________________
૨૦૩
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ तस्या एव स्तुति भणति यच्च प्रत्यहं क्षेत्रदेवतायाः स्मरणं, तत्तृतीयव्रतेऽभीक्ष्णावग्रहयाचनरूपभावनायाः सत्यापनार्थं सम्भाव्यते । ટીકાર્ચ -
તતઃ.... સન્માવ્યા ત્યારપછી=વંદિતસૂત્ર બોલ્યા પછી, પ્રતિક્રાંત થયેલા અતિચારવાળો શ્રાવક, શ્રીગુરુને પોતાના કરાયેલા અપરાધની ક્ષમા માટે વંદન આપે છે. વળી પ્રતિક્રમણમાં દ્વિકરૂપ ચાર વાંદણાં કરાય છે. ત્યાં=ચાર વાંદણાંમાં ૧. પ્રથમ આલોચના વંદન છે. ૨. દ્વિતીય ક્ષમણક વંદન છે= પોતાના અપરાધની ક્ષમાયાચના કરવા માટે વંદન છે. ૩. ત્રીજું વંદન આચાર્ય આદિ સર્વ સંઘને ક્ષમણકપૂર્વક આશ્રયણ માટે છે=આયરિય ઉવજઝાય’ સૂત્ર બોલતા પહેલાં વંદન કરાય છે. ૪. ચોથું વંદન પ્રત્યાખ્યાન વંદન છે=પચ્ચકખાણ ગ્રહણ કરવા માટે વંદન છે.
પ્રથમ વંદન આલોચન કરતા પૂર્વે કરાય છે. બીજું વંદન વંદિત્તાસૂત્ર બોલ્યા પછી પોતાના અપરાધની ગુરુ પાસે ક્ષમાયાચના કરવા માટે કરાય છે. ત્રીજું વંદન “આયરિય ઉવક્ઝાય' સૂત્ર બોલતા પહેલાં આચાર્ય આદિ ચતુર્વિધ સંઘની ક્ષમાયાચના કરવાર્થે કરાય છે. અને ચોથું વંદન પચ્ચખાણ ગ્રહણ કરતા પૂર્વે કરાય છે.
ત્યારપછી=બીજું વંદન કર્યા પછી, ગુરુને પૂર્વોક્ત વિધિથી ખમાવે છે=અભુઓિમિ સૂત્રથી ખમાવે છે. ત્યાં અભુઠિઓમિ ખામે છે ત્યાં, વળી પાંચ મધ્યે યેષ્ઠ એવા એકને જ પાંચ સાધુઓની મધ્યે યેષ્ઠ એવા એક સાધુને જ ખમાવે છે. આચીર્ણ અભિપ્રાયથી આ કહેવાયું છેઃ વર્તમાનમાં જે પ્રતિક્રમણમાં અભુઠિઓમિ ખામતાં આચરણ કરાય છે તે અભિપ્રાયથી આ કહેવાય છે. અન્યથા વળી ગુરુને આદિમાં કરીને જ્યેષ્ઠના અનુક્રમથી બધાને ખમાવે છે. પાંચ વગેરે હોતે છતે પાંચ સાધુ વગેરે હોતે છતે, ગુરુ વગેરે ત્રણને ખમાવે છે. અને આ વંદન=ત્રીજું વંદન, ‘અલિઆવણ વંદન’ એ પ્રમાણે કહેવાય છે. આચાર્ય આદિના આશ્રયાણ માટે છે એ પ્રકારનો અર્થ ‘પ્રવચનસારોદ્વારની વૃત્તિમાં કહેવાયો છે. (ભા.૧ ૫,૧૦૬) ત્યારપછીeત્રીજું વંદન કર્યા પછી, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, કાઉસ્સગ્નઅપરાધ, પ્રાપૂર્ણક ઈત્યાદિ વચન હોવાથી વંદનના દાનપૂર્વક ભૂમિને પ્રમાર્જીને “જે મે કઈ કસાયા' ઇત્યાદિ અક્ષર સૂચિત કષાય ચતુષ્ટયથી પાછા પગલે જાણે ફરતા ન હોય એ રીતે પાશ્ચાત્ય પદથી અવગ્રહથી બહાર નીકળીને “આયરિય ઉવજઝાય' ઈત્યાદિ સૂત્ર બોલે છે. ત્યાં આયરિય ઉવજઝાય ઈત્યાદિ સૂત્ર બોલીને કાઉસ્સગ્ન કરાય છે ત્યાં, પ્રથમ ચારિત્રની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરાય છે. અને ચારિત્ર કષાયના વિરહથી શુદ્ધ થાય છે; કેમ કે તેના ભાવમાં=કષાયના ભાવમાં, તેનું અસારપણું છે=ચારિત્રનું અસારપણું છે. અને કહેવાયું છે.
સાધુપણાને અનુસરનારા એવા જેના કષાયો ઉત્કૃષ્ટ છે તેનું સાધુપણું ઉષ્ણુપુષ્પની જેમ કરમાયેલા પુષ્પની જેમ, નિષ્ફળ છે. (એમ) હું માનું છું.” (દશવૈકાલિક નિર્યુક્તિ-૩૦૫)
અને તેથી ચારિત્રનો પ્રકર્ષ કરવા માટે અને કષાયના ઉપશમ માટે ‘આયરિય ઉવજઝાય ઈત્યાદિ