________________
૨૧૩
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧પ હોય અને કોઈ વિશિષ્ટ પ્રયોજન ન હોય છતાં પ્રમાદને વશ ઉચિતકાલનું ઉલ્લંઘન કરીને અકાળે પ્રતિક્રમણ કરે તોપણ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય. વિશિષ્ટ લાભને કારણે આગળ-પાછળ પ્રતિક્રમણ કરે તોપણ દોષની પ્રાપ્તિ થાય નહિ. વળી પ્રતિક્રમણકાલમાં નિદ્રા વર્તે કે પોતાની શક્તિ અનુસાર પ્રતિક્રમણની ક્રિયામાં તે તે ભાવોને અનુકૂળ ઉચિતભાવો કરવામાં પ્રમાદ વર્તે કે અન્ય કોઈ પ્રકારની ચિત્તની ચંચળતા વર્તે તો પ્રતિક્રમણની ક્રિયામાં પ્રતિક્રમણ કરનારનો માંડલી સાથે તે તે ક્રિયામાં ઉપયોગ સ્કૂલના પામે તેથી કાયોત્સર્ગ આદિમાં પ્રમાદને કારણે અધિક કાળ પસાર થાય. જેથી માંડલીમાં પ્રતિક્રમણ કરનારને વ્યાઘાત થાય તેને આશ્રયીને પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય.
વંદનની ક્રિયામાં પણ માંડલીની વિધિ અનુસાર ઉપયુક્ત થઈને ન કરે તો દરેક ક્રિયામાં માંડલીની સાથે તે સાધુ કે શ્રાવક મિલિત રહી શકે નહિ તેને આશ્રયીને પણ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય. માટે યથાશક્તિ અને યથાવિધિથી જે સાધુ કે શ્રાવક પ્રતિક્રમણ કરે છે તેઓને વીર્યાચારની શુદ્ધિ થાય છે. અને તેના દ્વારા તે તે સ્થાનોમાં જ્ઞાનાચારાદિની શુદ્ધિ થાય છે. માટે પ્રતિક્રમણ પંચાચારની વિશુદ્ધિ અર્થે છે અને જેઓ અવિધિથી કરે છે તેઓને તે પ્રતિક્રમણની ક્રિયાથી પણ પંચાચારની વિશુદ્ધિ થતી નથી. જે શ્રાવકો અપ્રમાદી છે તેઓ પ્રતિક્રમણની ક્રિયા દ્વારા પંચાચારની વિશુદ્ધિ કરીને સતત સર્વવિરતિને અનુકૂળ બળ સંચય કરે છે જેથી આ ભવમાં શક્તિનો પ્રકર્ષ થાય તો સિંહની જેમ મહાવીર્યવાળા થઈને સંયમ ગ્રહણ કરીને કર્મનાશ માટે યત્ન કરી શકે છે અને કદાચ આ ભવમાં સર્વવિરતિની શક્તિનો સંચય ન થાય તોપણ પ્રતિદિન પ્રતિક્રમણ દ્વારા પંચાચારની વિશુદ્ધિને પ્રાપ્ત કરીને સર્વવિરતિને અનુકૂળ બળ સંચય થાય તેવો યત્ન કરે છે. તેથી ક્ષીણ થયેલા સર્વવિરતિનાં આવારક કર્મો હોવાથી જન્માંતરમાં પણ ભાવચારિત્રને પ્રાપ્ત કરીને તે મહાત્મા સુવિશુદ્ધ પંચાચારના બળથી સંસારનો અંત કરશે; કેમ કે સુવિશુદ્ધ પંચાચારનું પાલન જ વીતરાગતાની પ્રાપ્તિનું પ્રબળ કારણ છે.
પ્રતિક્રમણ કર્યા પછી સાધુઓ માંડલીમાંથી તરત ઊઠીને સ્વસ્થાને જાય નહિ પરંતુ નિર્જરાના અત્યંત અર્થી સાધુઓ જે રીતે પ્રતિક્રમણ કર્યું તે રીતે જ પ્રતિક્રમણ પૂરું થયા પછી પણ માંડલીમાં બેસી રહે છે અને તે રીતે સાધુઓની તત્ત્વની જિજ્ઞાસાને જોઈને સૂક્ષ્મતત્ત્વને જાણનારા આચાર્ય સાધુ સામાચારી કઈ રીતે વીતરાગતા તરફ જીવના પરિણામોને પ્રગટ કરીને નિર્જરાનું કારણ બને છે તેના ગંભીર અર્થો યોગ્ય જીવોને કહે છે જેથી પોતાની સાધુ સામાચારી કેવી શ્રેષ્ઠ છે તેનો પારમાર્થિક સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ થાય અને પોતાના પૂર્વ ઋષિ-મહાત્માઓએ આ સામાચારીને કઈ રીતે સેવીને સંસારનો ક્ષય કર્યો, તેના સૂક્ષ્મભાવો કદાચ આચાર્યને સ્વસ્થતા હોય તો કહે, તે આશયથી સાધુઓ પ્રતિક્રમણ કર્યા પછી અંતર્મુહૂર્ત સુધી માંડલીમાં બેસી રહે છે. તેથી પ્રતિક્રમણ પછી શ્રાંત આચાર્ય હોય તો કંઈક વિલંબન પછી પણ કંઈક અર્થ કહેશે તેવો આશયથી તત્ત્વના અર્થી એવા સાધુ પ્રતિક્રમણ કર્યા પછી તે પ્રકારની સામાચારીના અર્થને જાણવા માટે અંતર્મુહૂર્ત સુધી માંડલીમાં બેસી રહે છે. અથવા ક્યારેક શાસ્ત્ર-અધ્યયનથી કોઈક અપૂર્વ અર્થો આચાર્યને પ્રાપ્ત થયા હોય તો તે બેઠેલા સાધુને તે અપૂર્વ અર્થો આચાર્ય કહે છે. તેથી ભગવાનના શાસનના સૂમભાવોને જાણીને સુવિહિત સાધુઓ સુખપૂર્વક સંયમના કંડકોની વૃદ્ધિ કરી શકે છે તેથી નિર્જરાના