________________
૨૦૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૫ રીતે, ચારિત્ર આદિના આચારોની શુદ્ધિ કરીને=ચારિત્રાચાર, દર્શનાચાર અને જ્ઞાનાચારની શુદ્ધિ કરીને, સકલ ધર્માનુષ્ઠાનનું શ્રતહેતુકપણું હોવાથી તેની સમૃદ્ધિ માટે શ્રતની સમૃદ્ધિ માટે, “સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અને અન્નત્થ ઈત્યાદિ બોલીને શ્રત અધિષ્ઠાતૃ દેવતાનું સ્મરણ કરનારના કર્મક્ષયનું હેતુપણું હોવાથી, મૃતદેવતાનો કાઉસ્સગ્ન કરે. અને ત્યાં=શ્રુતદેવતાના કાઉસ્સગ્નમાં નમસ્કાર=નવકારનું, ચિંતવન કરે છે. દેવતા આદિના આરાધનનું સ્વલ્પ યત્નસાધ્યપણું હોવાને કારણે આઠ ઉચ્છવાસમાન જ આ કાઉસ્સગ્ગ છે. ઈત્યાદિ હેતુ સંભાવના કરાય છે અને પારીને એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને, તેની મૃતદેવતાની સુઅદેવયા ભગવઈ ઈત્યાદિ સ્તુતિ બોલે છે અથવા અન્ય વડે બોલાતી સાંભળે છે. એ રીતે=જે રીતે શ્રુતદેવતાની સ્તુતિ યુક્ત છે એ રીતે, ક્ષેત્રદેવતાની પણ સ્મૃતિ યુક્ત છે. એથી તેના કાઉસ્સગ્ન પછી=મૃતદેવતાના કાઉસ્સગ્ન પછી, તેની જ સ્તુતિ બોલે છે=ક્ષેત્રદેવતાની જ સ્તુતિ બોલે છે. અને જે પ્રતિદિવસ ક્ષેત્રદેવતાનું સ્મરણ કરે છે તે ત્રીજા વ્રતમાં=સાધુના ત્રીજા મહાવ્રતમાં, અભીણ અવગ્રહની યાચનારૂપ ભાવનાના સત્યાપન માટે સંભાવના કરાય છે સાધુએ સતત અવગ્રહની યાચના કરવી જોઈએ અને તે સમ્યફ કરવાથું પ્રતિદિવસ ક્ષેત્રદેવતાનું સ્મરણ કરાય છે એ પ્રકારે ગ્રંથકારશ્રી સંભાવના કરે છે. -
ભાવાર્થ :
શ્રાવક પ્રતિક્રમણરૂપ વંદિત્તસૂત્ર બોલ્યા પછી ગુણવાન ગુરુને વંદન કરીને ખમાવે છે. તેથી ખમાવવા માટે વંદિત્તાસૂત્ર પછી વંદન અપાય છે. વળી, આચાર્ય આદિ સર્વને ખમાવવાથું ફરી વંદન કરે છે. અને આયરિય ઉવજઝાય સૂત્રથી આચાર્ય આદિને ખમાવે છે. જેથી કષાયની પરિણતિ પોતાનામાં પ્રગટ થઈ હોય તો અલ્પ થાય અને નિમિત્તને પામીને કષાય થયા ન હોય તોપણ નિષ્કષાય વૃત્તિને અભિમુખ અંતરંગ યત્ન થાય તે માટે સર્વને ખમાવવામાં આવે છે. વળી, ખમાવવાની ક્રિયા કરવાથી વિશેષ પ્રકારે શાંત થયેલા કષાયો ચારિત્રાચારની શુદ્ધિનું કારણ બને છે. તેથી ચારિત્રાચારની શુદ્ધિ અર્થે કરાતા બે લોગસ્સના કાઉસ્સગ્ન પૂર્વે આયરિય ઉવન્ઝાયસૂત્ર બોલાય છે. ત્યારપછી સમભાવના પરિણામને સ્થિર કરવાર્થે સામાયિક આદિ સૂત્રને બોલીને બે લોગસ્સનો કાઉસ્સગ્ન કરાય છે. જેના દ્વારા વંદિત્તાસૂત્રથી કરાયેલ પ્રતિક્રમણ વડે કોઈ પાપ શુદ્ધ થવાના અવશેષ રહ્યા હોય તેની શુદ્ધિ કરાય છે.
વળી, મોક્ષ પ્રત્યે સાક્ષાત્ કારણ ચારિત્ર છે. તેથી પ્રથમ ચારિત્રનો કાઉસ્સગ્ન કરાય છે અને ચારિત્રની પ્રાપ્તિ પ્રત્યે શ્રુતજ્ઞાન પ્રબળ કારણ છે તોપણ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળાને જ શ્રુતજ્ઞાન સમ્યક પરિણમન પામે છે. માટે બીજો કાઉસ્સગ્ગ દર્શનશુદ્ધિ માટે કરાય છે. અને ત્યારપછી જ્ઞાનાચારની શુદ્ધિ માટે એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરાય છે. તેથી જે શ્રાવક સમભાવના પરિણામને સ્થિર કરીને બોલાતાં સૂત્રોના અર્થમાત્રમાં ઉપયોગ રાખીને ચારિત્ર, દર્શન અને જ્ઞાનની શુદ્ધિના પ્રતિસંધાનપૂર્વક આ ત્રણ કાઉસ્સગ્ન કરે છે તે શ્રાવકને આ ક્રમસર કરાતા ત્રણ કાઉસ્સગ્ન અનુક્રમે ચારિત્ર, દર્શન અને જ્ઞાનની શુદ્ધિ માટે થાય છે. તેઓના તે કાઉસ્સગ્ગથી અવશ્ય રત્નત્રયીની શુદ્ધિ થાય છે. જેથી સર્વવિરતિને અનુકૂળ