________________
૨૨૩
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧પ હવે હે ભગવન્! ઈચ્છાપૂર્વક મને આજ્ઞા આપો પાક્ષિક પ્રતિક્રમણ કરું ! ગુરુ કહે છે – સમ્યક પ્રતિક્રમણ કર=જે રીતે પાપની શુદ્ધિ થાય તે રીતે ઉપયુક્ત થઈને પાક્ષિક પ્રતિક્રમણ કર. ત્યારપછી ઇચ્છે એ પ્રમાણે કથનપૂર્વક સામાયિકસૂત્ર ઇચ્છામિ પડિક્કમિઉં જો મે પખિઓ ઇત્યાદિ બોલીને ખમાસમણપૂર્વક ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ ! પખીસૂત્ર કઢેમિ' એ પ્રમાણે કહીને ગુરુ અથવા ગુરુથી આદિષ્ટ અવ્ય સાધુ સાવધાન મતવાળા=પખીસૂત્રના પદે પદે ઉપયોગવાળા, વ્યક્ત અક્ષરવાળું ત્રણ નવકારપૂર્વક પાક્ષિકસૂત્ર બોલે છે. અને બીજા=પખીસૂત્ર બોલનાર સિવાય અન્ય સાધુઓ અને શ્રાવકો ખમાસમણાપૂર્વક સંભલેમિ'=હું પકખીસૂત્ર સાંભળું છું એ પ્રમાણે બોલીને પોતાની શક્તિ અનુસાર કાયોત્સર્ગાદિમાં રહીને=જે પ્રકારે સૂત્રના અર્થમાં દઢ પ્રણિધાન રહે તે પ્રમાણે શક્તિ અનુસાર કાયોત્સર્ગમાં કે અન્ય રીતે રહીને સાંભળે છે. પખીસૂત્ર બોલ્યા પછી સુઅદેવયા ભગવાઈ” એ પ્રમાણે સ્તુતિ બોલીને બેસીને પૂર્વમાં બતાવેલ વિધિથી પાક્ષિક પ્રતિક્રમણ સૂત્ર=સાધુ પગામસજઝાય બોલીને અને શ્રાવક વંદિતાસૂત્ર બોલીને અને તેનો શેષઃપાક્ષિક પ્રતિક્રમણ સૂત્રનો શેષ કહીને ‘કરેમિ ભંતે ! સામાઈ' ઇત્યાદિ સૂત્રત્રયને બોલીને અને પ્રતિક્રમણથી શોધન નહિ થયેલા અતિચારોની વિશુદ્ધિ માટે બાર લોગસ્સના ચિંતનરૂપ કાયોત્સર્ગને કરે.
ત્યારપછી મુહપત્તિના પડિલેહણપૂર્વક વંદનને આપીને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! અદ્ભુઠિઓમિ સમાપ્ત ખામણેણં અભિતરપકિખએ ખામેઉં' ઇત્યાદિ બોલીને ક્ષમાપનાને કરે છે. અહીં પાક્ષિક પ્રતિક્રમણની વિધિમાં, પૂર્વમાં સામાન્યથી અને વિશેષથી પાક્ષિક અપરાધ ક્ષમિત કરાવે છતે કાયોત્સર્ગમાં રહેલા શુભ એકાગ્રભાવ પામેલા સાધુઓના કોઈક અપરાધપદનું સ્મરણ થાય તેના ક્ષમણ નિમિત્તે ફરી પણ ક્ષમાપના કરવી યુક્ત જ છે. તેથી ચાર ખામણાં કરાય છે એમ અવય છે. ત્યારપછી=અભુઠિઓમિ ખમાવ્યા પછી, ઊઠીને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પપ્શીખામણાં ખામું ?’ એ પ્રમાણે બોલે છે. “ઇચ્છે' એમ કહીને ત્યારપછી સાધુઓ ચાર ક્ષમાશ્રમણ વડે=ચાર ખમાસમણાં વડે, ચાર પાક્ષિક ખામણાં કરે છે. અને ત્યાં રાજાને જે પ્રમાણે માણવકો મંગલકાર્ય અતિક્રાંત થયે છતે બહુમાન કરે છે. તે બહુમાન કઈ રીતે કરે છે. તે “કુતથી બતાવે છે. અખંડિત બલવાળા તારો સુંદર કાલ ગયો. અત્રે પણ આ રીતે જ ઉપસ્થિત છે=જેવો પૂર્વમાં ગયો તેવો જ થશે એ રીતે રાજાને માણવકો કહે છે એ રીતે, ઈચ્છામિ ખમાસમણો પિચં ચ મે' ઈત્યાદિ પ્રથમ ખામણાસૂત્રથી તે પ્રમાણે રહેલો જ સાધુ આચાર્યનો પાક્ષિક વિનયોપચાર કરે છે. ત્યારપછી બીજા ખામણામાં ચૈત્ય સાધુવંદના નિવેદનની કામનાવાળો સાધુ ઈચ્છામિ ખમાસમણો પુલિંઈત્યાદિ બોલે છે. ત્યારપછી ત્રીજા ખામણાંમાં આત્માને=પોતાને, ગુરુને નિવેદન કરવા માટે “ઈચ્છામિ ખમાસમણો અદ્ભુઠિઓડહં તુમ્ભઈ ઈત્યાદિ બોલે છે. વળી ચોથા ખામણામાં જે શિક્ષાને ગુરુ પાસેથી ગ્રહણ કરી તેના અનુગ્રહને બહુ માનતો ઇચ્છામિ ખમાસમણો ! અહમવિ પુથ્વાઈ ઈત્યાદિ કહે છે. આ ચાર પાક્ષિક ખામણાતા પ્રત્યેકના અંતમાં (અનુક્રમે) “તુભેહિ સમં’ એ પ્રમાણે પ્રથમ ખામણાંના અંતમાં, “અહમવિ વંદામિ ચેઈઆઈ બીજા ખામણાના અંતમાં, આયરિયસંતિએ એ