________________
પર
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨ તેનો ઉપયોગ કરવાથી, તેની આશાતના પણ વર્જવી જોઈએ=રજોહરણાદિની આશાતના પણ વર્જવી જોઈએ અર્થાત્ રજોહરણ-મુખવસ્ત્રિકા અને દાંડાદિમાં પ્રસંગે સાધુ ગુરુની સ્થાપના કરીને તેના સન્મુખ ક્રિયા કરે છે. તેથી ગુરુસ્થાપવા માટે ઉપયોગ કરાતા રજોહરણાદિ ઉપકરણ છે માટે સંયમના પ્રયોજન સિવાય તેનો અધિક ઉપયોગ કરવાથી આશાતના થાય છે માટે તેનું વર્જન કરવું જોઈએ=અધિક ઉપયોગનું વર્જન કરવું જોઈએ. જે કારણથી “મહાનિશીથમાં કહેવાયું છે. “અવિધિથી નિકંસણ=વસ્ત્ર, ઉત્તરીય, રજોહરણ અથવા દાંડાના પરિભોગમાં ચતુર્થ પ્રાયશ્ચિત્ત છે.”
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. તે કારણથી=સાધુએ રજોહરણાદિની આશાતના વજેવી જોઈએ તે કારણથી, શ્રાવકોએ ચરવળોમુખવસ્ત્રિકાદિનું વિધિથી જ વ્યાપારણ સ્વસ્થાના સ્થાપનાદિ કરવી જોઈએ; કેમ કે અન્યથા=વિધિપૂર્વક ચરવળાદિનો ઉપયોગ ન કરવામાં આવે તો, ધર્મના અવજ્ઞાદિ દોષતી આપત્તિ છે. અને આમાં=પૂર્વમાં વર્ણન કર્યું એ બધી આશાતનામાં, ઉસૂત્રભાષણ-અરિહંત-ગુરુ આદિની અવજ્ઞાદિ મોટી આશાતના અનંત સંસારિતાનો હેતુ છે. જે કારણથી કહેવાયું છે.
“ઉસૂત્રભાષણ કરનારાઓને બોધિનો નાશ, અનંત સંસાર છે. તે કારણથી પ્રાણના ત્યાગમાં પણ ધીરપુરુષો ઉત્સુત્ર બોલતા નથી.” II૧TI.
“તીર્થંકર-પ્રવચન-શ્રુત-આચાર્ય-ગણધર-મહધિકની આશાતના કરતા બહુધા અનંતસંસારી થાય છે=આશાતના કરનારા જીવો અનંતસંસારી થાય છે.” ૧il (ઉપદેશપદ-૪૨૩) :
ત' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. આ રીતે દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય-સાધારણ દ્રવ્ય અને વસ્ત્ર-પાત્રાદિ રૂપ ગુરુદ્રવ્યતા=ગુરુનાં વસ્ત્રપાત્રાદિના વિનાશમાં અને તેની ઉપેક્ષામાં મોટી આશાતના છે. જેને કહે છે.
“ચૈત્યદ્રવ્યના વિનાશમાં, ઋષિના ઘાતમાં, પ્રવચનના ઉડાહમાં, સાધ્વીના ચોથા વ્રતના ભંગમાં બોધિલાભનો મૂલઅગ્નિ છેઃબોધિલાભનો નાશ છે.” II૧ (સંબોધપ્રકરણ-દેવાધિકાર ગાથા-૧૦૫)
અહીં–દેવદ્રવ્યાદિના વિષયમાં, ભક્ષણ-ઉપેક્ષણાદિ રૂપ વિનાશ છે. શ્રાવકદિનકૃત્યદર્શનશુદ્ધિ આદિમાં પણ કહેવાયું છે.
“ચૈત્યદ્રવ્ય અને સાધારણદ્રવ્યનો જે દ્રોહ કરે છે, મોહિતમતિવાળો તે ધર્મને જાણતો નથી અથવા નરક વિષયક બદ્ધાયુષ્યવાળો છે.” (સંબોધપ્રકરણ દે. ૧૦૭)
ચૈત્યદ્રવ્ય પ્રસિદ્ધ છે. અને સાધારણદ્રવ્ય ચૈત્ય, પુસ્તક, આપદ્ગત શ્રાવકાદિના સમુદ્ધરણ યોગ્ય ઋદ્ધિવાળા શ્રાવકથી મિલિત દ્રવ્ય છે. આ બેનો જે દ્રોહ કરે છે=વિનાશ કરે છે અથવા ઉપભોગ કરે છે અર્થાત્ વ્યાજવ્યવહારાદિ દ્વારા તેના ઉપયોગનો ઉપભોગ કરે છે–ચૈત્યદ્રવ્ય-સાધારણદ્રવ્યનો ઉપભોગ કરે છે એ પ્રમાણે અર્થ છે.