________________
૨૧૭
ધર્મસંગ્રહ ભાગ-૫/ દ્વિતીય અધિકાર | શ્લોક-૧પ चोच्छ्वासादीनि कार्याणि बहुवेल इत्युच्यन्ते ततश्च चतुर्भिः क्षमाश्रमणैः श्रीगुर्वादीन् वन्दते, श्राद्धस्तु 'अड्डाइज्जेसु' इत्यादि च पठति इति रात्रिकप्रतिक्रमणविधिः । ટીકાર્ય :
તલનુ. ત્રિપ્રતિમવિધિઃ ત્યારપછીચૈત્યવંદન કર્યા પછી, ચાર ખમાસમણાંપૂર્વક શ્રી ગુરુ આદિને વંદન કરીને ખમાસમણપૂર્વક રાઈ પડિક્કમણે ઠાઉં' ઇત્યાદિ બોલીને ભૂમિ ઉપર સ્થાપન કરાયેલા મસ્તકવાળા શ્રાવક સકલ રાત્રિના અતિચારના બીજભૂત “સબસ્સવિ રાઈઅ' ઈત્યાદિ સૂત્રને બોલીને શક્રસ્તવને બોલે છે. વળી પૂર્વનું ચૈત્યવંદન સ્વાધ્યાયાદિ ધર્મકૃત્યનું પ્રતિબદ્ધ હતું=સ્વાધ્યાયાદિ ધર્મકૃત્ય સાથે સંબંધવાળું હતું. પરંતુ રાત્રિ આવશ્યક સાથે પ્રતિબદ્ધ ન હતું. એથી આના આરંભમાં=પ્રતિક્રમણના આરંભમાં, મંગલ માટે ફરી શકસ્તવથી સંક્ષેપદેવવંદન છે. ત્યારપછી દ્રવ્યથી અને ભાવથી ઉત્થિત થઈને ‘કરેમિ ભંતે સામાઇઅં ઈત્યાદિ સૂત્રના પાઠપૂર્વક ચારિત્ર-દર્શન-જ્ઞાનના અતિચારની વિશુદ્ધિ માટે કાયોત્સર્ગદ્રય કરે છે. પ્રથમ અને દ્વિતીય કાયોત્સર્ગમાં એક લોગસ્સનું ચિંતન કરે છે; કેમ કે “સાંજતા કરતા સવારના અડધું એ પ્રકારનું વચન છે. વળી, તૃતીય=ત્રીજા કાઉસ્સગ્નમાં, સાંજના પ્રતિક્રમણના અંતમાં કહેવાયેલ વર્ધમાન સ્તુતિત્રયથી માંડીને રાત્રિના અતિચારોનું ચિંતન કરે છે. જે કારણથી કહેવાયું છે.
દિવસના આવશ્યકના અંતમાં જે સ્તુતિત્રય ત્યારથી માંડીને જે પશ્ચિમ કાઉસ્સગ્ન=પ્રાયશ્ચિત્તનો કાઉસ્સગ્ગ, ચિંતન કરાતામાં ત્યાં સુધીના અતિચારોનું ચિતવન કરે” (યતિદિનચર્યા-૧૭)
અને અહીં પૂર્વોક્ત યુક્તિથી ચારિત્રાચારનું જ્ઞાનાદિ આચારથી વિશિષ્ટપણું હોવા છતાં પણ=સાંજના પ્રતિક્રમણમાં ચારિત્રાચારનું જ્ઞાનાચારાદિથી વિશિષ્ટપણું બતાવ્યું એ યુક્તિથી જ્ઞાનાચાર આદિ કરતા ચારિત્રાચારનું વિશિષ્ટપણું હોવા છતાં પણ, જે એક જ લોગસ્સનું ચિંતન કરાય છે, તે રાત્રિમાં પ્રાય અલ્પ વ્યાપારપણાને કારણે ચારિત્રના અતિચારોનું સ્વલ્પવાદિથી સંભાવના કરાય છે. ત્યારપછી કાઉસ્સગ્ગ પારીને સિદ્ધસ્તવને બોલીવેકસિદ્ધાણં બુદ્ધાણં સૂત્રને બોલીને, સંડાસાના પ્રમાર્જનાપૂર્વક બેસે છે. અને અહીં પ્રાભાતિક પ્રતિક્રમણમાં સાંજના પ્રતિક્રમણની જેમ પ્રથમ ચારિત્રાચારની વિશુદ્ધિ માટે કાયોત્સર્ગમાં રાત્રિના અતિચારોનું ચિંતન જે કરાયું નથી ને નિદ્રા અભિભૂતને સમ્યફ
સ્મરણ ન થાય એથી અને ત્રીજા કાઉસ્સગ્નમાં, સાવધાનીભૂતપણું હોવાને કારણે સમ્યફ થાય=અતિચારોનું સમ્યફ સ્મરણ થાય. એથી ત્યાંeત્રીજા કાઉસ્સગ્નમાં, રાત્રિ અતિચારનું ચિંતન છે. એ પ્રમાણે હાર્દ છે. જે કારણથી સમયના જાણકારો વડે કહેવાયું છે.
નિદ્રાથી મત્ત અતિચારોનું સ્મરણ કરતો નથી. અન્યોન્ય કાયનું ઘટન થાય સાધુઓનું પરસ્પર કાયાનું ઘન થાય અથવા કૃતિકર્મમાં દોષો થાય. એથી સવારમાં ત્રણ કાઉસ્સગ્ગ છે.” (આવશ્યકનિર્યુક્તિ-૧૫૨૫). રાત્રિમાં નિદ્રાને કારણે અતિચારોનું સ્મરણ ન થાય માટે અતિચારોના આલોચનનો કાઉસ્સગ્ગ ત્રીજો રાખેલ છે. વળી, સાધુ સવારના અંધારામાં ઊઠીને માંડલીમાં બેસીને પ્રતિક્રમણ કરવા બેસે તો પરસ્પર