતાની અવગણના કરતો નથી પરંતુ પ્રશંસા કરે છે, તેવી રીતે પૂર્વાચાર્યોની વાણીને જ પુનઃ ગ્રંથ રૂપે રજૂ કરતા ઉત્તરકાલીન આચાર્યો તેમની આશાતના નહીં પણ ભક્તિ જ કરે છે. (૩૨/૧૫) વળી, નૂતનશાસ્ત્ર સ્વ-પરના ઉપકારક હોવાથી સ્વાધ્યાયબાધક નથી જ (૩૨/૧૬). આમ ઉપા. યશોવિજયજીએ ૧૮ શ્લોકમાં સજ્જન-દુર્જન મીમાંસા કરી છે. આ મીમાંસાનું વારંવાર પરિશીલન કરવા જેવું છે. તે કાળે નવા ગ્રંથોની રચના કરવામાં કેવાં કેવાં વિઘ્નો નડતાં હશે ? કેવા તેજોદ્વેષનો સામનો કરવો પડતો હશે ? કેવા કેવા પડકારો ઝીલવા પડતા હશે ? તેનો ખ્યાલ આવે છે. તેમ છતાં તેમણે પોતાની સાધના ખૂબ જ સમતાપૂર્વક ચાલુ રાખી જિનશાસન ઉપર અનેરો ઉપકાર કર્યો છે તેનો સહજ ખ્યાલ આવે છે. જ્ઞાનની સાધના કરનાર માટે તો ગીતાના સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો દર્શાવનાર ૧૮ શ્લોક જેવા આ ૧૮ શ્લોક છે, જેનું નિરંતર ચિંતન કરવા જેવું છે. છેલ્લી બત્રીસીના મૂળ શ્લોક ઉપર ઉપા. યશોવિજયજી મ.સા. એ ટીકા નથી રચી. પરંતુ મુનિશ્રી યશોવિજયજીએ સંયુક્તનિકાય, હિતોપદેશ, વજ્જલન્ગ, સુભાષિતરત્નસંદોહ, ત્રિષષ્ટીશલાકા પુરુષ ચરિત્ર, અમરકોશ આદિ અનેક ગ્રંથોમાંથી ગ્રંથના મૂળ વિષયને પુષ્ટ કરનાર અનેક-અનેક સુભાષિતો પ્રસ્તુત કર્યા છે. તેથી નયેલતા ટીકા પણ પારાયણ કરવા યોગ્ય બની છે. પ્રકાશ નામની ગુજરાતી વ્યાખ્યામાં તેમણે મૂળશ્લોકના શ્લેષ અલંકાર આદિને સરળ ભાષામાં રજૂ કર્યા છે. • ઉપાધ્યાય યશોવિજયજીની નમતા-લઘુતા-ગુરુઉપકારકબુદ્ધિ છે શ્રુતસાગરની અગાધ જલરાશિને વલોવીને નિષ્પન્ન અમૃતને દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા ગ્રંથ ગાગરમાં આપણી સમક્ષ રજૂ કરનાર ઉપાધ્યાયજી ગ્રંથાત્તે સમગ્ર શ્રેય ગુરુચરણે ધરી દે છે. ગુરુના અનુગ્રહને કારણે પંડિતાઈ પ્રાપ્ત થઈ અને ગુરુમંત્રને કારણે મતિ સર્વદર્શનોમાં અઅલગૈતિથી વિચરવા લાગે છે. તેમને મન ગુરુનામમંત્ર ન હોત તો બુદ્ધિ સર્વત્રગામિની ન બની હોત. મુનિશ્રી યશોવિજયજીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 414