Book Title: Dharm Sangraha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 231
________________ ૨૧૪ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ અત્યંત અર્થી સાધુ પ્રતિક્રમણ કર્યા પછી માંડલીમાં તે પ્રકારે અંતર્મુહૂર્ત માત્ર સ્થિર રહે છે. ક્વચિત્ ક્યારેક આચાર્યની અનુકૂળતા ન હોય તોપણ પ્રતિદિન તે મર્યાદાનું સમ્યક્ પાલન કરે છે. જેથી શિષ્યોની તે પ્રકારની જિજ્ઞાસા જોઈને પણ અનુકૂળતા અનુસાર આચાર્ય સામાચારીના કે ગંભીર અર્થોના સૂક્ષ્મભાવોનું અવશ્ય પ્રકાશન કરે. આ પ્રકારની શાસ્ત્રીય મર્યાદા છે. ટીકા - __ अथ रात्रिकप्रतिक्रमणविधिर्यथा-पाश्चात्यनिशायामे पौषधशालायां गत्वा स्वस्थाने वा स्थापनाचार्यान् संस्थाप्य ईर्यापथिकीप्रतिक्रमणपूर्वं सामायिकं कृत्वा क्षमाश्रमणपूर्वं 'कुसुमिणदुस्सुमिणउहडावणिअं राइअपायच्छित्तविसोहणत्थं काउस्सग्गं करेमि' इत्यादि भणित्वा चतुर्विंशतिस्तवचतुष्कचिन्तनरूपं शतोच्छ्वासमानं स्त्रीसेवादिकुस्वप्नोपलम्भे तु अष्टशतोच्छ्वासमानं कायोत्सर्गं कुर्यात्, रागादिमयः कुस्वप्नः, द्वेषादिमयो दुःस्वप्नः, एतद्विधिस्तु 'नमस्कारेणावबोध' इति प्रथमद्वार उक्त एव । इह च सर्वं श्रीदेवगुरुवन्दनपूर्वं सफलमिति चैत्यवन्दनां विधाय क्षमाश्रमणद्वयपूर्वं स्वाध्यायं विधत्ते, यावत्प्राभातिकप्रतिक्रमणवेला । ટીકાર્ય : ગથ ... પ્રતિમાતા હવે રાત્રિ પ્રતિક્રમણની વિધિ કથા'થી બતાવે છે. પાશ્ચાત્ય રાત્રિના યામમાં=સૂર્યોદય પહેલાની રાત્રિના પ્રહરમાં, પૌષધશાલામાં જઈને અથવા સ્વસ્થાનમાં સ્થાપનાચાર્યનું સંસ્થાપન કરીને ઈર્યાપથિકીના પ્રતિક્રમણપૂર્વક સામાયિકને કરીને=વિધિપૂર્વક સામાયિકને ગ્રહણ કરીને, ક્ષમાશ્રમણપૂર્વક–ખમાસમણપૂર્વક, “કુસુમિણદુસુમિણ ઉહડાવણિઅં રાઈપાયચ્છિતવિસોહણ€ કાઉસ્સગ્ગ કરેમિ ઈત્યાદિ બોલીને ચાર લોગસ્સના ચિંતનરૂપ ૧૦૦ ઉચ્છવાસમાન કાઉસ્સગ્ન કરે. વળી સ્ત્રીસેવાદિ કુસ્વપ્નની પ્રાપ્તિમાં ૧૦૮ ઉચ્છવાસમાન કાઉસ્સગ્ન કરે. રાગાદિમય કુસ્વપ્ન, દ્વેષાદિમય દુઃસ્વપ્ન છે. વળી આની વિધિ=સવારના ઊઠીને કુસુમિણદુમિણનો કાઉસ્સગ્ન કરે તેની વિધિ, ‘નમસ્કારેણાવબોધ' એ પ્રથમદ્વારમાં કહેવાઈ જ છે. અને અહીં=પ્રતિક્રમણની ક્રિયામાં, સર્વ શ્રીદેવગુરુના વંદનપૂર્વક સફલ છે એથી ચૈત્યવંદના કરીને બે ખમાસમણાંપૂર્વક સ્વાધ્યાયને કરે છે. જે વર્તમાનમાં ભરફેસરની સજઝાય રૂપે બોલાય છે. ક્યાં સુધી સ્વાધ્યાય કરે એથી કહે છે. જ્યાં સુધી પ્રભાતિક પ્રતિક્રમણની વેલા થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. ભાવાર્થ : શ્રાવક સવારના સૂર્યોદય પહેલાં પ્રાયઃ એક પ્રહર વહેલો જાગે. નવકારપૂર્વક જાગવું જોઈએ ઇત્યાદિ વિધિ પ્રથમદ્વારમાં બતાવેલ છે. તે પ્રમાણે જ જાગીને દેહનાં આવશ્યક કૃત્ય કર્યા પછી પોતાની પૌષધશાલા હોય તો ત્યાં જઈને અથવા પોતાના ઘરમાં ઉચિત સ્થાને સ્થાપનાચાર્ય સ્થાપીને સામાયિક લેવાની વિધિ અનુસાર સામાયિક ગ્રહણ કરે તેથી ઉપયોગપૂર્વક ઈર્યાપથિકી પ્રતિક્રમણ આદિ ક્રિયા દ્વારા સામાયિક

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244