________________
૨૨૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧પ
જેઓ યથાતથી શીઘ્ર-શીધ્ર સૂત્ર બોલે છે તેઓને અન્યને પરિણામની નિષ્પત્તિમાં અંતરાય કરવાના કારણભૂત પાપબંધની પ્રાપ્તિ પણ થાય છે. તેથી પખીસૂત્ર બોલવાની ક્રિયાથી પણ મૂઢતાને વશ તે મહાત્માઓ પાપબંધરૂપ ફળને પ્રાપ્ત કરે છે.
પાકિસૂત્ર બોલ્યા પછી ભગવાનના વચન પ્રત્યે બહુમાનની વૃદ્ધિ અર્થે શ્રુતદેવતાની સ્તુતિ બોલે છે. ત્યારપછી પક્ષ સંબંધી થયેલા અતિચારોની વિશેષથી શુદ્ધિ અર્થે સાધુ પગામસઝાય બોલે છે અને શ્રાવક વંદિત્તાસૂત્ર બોલે છે. જેથી અત્યાર સુધીની ક્રિયાથી કંઈક પાપની શુદ્ધિ ન થઈ હોય તો તે અવશેષ પાપની શુદ્ધિ વંદિત્તાસૂત્રથી થાય છે. અને પાપ પ્રત્યે જુગુપ્સા કરવાથું ફરી ફરી પાપની શુદ્ધિ માટે ક્રિયા કરવી તે ઉચિત છે. તેથી પૂર્વમાં દેવસી પ્રતિક્રમણ વખતે દેવસિક અતિચારોની આલોચના કરે. હવે પાક્ષિક વંદિત્તાસૂત્રમાં પક્ષ સંબંધી તે અતિચારોનું આલોચન કરું છું તે પ્રકારે પ્રતિક્રમણ કરીને વંદિત્તસૂત્ર બોલાય છે. તેથી જેઓને તે પાપની શુદ્ધિ અત્યંત પ્રિય છે તેઓને તેના ઉપાયભૂત વંદિત્તા આદિ સૂત્રોના પણ પુનઃ પુનઃ ભિન્ન ભિન્ન પ્રતિસંધાનપૂર્વક બોલવાથી તે તે પ્રકારના વિશેષભાવો થાય છે. જેથી પાપની શુદ્ધિ થાય છે. આ રીતે વંદિત્તાસૂત્રથી પાપની શુદ્ધિ કર્યા પછી પણ ફરી કરેમિ ભંતે સૂત્ર, ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો એ પબ્દો અઈઆરો, તસ્મઉત્તરી સૂત્ર બોલીને સામાયિકના પરિણામની વૃદ્ધિ કરે છે. પાક્ષિક પાપશુદ્ધિ અર્થે તેનો કાઉસ્સગ્ન કરે છે. તેનું પ્રતિસંધાન કરે છે. અને તસ્સઉત્તરી સૂત્ર દ્વારા કઈ રીતે તેની શુદ્ધિ થશે તેનું પ્રતિસંધાન કરે છે. આ રીતે વિવેકપૂર્વક પ્રતિસંધાન કરીને બાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરે છે. જેથી કાઉસ્સગ્ન કાળમાં ચિંતવન કરાતા નામસ્તવ દ્વારા પાક્ષિક અતિચારની અશુદ્ધિ અવશેષ હોય તો તેની વિશુદ્ધિ થાય અને નિરતિચાર દેશવિરતિને પાળીને પોતે સર્વવિરતિનું બળ સંચય કરી શકે તેવું દૃઢ પ્રણિધાન તે કાઉસ્સગ્ગથી ઉલ્લસિત થાય છે. ત્યારપછી સાધુ ચાર ખામણાં બોલે છે અને શ્રાવક ચાર ખામણાંના સ્થાને એક-એક નવકાર બોલે છે. આ રીતે પાક્ષિક પ્રતિક્રમણ પૂરું કરીને શ્રાવક દેવસિક પ્રતિક્રમણનો અવશેષ અંશ જે બાકી છે તે પૂર્ણ કરે છે. જેથી પાક્ષિક અતિચાર દ્વારા પક્ષના અતિચારોની શુદ્ધિ કરી છે તે રીતે દેવસી પ્રતિક્રમણ દ્વારા દિવસનાં પાપોની શુદ્ધિ કરવાનો પ્રારંભ કરેલો તે વંદિત્તાસૂત્ર બોલ્યા પછી તે અતિચારોની અવશેષ શુદ્ધિ અર્થે ચારિત્ર-જ્ઞાન-દર્શનના ત્રણ કાઉસ્સગ્ગ દ્વારા દિવસના અતિચારોનું શોધન કરે છે. તેથી જે જે સ્થાને જે જે પ્રકારે પ્રતિસંધાન છે તેનું તે સૂત્ર દ્વારા તે તે પ્રકારે પ્રતિસંધાન કરીને જેઓ પ્રતિક્રમણની તે તે ક્રિયા કરે છે અને તે તે ક્રિયાકાળમાં બતાવેલાં તે તે સૂત્રોના વાચ્ય અર્થ માત્રમાં જ જેઓ ઉપયુક્ત છે, અન્ય કોઈ વિચારણા કરતા નથી તેઓ તે સૂત્રના વાચ્ય અર્થથી તે તે પ્રકારના ભાવોને કરીને પોતાના શ્રાવકજીવનને તે પ્રકારે નિર્મળ કરે છે કે જેથી સુવિશુદ્ધ પાંચ મહાવ્રતને પાળવાની શક્તિ આ ભવમાં પ્રાપ્ત થાય. કદાચ આ ભવમાં શક્તિ ન આવે તો વર્તમાનમાં કરેલા પ્રયત્નથી જન્માંતરમાં તે શક્તિ પ્રાપ્ત થાય. જેના બળથી સંસારનો શીધ્ર અંત થાય.
અનુસંધાન : ધર્મસંગ્રહ ભાગ-૧