Book Title: Dharm Sangraha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 236
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ ૨૧૯ લોગસ્સ, પૂતિવંદન=મુહપત્તિના પડિલેહણપૂર્વક વંદન, કાયોત્સર્ગમાં ચિતિત તપનું પચ્ચખાણથી વિધાન.” III. “એક-પાંચ આદિ ઊણ છ માસ છોડીને તેર દિવસ ઊર્ધ્વ ૩૪ભક્ત આદિ બે ઊણ=૩રભક્ત આદિના ક્રમથી ચિંતવન યાવત્ નવકારશી સહિત કરે.” રાા (યતિદિનચર્યા ભાવદેવસૂરીયા ૧૩-૧૪). તિ' ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ત્યારપછી ઈચ્છામો અણુસડિં' એ પ્રમાણે બોલીને બેસીને સ્તુતિત્રય આદિના પાઠપૂર્વક ચેત્યોને વંદન કરે છે. અને આ પ્રતિક્રમણ મંદસ્વરથી જ કરવું જોઈએ. અન્યથા–ઉચ્ચ સ્વરથી કરવામાં આવે તો આરંભી જીવોના જાગરણથી આરંભની પ્રવૃત્તિ હોવાને કારણે દોષની પ્રાપ્તિ છે. ત્યારપછી સાધુ કે કરાયેલા પૌષધવાળો શ્રાવક બે ખમાસમણાં વડે હે ભગવન્! બહુઘેલ સંદિસાવેમિ બહુવેલ કરેમિ' એ પ્રમાણે બોલે છે અને બહુવેલાસંભવી ઉચ્છવાસ આદિ કાર્યો બહુવેલ એ પ્રમાણે કહેવાય છે અને ત્યારપછી=બહુવેલના આદેશ માંગ્યા પછી, ચાર ખમાસમણાં વડે શ્રી ગુર્નાદિને વંદન કરે છે=ભગવાન આદિ ચાર ખમાસમણાં દ્વારા ગુરુને વંદન કરે છે. વળી શ્રાવક ‘અઢાઈજેસ ઈત્યાદિ બોલે છે. આ પ્રમાણે રાત્રિક પ્રતિક્રમણની વિધિ છે. ભાવાર્થ સાધુ કે શ્રાવક દેવસિક અને રાઈ પ્રતિક્રમણ દ્વારા પ્રતિદિન અતિચારોનું શોધન કરે છે. અને જે સાધુ કે શ્રાવક દઢ પ્રણિધાનપૂર્વક છ આવશ્યકયુક્ત પ્રતિક્રમણની ક્રિયા કરે છે ત્યારે જો ઉપયુક્ત થઈને છે આવશ્યકમય પ્રતિક્રમણની ક્રિયા કરે તો દિવસ દરમિયાન પોતાના વ્રતના પરિણામના જે કંઈ અતિચાર લાગ્યા હોય તેની શુદ્ધિ થાય છે. વળી શ્રાવક પણ શક્તિ અનુસાર પ્રતિદિન પંચાચાર સેવીને ભાવસાધુને અનુકૂળ શક્તિ સંચય કરવાર્થે ઉદ્યમ કરે છે છતાં દિવસ દરમિયાન કે રાત્રે શક્તિ અનુસાર પંચાચારના પાલનમાં યત્ન ન કરાયો હોય તેનું શોધન દઢ પ્રણિધાનપૂર્વક કરાયેલા ષઆવશ્યકમય પ્રતિક્રમણની ક્રિયાથી થાય છે. તેથી શુદ્ધ સંયમ પાળવાને અનુકૂળ શ્રાવકમાં બળ સંચય થાય તેવું પંચાચારનું પાલન થાય છે. પંચાચારના પાલન દ્વારા ક્રમશઃ તૈલપાત્રધર સુસાધુના જેવું બળસંચય થાય છે અને પંચાચારના પાલનમાં લાગેલા અતિચારોની શુદ્ધિ ષઆવશ્યકમય પ્રતિક્રમણથી શ્રાવક કરે છે. તેથી જે વિવેકસંપન્ન શ્રાવક છે તે પ્રતિદિન પંચાચારનું પાલન અને ષઆવશ્યકની ક્રિયા કરીને સતત સંસારના પરિભ્રમણની શક્તિનો ક્ષય કરે છે. ટીકાઃ___ अथ पाक्षिकादिप्रतिक्रमणविधिः, तानि च दैवसिकरात्रिकाभ्यां शुद्धौ सत्यामपि सूक्ष्मबादरातिचारजातस्य विशेषेण शोधनार्थं युक्तान्येव, यतः“जह गेहं पइदिवसंपि सोहिअं तहवि पक्खसंधीसुं । સોદિગ્ગડુ સવિસે, વં રૂદીપ નાયબૅ IRIT”

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244