________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ પ્રત્યુપન્ન વિષયવાળું છે અને પ્રત્યાખ્યાન દ્વારા અનાગત વિષયવાળું છે. એથી કોઈ દોષ નથી=‘અઈઅં નિંદામિ'માં અતીતનું પ્રતિક્રમણ કહ્યું અને ષટ્આવશ્યકમાં અશુભયોગની નિવૃત્તિ માત્ર કરનાર પ્રતિક્રમણ શબ્દ છે એમ કહ્યું તેથી ત્રણકાલના વિષયવાળું પ્રતિક્રમણ સ્વીકારવામાં કોઈ દોષ નથી. આ રીતે=પૂર્વમાં કહ્યું કે અશુભયોગની નિવૃત્તિ માત્રરૂપ પ્રતિક્રમણ છે એ રીતે, ત્રિકાલ વિષયવાળું પ્રતિ પગલે પાછા ફરવારૂપ પ્રતિક્રમણ છે એ સિદ્ધ થયું. અને આ=પ્રતિ પગલે પાછા ફરવું એ વ્યુત્પત્તિ માત્ર છે=પ્રતિક્રમણ શબ્દની વ્યુત્પત્તિ માત્ર અર્થ છે અને રૂઢિ ક્યારેક આવશ્યક વિશેષમાં છે=ષઆવશ્યકમાંથી પ્રતિક્રમણ આવશ્યકમાં છે અને ક્યારેક આવશ્યક ક્રિયામાં છે=પ્રતિક્રમણ શબ્દનો અર્થ છ આવશ્યકની ક્રિયા છે એ પ્રમાણે કહેવાયું છે. અને આ રીતે=છ આવશ્યકરૂપ પ્રતિક્રમણની ક્રિયા છે એ રીતે, આગળમાં કહેવાશે એ પ્રતિક્રમણ વિધિ ઘટે છે.
૧૭૮
અને તે પ્રતિક્રમણ ૧. દૈવસિક, ૨. રાત્રિક, ૩. પાક્ષિક, ૪. ચાતુર્માસિક, ૫. સાંવત્સરિકના ભેદથી પાંચ પ્રકારનું છે. ત્યાં=પાંચ પ્રકારના પ્રતિક્રમણમાં, દિવસના અંતમાં દૈવસિક પ્રતિક્રમણ છે. વળી આતો કાલ–દૈવસિક પ્રતિક્રમણનો કાલ, ઉત્સર્ગથી આ પ્રમાણે કહેવાયો છે=ગાથામાં બતાવે છે એ પ્રમાણે કહેવાયો છે.
“અર્ધ ડૂબેલું બિંબ હોતે છતે=સાંજના સૂર્યાસ્ત વખતે અર્ધ ડૂબેલ સૂર્ય હોતે છતે, ગીતાર્થો સૂત્ર ભણે છે. એ પ્રકારના વચનના પ્રમાણથી દૈવસિક આવશ્યકનો=સાંજના દૈવસિક-પ્રતિક્રમણનો કાલ છે.” ।।૧।। (યતિદિનચર્યા૩૨૪)
રાત્રિના અંતે રાત્રિક કહેવાય=રાઈ પ્રતિક્રમણ કહેવાય. અને તેનો=રાત્રિક પ્રતિક્રમણનો, આ પ્રમાણે કાલ છે=ઉત્સર્ગથી આ પ્રમાણે કાલ છે.
“આવશ્યકના સમયમાં આચાર્યો નિદ્રા મુદ્રાનો ત્યાગ કરે છે અને તેને કરે છે=પ્રતિક્રમણને, કરે છે. જે પ્રમાણે દસ પડિલેહણ પછી=દસ વસ્ત્રની પડિલેહણા પછી, સૂર્ય ઊગે=સૂર્યનો ઉદય થાય.” ।।૧।।
વળી, અપવાદથી દૈવસિક=દૈવસિક પ્રતિક્રમણ, દિવસના ત્રીજા પ્રહરથી પછી અર્ધરાત્રિ સુધી થાય છે. વળી યોગશાસ્ત્રની વૃત્તિમાં “મધ્યાહ્નથી માંડી અર્ધરાત્રિ સુધી” એ પ્રમાણે કહેવાયું છે. રાત્રિક પ્રતિક્રમણ અર્ધરાત્રિથી માંડીને મધ્યાહ્ન સુધી કહેવાયું છે. વળી કહેવાયું છે.
“આવશ્યકની ચૂલિકામાં રાઈ પ્રતિક્રમણ યાવત્ ઉગ્વાડપોરિસી સુધી થાય છે અને વ્યવહારના અભિપ્રાયથી=વ્યવહાર સૂત્રના અભિપ્રાયથી તેના પછી=ઉગ્વાડપોરિસી પછી, યાવત્ પુરિમુઢ સુધી થાય છે.” ।।૧||
વળી પાક્ષિકાદિત્રય પક્ષના અંતે થાય છે. ત્યાં પણ=પાક્ષિકાદિ ત્રણમાં પણ, પાક્ષિક પ્રતિક્રમણ ચતુર્દશીમાં જ થાય છે. વળી જો પૂનમમાં કે અમાસમાં થાય તો ચૌદશમાં અને પાક્ષિકમાં ઉપવાસનું ઉક્તપણું હોવાથી પાક્ષિક પણ છટ્ઠથી થાય અને તે રીતે=પાક્ષિક પ્રતિક્રમણ છટ્ઠથી થાય તેમ સ્વીકારવામાં આવે તે રીતે, ‘અઠ્ઠમ, છઠ, ચોથભક્ત=ઉપવાસ, ક્રમસર સંવચ્છરી પ્રતિક્રમણમાં, ચોમાસી પ્રતિક્રમણમાં અને પક્ખી-પ્રતિક્રમણમાં છે.’ એ પ્રકારના આગમનો વિરોધ થાય. અને જ્યાં