________________
૨૨૨
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૫
અહીં પાક્ષિકમાં પૂર્વની જેમ દિવસનું પ્રતિક્રમણ પ્રતિક્રમણસૂત્રના અંત સુધી કરે છે વંદિત્તાસૂત્ર સુધી શ્રાવક કરે છે અને પગામસજઝાય સુધી સાધુ કરે છે. ત્યારપછી ખમાસમણપૂર્વક “દેવસિએ આલોઇઅ પડિઝંતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પકખી મુહપત્તિ પડિલેહું એ પ્રમાણે બોલીને તેને=મુહપત્તિને, અને કાયાને પ્રતિલેખન કરીને બે વંદન આપીને સંબુદ્ધ એવા શ્રી ગુવદિને ખમાવવા માટે ક્ષમાપ્રધાન સર્વ અનુષ્ઠાન સફલ છે એ જણાવવા ‘અભુઠિઓમિ સંબુદ્ધ, ખામણ અભિતર પકિખએ ખામેઉં' એ પ્રમાણે બોલીને “ઈચ્છે ખામેમિ પખિએ પત્તરસન્હ દિવસાણં, પત્તરસન્હ રાણે, જે કિંચિ અપ્પત્તિ' ઈત્યાદિ દ્વારા ગુરુઓ વડે સ્થાપનાચાર્યને ક્ષમાપના કરાયે છતે શિષ્ય અથવા શ્રાવક શ્રી ગુર્નાદિને ખમાવે છે. ત્રણ અથવા પાંચ, બે સાધુ શેષ હોય ત્યાં સુધી ખમાવે છે. ત્યારપછી ઊઠીને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પકિખ આલોએમિ ! ઇચ્છે આલોએમિ, જો કે પખિઓ ઈત્યાદિ સૂત્રને બોલીને સંક્ષેપથી અથવા વિસ્તારથી પાક્ષિક અતિચારોનું આલોચન કરીને ‘સબસવિ પખિ' ઇત્યાદિ બોલાયે છતે ગુરુ કહે છે. પડિક્કમહ=પ્રતિક્રમણ કર. ત્યારપછી ઈચ્છ=શિષ્ય ઈચ્છે એ પ્રમાણે બોલીને ‘ચઉત્થણ” ઈત્યાદિ દ્વારા ગુરુ વડે અપાયેલા ઉપવાસ આદિ પ્રાયશ્ચિત્તને સ્વીકારે છે. ત્યારપછી=ચઉત્થણ ઈત્યાદિ દ્વારા પ્રાયશ્ચિતને સ્વીકાર્યા પછી, વંદનના દાનપૂર્વક પ્રત્યેક સાધુઓને ખમાવવા માટે ગુરુ અથવા અન્ય જયેષ્ઠ પૂર્વમાં ઊઠીને=ઊભા થઈને, ઊભા રહેલા જ બોલે છે. “દેવસિઅં આલોઇઅં પડિકંતા, ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! અભુઠિઓડયું પ્રત્યેક ખામણેણં અભિતરપખિએ ખામેઉં, ઈચ્છે – ઈચ્છકારિ અમુક તપોધન ! તે ખમાસણપૂર્વક મFણ વંદામિ' બોલે છે. ગુરુ કહે છે “અદ્ભુઠિઓમિ પતેઇ ખામણેણં અભિતરપખિ ખામેઉં.' તે પણ=અમુક તપોધન પણ, હું પણ તમને ખમાવું એ પ્રમાણે બોલીને ભૂમિ પર સ્થાપત કરાયેલા મસ્તકવાળા ફરી બોલે છે. “ઇચ્છે ખામેમિ પMિઅં, પન્નરસ દિવસાણં પત્તરસ રાઈણ ઈત્યાદિ. વળી ગુરુ પન્નરસ ઈત્યાદિ – ‘ઉચ્ચાસણે સમાસણે” એ બે પદને છોડીને બોલે છે. એ રીતે સર્વ પણ સાધુઓ પરસ્પર ક્ષમાપના કરે છે. લઘવાચનાચાર્યની સાથે-પર્યાયથી નાના એવા વાચનાચાર્યની સાથે પ્રતિક્રમણ કરતા સાધુઓના જ્યેષ્ઠ સાધુ પ્રથમ સ્થાપવાચાર્યને ખમાવે છે. ત્યારપછી સર્વ પણ રત્નાધિક પ્રમાણે સર્વને ખમાવે છે. ગુરુના અભાવમાં, સામાન્ય સાધુઓ પ્રથમ સ્થાપનાચાર્યને ખમાવે છે. યાવત્ બે શેષ રહે=બે શેષ સાધુ રહે ત્યાં સુધી બધા સાધુને ખમાવે છે. એ રીતે શ્રાવકો પણ ખમાવે છે. પરંતુ વૃદ્ધ શ્રાવક અમુક પ્રમુખ સમસ્ત શ્રાવકોને વાંદું...વાંદું એ પ્રમાણે બોલીને ‘અભુઠિઓમિ પ્રત્યેકં ખામણેણં અભિતર પખિએ ખામેઉં' એ પ્રમાણે બોલે છે અને ઈતર=બીજા સાધુઓ, બોલે છે. હું પણ તમને ખમાવું છું. ત્યારપછી વૃદ્ધ અને ઈતર એ પ્રમાણે ઉભય પણ બોલે છે. પતરસë દિવસાણં પન્નરસન્હ રાણે ભણ્યાં ભાસ્યાં મિચ્છામિ દુક્કડ' એ પ્રમાણે બોલે છે.
ત્યારપછી વંદન આપવાપૂર્વક સાધુ કે શ્રાવક બોલે છે. “દેવસિઅં આલોઈઅ પડિઝંતા ઈચ્છાકારણ સંદિસહ ભગવદ્ ! પમ્બિએ પડિક્કમાવહ ! =દિવસ સંબંધી મેં આલોચના કરી છે પ્રતિક્રમણ કર્યું છે