________________
૨૦૫
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧પ કે ફરી ફરી એકનું એક સામાયિકસૂત્ર વારંવાર બોલવાથી શું ? તેથી ત્રીજી ગાથામાં કહે છે કે સ્વાધ્યાય ધ્યાનાદિની ક્રિયામાં પુનઃઉક્ત દોષ નથી તેથી પ્રતિક્રમણ દરમિયાન સમભાવના પરિણામરૂપ ધ્યાનને સ્થિર કરવાથું ફરી ફરી સામાયિકસૂત્ર બોલવું તે દોષરૂપ નથી. તેથી જે સાધુ કે શ્રાવક પ્રતિક્રમણ દરમિયાન બોલાતા કરેમિ ભંતે સૂત્ર દ્વારા અખ્ખલિત સમભાવના પરિણામનું પ્રતિસંધાન કરી શકે છે, તેઓને માટે પ્રતિક્રમણની ક્રિયા દરમિયાન ત્રણ વખત બોલાયેલું કરેમિ ભંતે સૂત્ર સફળ જ છે; કેમ કે પ્રતિક્રમણની ક્રિયા અને કાઉસ્સગ્નની ક્રિયા સફળ કરવાનું પ્રબળ કારણ કરેમિ ભંતે સૂત્ર છે.
અને કાયોત્સર્ગમાં ચારિત્રાચારની વિશુદ્ધિ માટે “ચંદેસ નિમલયરા' એ પ્રકારના અંતવાળા બે લોગસ્સનું ચિંતવન કરે છે. અને કાયોત્સર્ગ પારીને સમ્યગ્દર્શનનું સમ્યજ્ઞાનનું હેતુપણું હોવાથી જ્ઞાનથી દર્શન ગરિષ્ઠ છે એથી જ્ઞાનાચારથી પૂર્વે દર્શનાચારની વિશુદ્ધિ માટે ભરતક્ષેત્રમાં ઉત્પન્નપણું હોવાને કારણે પોતે ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ હોવાને કારણે, આસન્નઉપકારીપણું હોવાથી શ્રી ઋષભાદિની સ્તુતિરૂપ ચતુર્વિશતિસ્તવ અને “સબૂલોએ અરિહંતચેઇઆણં' ઇત્યાદિ સૂત્રને બોલીને તેના માટે જ=દર્શનાચારની વિશુદ્ધિ માટે જ, એક ચતુર્વિશતિસ્તવના ચિંતવનરૂપ કાઉસ્સગ્ન કરે છે અને તેને=કાઉસ્સગ્ગને તે પ્રકારે જ પારીને સામાયિકાદિથી માંડીને ચૌદ પૂર્વ પર્વતના શ્રુતજ્ઞાનના આચારતી વિશુદ્ધિ માટે પુખરવરદીવ ઈત્યાદિ સૂત્રને અને “સુઅસ્સે ભગવઓ' ‘કરેમિ કાઉસ્સગ્ગ' ઇત્યાદિને બોલીને એક ચતુર્વિશતિસ્તવના ચિંતવન રૂપ કાયોત્સર્ગને કરે છે અને તેને=કાઉસ્સગ્નને પારીને જ્ઞાન-દર્શન-ચારિત્રાચારના નિરતિચાર આચરણના ફલરૂપ સિદ્ધ ભગવંતોનું સિદ્ધાણં બુદ્ધાણં' એ પ્રમાણે સ્તવ બોલે છે અને અહીં=પ્રસ્તુત ત્રણ કાઉસ્સગ્નમાં, ચતુર્વિશતિસ્તવદ્વયતા ચિંતવનરૂપ આ બીજો ચારિત્રાચારની વિશુદ્ધિના હેતુ કાઉસ્સગ છેકેમ કે ચારિત્રાચારની શુદ્ધિના હેતુ એવા એક કાઉસ્સગ્નનું દિવસના અતિચારના ચિંતન માટે પૂર્વમાં કૃતપણું છે=અતિચારની આઠ ગાથાના ચિંતવનકાળમાં કૃતપણું છે. વળી કહે છે. “ચારિત્રમાં બે કાઉસ્સગ્ન હોય છે. અર્થાત્ એક કાઉસ્સગ્ગ અતિચારની આઠ ગાથાના ચિતવનકાળમાં હોય છે અને બીજો કાઉસ્સગ્ન પ્રતિક્રમણના અંતે બે લોગસ્સનો હોય છે. અને દર્શન-જ્ઞાનમાં એક-એક કાઉસ્સગ્ન હોય છે”=દર્શનની શુદ્ધિ માટે એક લોગસ્સનો કાઉસ્સગ્ગ અને જ્ઞાનની શુદ્ધિ માટે એક લોગસ્સનો કાઉસ્સગ્ગ અંતે હોય છે, તે પ્રકારનું વચન છે. અને આમાં પૂર્વોક્ત યુક્તિથી ચારિત્રાચારની જ્ઞાનાદિ આચારોથી વૈશિસ્ય આદિના કારણે ચતુર્વિશતિસ્તવય ચિંતવન સંભાવના કરાય છે. અને અગ્રતા એવા દર્શનાચારના અને જ્ઞાનાચારના વિશુદ્ધ હેતુ એવા ત્રીજા અને ચોથા કાઉસ્સગ્નનું નહિ=બે લોગસ્સનું ચિંતવન કરાતું નથી. એ પ્રમાણે સ્થિત છે. હવે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારની વિશુદ્ધિ અર્થે ત્રણ કાઉસ્સગ્ન કર્યા પછી આસણોપકારીપણું હોવાથી શ્રી વીરને વંદન કરે છે. ત્યારપછી મહાન તીર્થપણું હોવાને કારણે ઉજ્જયંતને અલંકૃત કરનાર શ્રી તેમનાથ ભગવાનને વંદન કરાય છે. અને ત્યારપછી પણ અષ્ટાપદ-નંદીશ્વરાદિ બહુ તીર્થના નમસ્કાર રૂપ “ચત્તારિ અઠદસે' ઈત્યાદિ ગાથા બોલે છે. આ રીતે=પૂર્વમાં ત્રણ કાઉસ્સગ્ગનું વર્ણન કર્યું એ