________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨
૭૯ પ્રરૂપણા પાંચ જ્ઞાનની વિપરીત પ્રરૂપણા અને અકાલ સ્વાધ્યાય અતિચાર છે. સામાઈએ સામાયિકતા વિષયમાં અતિચાર છે એમ અત્રય છે. સામાયિકના ગ્રહણથી સમ્યક્ત સામાયિક અને દેશવિરતિ સામાયિકનું ગ્રહણ છે. ત્યાં સખ્યત્ત્વ સામાયિકનો અતિચાર શંકાદિ છે. વળી, દેશવિરતિ સામાયિકના અતિચારને ભેદથી કહે છે. “
તિહંગુત્તીણ ત્રણ ગુપ્તિઓનું–ત્રણ ગુપ્તિઓનું જે ખંડન કરાયું છે તે દેશવિરતિ સામાયિકનો અતિચાર છે. જે ખંડિત છે ઈત્યાદિ દ્વારા સર્વત્ર યોગ છે=પૂર્વના સર્વ વર્ણન સાથે ‘જે ખંડિયે જ વિરાહિયં તસ્સ મિચ્છામિ દુક્કડમ્' દ્વારા સંબંધ છે. મન-વચન-કાયાના ગોપનાત્મિક ત્રણ ગુપ્તિઓ છે અને તેઓનું–ત્રણ ગુપ્તિઓનું અશ્રદ્ધા અને વિપરીત પ્રરૂપણા દ્વારા ખંડના અને વિરાધના રૂપ અતિચાર છે એમ અવાય છે. અર્થાત્ મન-વચન-કાયાની ગુપ્તિ સુસાધુને હોય છે. અને તેવી ગુપ્તિ પ્રત્યે કોઈ શ્રાવકને અશ્રદ્ધાન થાય અથવા તે ગુપ્તિઓની પ્રરૂપણા વિપરીત કરે તે ત્રણ ગુપ્તિઓની ખંડના અને વિરાધના છે. તેનું શ્રાવક પ્રતિક્રમણ કરે છે એમ અત્રય છે. ક્રોધ-માનમાયા-લોભ લક્ષણ ચાર પ્રતિષિદ્ધ એવા કષાયોના કરણ વડે અને અશ્રદ્ધાન, વિપરીત પ્રરૂપણા દ્વારા જે વિરાધના કરી હોય તેનું શ્રાવક આલોચન કરે છે. ઉક્ત સ્વરૂપવાળા પાંચ અણુવ્રતોનું, ત્રણ ગુણવ્રતોનું, ચાર શિક્ષાવ્રતોનું અણુવ્રતાદિના મિલન દ્વારા બાર પ્રકારના શ્રાવકધર્મનું જે ખંડિત છે ઈત્યાદિ સાથે સર્વત્ર સંબંધ છે. દેશથી ભગ્ન હોય અને જે વિરાધિત હોય તે સુતરાં ભગ્ન છે. પરંતું એકાંતથી અભાવ આપાદિત નથી તેનું મિચ્છામિ દુક્કડમ્. તેનું જ્ઞાનાદિ ગોચર દેસિકાદિ અતિચારોનું અને ગુપ્તિઓનું, કષાયોનું, બાર પ્રકારના શ્રાવકધર્મનું જે ખંડન અને વિરાધન જે અતિચાર રૂપ છે. તેનું મિથ્યા એ પ્રમાણે પ્રતિક્રમણ કરું છું. દુષ્કૃત આ છે. મને આ અકર્તવ્ય છે. એ પ્રમાણેનો અર્થ છે=મિચ્છામિ દુક્કડમૂનો અર્થ છે.
અત્રાન્તરમાં મિચ્છામિ દુક્કડમ્ આપ્યા પછી વિશિષ્ય, ફરી પણ અર્ધ નમેલી કાયાવાળો, પ્રવર્ધમાન સંવેગવાળો=થયેલા અતિચારોની હું શુદ્ધિ કરું એ પ્રકારના દઢ પ્રણિધાનને કારણે પાપ પ્રત્યે જુગુપ્સા થાય તેવા પ્રવર્ધમાન સંવેગના પરિણામવાળો, માયા-મદથી રહિત આત્માના સર્વ અતિચારોની વિશુદ્ધિ માટે આ સૂત્ર બોલે છે. “સત્રવિ ... સંવિદ” સૂત્ર બોલે છે. સર્વ પણ લુપ્ત ષષ્ઠીક પદો છે=સબસ્સવિ દેવસિએ દુશ્ચિતિ આદિ શબ્દમાં ષષ્ઠી વિભક્તિ અધ્યાહાર છે. તેથી આ અર્થ છે. સર્વ પણ દેવસિક સંબંધ અણુવ્રતાદિના વિષયમાં પ્રતિષિદ્ધ આચરણાદિ દ્વારા થયેલા અતિચારનું એ શબ્દ અધ્યાહાર છે. ફરી કેવા પ્રકારના દિવસ સંબંધી અતિચારો ? તેથી કહે છે. દુચિતિત એવા અતિચારોનું–દુષ્ટ એવા આર્ત-રૌદ્ર ધ્યાનપણાથી ચિંતિત છે. જેમાં તે તેવા છે–દુશ્ચિતિત છે. તેનું તે અતિચારોનું, હું આલોચન કરું છું એમ અવાય છે. દુચિતિતથી ઉદ્ભવ એવા અતિચારોનું આલોચન કરું છું. આના દ્વારા-દુશ્ચિતિત શબ્દ દ્વારા માનસ અતિચારને કહે છે. દુષ્ટ=સાવધ વાન્ રૂપ ભાષિત છે જેમાં, તે તેવું છે–દુર્ભાષિત છે તેનું દુર્ભાષિત ઉદ્ભવ અતિચારોનું આલોચન તેનું મિચ્છામિ દુક્કડમ્ કરું છું એમ અવાય છે. આના દ્વારા-દુર્ભાષિત શબ્દ દ્વારા વાચિક અતિચારનું
સૂચન કરે છે. દુષ્ટ=પ્રતિષિદ્ધ એવા ધાવન વલ્ગનાદિ કાયક્રિયા રૂપ ચેષ્ટિત છે જેમાં તે તેવું છેઃ દુશ્લેષ્ટિત છે તેનું દુશ્લેષ્ટિત ઉદ્ભવ અતિચારોનું આલોચન કરું છું=મિચ્છામિ દુક્કડમ્ આપું છું.