________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-પ
૨૦૭
અધિક અધિક શક્તિનો સંચય શ્રાવક પ્રતિક્રમણની ક્રિયા દ્વારા કરી શકે છે. અને ત્રણ કાઉસ્સગ્ગ કર્યા પછી શ્રાવક પ્રતિસંધાન કરે છે કે ચારિત્રાચાર આદિ પાંચ આચારના સુવિશુદ્ધ પાલનથી સિદ્ધભગવંતો સિદ્ધાવસ્થાને પામ્યા છે તેથી તેમની સ્તુતિ ‘સિદ્ધાણં-બુદ્ધાણં'ની ગાથાથી કરીને પોતે પણ સુવિશુદ્ધ પંચાચારનું પાલન કરી શકે તદર્થે ‘સિદ્ધાણં-બુદ્ધાણં' ગાથા દ્વારા સિદ્ધભગવંતની સ્તુતિ શ્રાવક કરે છે.
વળી, આસન્ન ઉપકારી એવા વીરપ્રભુને નમસ્કાર કરે છે. તેથી પોતાની પ્રતિક્રમણની ક્રિયા સુખપૂર્વક પંચાચારની શુદ્ધિનું કારણ બને. વળી ઉત્તમપુરુષની ભક્તિમાં સંતોષ નથી તેથી નેમનાથ પ્રભુની અને ચોવીશ તીર્થંકરની સ્તુતિ પણ ‘સિદ્ધાણં-બુદ્ધાણં’ સૂત્રથી કરાય છે. વળી, રત્નત્રયીના આચારોની શુદ્ધિ માટે કાઉસ્સગ્ગ કર્યા પછી સર્વ અનુષ્ઠાન શ્રુતના બળથી જ સમ્યક્ સેવાય છે તેથી શ્રુત પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ અર્થે શ્રુતદેવતાનો કાઉસ્સગ્ગ કરાય છે. શ્રુત અધિષ્ઠાયક દેવતા શ્રુત પ્રત્યે ભક્તિવાળા છે. અને દેવભવને કા૨ણે વિશેષ શક્તિવાળા છે. તેથી તેમનું સ્મરણ ક૨ના૨ા યોગ્ય જીવોના કર્મક્ષય પ્રત્યે તેઓ નિમિત્ત બની શકે છે તેથી તેમના પ્રત્યેની પોતાની ભક્તિની અભિવ્યક્તિ અર્થે એક નવકારનો કાઉસ્સગ્ગ કરાય છે ત્યારપછી ક્ષેત્રદેવતાની સ્તુતિ કરાય છે. તેથી તે ક્ષેત્રમાં ૨હેલા ક્ષેત્રદેવતા શ્રાવકને ધર્મઆરાધનામાં સહાયક બને, વિઘ્નકારી બને નહિ. વળી સાધુને ત્રીજા મહાવ્રતમાં સતત અવગ્રહની યાચના કરવાની હોય છે. તેને સત્ય ક૨વાર્થે ક્ષેત્રદેવતાનું સ્મરણ કરાય છે, એમ ગ્રંથકા૨શ્રી સંભાવના કરે છે.
ટીકા ઃ
ततः पञ्चमङ्गलभणनपूर्वं सन्दंशकं प्रमृज्योपविशति, ततो मुखवस्त्रिकां कायं च प्रतिलिख्य श्रीगुरूणां वन्दनके दत्त्वा 'इच्छामो अणुसट्ठि मिति भणित्वा जानुभ्यां स्थित्वा कृताञ्जलिर्नमोऽर्हत्सिद्धेतिपूर्वकं स्तुतित्रयं पठति इदं च पूर्वोक्तवन्दनकदानं श्रीगुर्वाज्ञया कृतावश्यकस्य विनेयस्य मया युष्माकमाज्ञया प्रतिक्रान्तमिति विज्ञपनार्थम् लोकेऽपि राजादीनामादेशं विधाय प्रणामपूर्वकं तेषामादेशकरणं निगद्यते, एवमिहापि ज्ञेयम् ।
एतदर्थश्चायं 'इच्छामः' अभिलषामः, 'अनुशास्ति' गुर्वाज्ञाम् प्रतिक्रमणं कार्यमित्येवंरूपां तां च वयं कृतवन्तः स्वाभिलाषपूर्वकम्, न तु राजवेष्ट्यादिना इत्थं संभावनाविधानं च 'इच्छामो अणुसट्ठि 'मिति भणनानन्तरं श्रीगुरूणामादेशस्याश्रवणात् एवं च प्रतिक्रमणं सम्पूर्णं जातम् तत्सम्पूर्णीभवनाच्च सम्पन्ननिर्भरप्रमोदप्रसराकुलवर्द्धमानस्वरेण वर्द्धमानाक्षरं तीर्थनायकत्वात् श्रीवर्द्धमानस्य स्तुतित्रयं 'नमोऽस्तु वर्द्धमानाये 'त्यादिरूपं श्रीगुरुभिरेकस्यां स्तुतौ पाक्षिकप्रतिक्रमणे तु श्रीगुरुपर्वणोर्विशेषबहुमानसूचनार्थं तिसृष्वपि स्तुतिषु भणितासु सतीषु सर्वे साधवः श्राद्धाश्च युगपत्पठन्ति ।
“વાતસ્ત્રીમન્વમૂર્છાળાં, નૃળાં ચરિત્રાડ્મિનામ્ ।
અનુપ્રહાર્થ સર્વજ્ઞ:, સિદ્ધાન્તઃ પ્રાતઃ તાઃ ।।।।"