________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | બ્લોક-૬૫
૧૯૯
સંડાસા આદિથી પ્રમાર્જના કરી પ્રતિક્રમણ કરવા બેસે છે અને મનથી સમભાવના પરિણામમાં ઉપયુક્ત બને છે. અર્થાત્ જેમ સંસારી જીવો કોઈની વિપરીત પ્રવૃત્તિ જુએ છે ત્યારે સહજ સ્વભાવથી ગુસ્સો અભિવ્યક્ત થાય છે તેમ સમભાવના પરિણામથી અત્યંત ભાવિત પોતાના આત્માને કર્યો છે એવા શ્રાવકને શેષકાળમાં સંસારની પ્રવૃત્તિ વખતે સમભાવનો પરિણામ નહિ હોવા છતાં પ્રતિક્રમણ કરતી વખતે મારે સમભાવમાં યત્ન કરવો છે તેવી ઉપસ્થિતિ થવાથી તત્કાલે શત્રુ-મિત્ર, સુખ-દુઃખ, જીવન-મૃત્યુ પ્રત્યે શમનો પરિણામ ઉલ્લસિત થાય છે; કેમ કે સમભાવના પરિણામ વગર સમ્યક્ પરિણામ થઈ શકે નહિ તેવો વિવેકી શ્રાવકને બોધ છે. અને પ્રતિદિન સુસાધુના સ્વરૂપના ભાવનથી સર્વવિરતિના ભાવો વડે આત્માને અત્યંત વાસિત કરેલો છે તેવા શ્રાવકને સમભાવને અનુકૂળ ચિત્ત પ્રગટ કરવું કંઈક અભ્યસ્ત છે. અને સંસારના વ્યાપારો અત્યારે કરવાના નથી તેથી સમભાવથી ઉપયુક્ત થઈને પ્રતિક્રમણ કરવાનો પ્રારંભ કરે છે. વળી, પ્રતિક્રમણકાળમાં સમ્યક ઉપયુક્ત મનવાળા થઈને સૂત્રમાં સમ્યફ યત્ન કરે છે.
વળી શ્રાવકને અનવસ્થાના પ્રસંગનો ભય છે. અર્થાતુ જો પૂર્વમાં સેવેલા અતિચારોનું હું સમ્યક આલોચન નહિ કરું અને માત્ર પ્રતિક્રમણ સૂત્ર બોલી જઈશ તો તે અતિચારોને સેવવાની મારી પ્રકૃતિ સતત પ્રવર્તશે. તેથી તે પાપ કરવાની પ્રકૃતિના વિરામ રૂપ અવસ્થાની પ્રાપ્તિ થશે નહિ પરંતુ ફરી ફરી પાપ સેવવાની પ્રવૃત્તિ થયા કરશે અને તે અનવસ્થા પ્રસંગના નિવારણનો અર્થી શ્રાવક ભયવાળો છે કે જો હું ઉપયોગપૂર્વક નહિ કરું તો મારા ચિત્તમાં જે પ્રમાદ સેવવાની પ્રકતિ છે તેનું નિવર્તન થશે નહિ. માટે મારા આત્મામાં વર્તતી અતિચાર સેવવાની પ્રકૃતિનો નાશ કેમ થાય તે પ્રકારના ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ સૂત્ર બોલે છે. આથી જ બેસીને નવકારથી માંડીને આગળમાં બોલાતા વંદિત્તાસૂત્ર'નાં દરેક પદોમાં અત્યંત ઉપયુક્ત થઈને તે ભાવોને સ્પર્શે તે રીતે સંવેગને પામતો વિવેકી શ્રાવક પ્રતિક્રમણ કરે છે. અને જે શ્રાવકે પૂર્વમાં પુનઃ પુનઃ અભ્યાસ કરીને તે તે પ્રકારે તે તે સૂત્રોનાં પદોના અર્થનું ભાવન કર્યું છે જેથી તે તે સૂત્રોના શબ્દથી વાચ્યઅર્થને સ્પર્શે તેવો ઉપયોગ સહજ પ્રકૃતિરૂપે બનેલ છે. જેમ કોઈ આવીને કટુ શબ્દ કહે તો પ્રકૃતિથી સહજ અરતિ થાય છે, તેમ વિવેકી શ્રાવકને સૂત્રના પદેપદ દ્વારા વાચ્ય એવા તે તે અર્થો હૈયાને તે રીતે સ્પર્શ છે જેથી તે પ્રકારની પાપશુદ્ધિને અનુકૂળ સંવેગનો પરિણામ ઉત્પન્ન થાય છે.
વળી, પોતાના ઉપયોગને અતિશય કરવા અર્થે શ્રાવક પ્રતિક્રમણકાળમાં મચ્છર આદિ દંશ આપતા હોય તોપણ ગણકારતા નથી. પરંતુ દઢ પ્રણિધાનપૂર્વક સૂત્રથી અર્થના વાચ્યભાવોને આત્મામાં પ્રગટ કરવા અર્થે યત્ન કરે છે. તેવા શ્રાવક વિચારે છે કે સર્વ કૃત્યો પંચપરમેષ્ઠિના નમસ્કારપૂર્વક કરવાં જોઈએ. જેથી અરિહંતની અવસ્થા, સિદ્ધની અવસ્થા અને સિદ્ધ સમ થવા માટે મહાપરાક્રમને ફોરવતા આચાર્ય-ઉપાધ્યાય અને સાધુના સ્વરૂપનું સ્મરણ થાય. જેથી સિદ્ધ તુલ્ય થવાને અનુકૂળ પોતાનું પણ સદ્વર્ય ઉલ્લસિત બને. આ પ્રકારે નમસ્કારનો પાઠ કર્યા પછી સમભાવને દઢ કરવાથે સામાયિકસૂત્ર બોલે છે; કેમ કે સમભાવના પરિણામ વગર સૂત્ર બોલવા માત્રથી આલોચના દ્વારા કે પ્રતિક્રમણ દ્વારા પાપોની શુદ્ધિ થતી નથી. પરંતુ સમભાવના પરિણામથી યુક્ત જો આલોચન અને પ્રતિક્રમણનો પરિણામ થાય તો જ પાપોની શુદ્ધિ થાય. માટે શ્રાવક સમભાવના પરિણામને સ્થિર કરવા અર્થે સામાયિકસૂત્ર બોલે છે. ત્યારપછી દિવસ સંબંધી સર્વ