Book Title: Dharm Sangraha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 217
________________ ૨૦૦ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-કૃપ અતિચારોનું સંક્ષેપથી પ્રતિક્રમણ કરવા અર્થે ‘ઇચ્છામિ પડિક્કમિઉં' સૂત્ર બોલે છે. તેથી જેમ જેમ સમભાવના પરિણામથી યુક્ત પ્રતિક્રમણના પરિણામનો પ્રકર્ષ થાય છે તેમ તેમ સર્વ પાપોની શુદ્ધિ થાય છે. આ રીતે સંક્ષેપથી દિવસ સંબંધી સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કર્યા પછી થયેલાં પાપોનું કંઈક વિસ્તારથી પ્રતિક્રમણ કરવાર્થે શ્રાવક વંદિત્તસૂત્ર બોલે છે જેના પcપદમાં ઉપયુક્ત થઈને દૃઢ યત્ન કરવામાં આવે તો દિવસના થયેલા પાપો અવશ્ય નાશ પામે છે. અને જો ભાવનો પ્રકર્ષ થાય તો ઘણા ભવોમાં સંચિત કરાયેલાં પાપોનો પણ નાશ થાય છે. જેથી સર્વવિરતિને અનુકૂળ ચિત્તમાં ધૈર્યભાવ પ્રગટે તેવું બળસંચય થાય છે. માટે વિવેકી શ્રાવકે સૂત્રના પદેપદમાં ઉપયોગ રાખીને “વંદિત્તસૂત્ર” બોલવું જોઈએ. ક્યાં સુધી બોલે છે ? તેથી કહે છે – “તસ્ય ધમ્મસ્સ’ સુધી (બેસીને) વંદિત્તસૂત્ર બોલે છે. ત્યારપછી પોતે બધાં પાપોની નિવૃત્તિ કરી છે તેવો પરિણામ થવાથી પોતે હળવા ભારવાળો થયો છે તેવો ભાવ વ્યક્ત કરવા માટે ઊભો થાય છે. અને અભુઠિઓમિ આરાહણાએ વિરયોમિ વિરાણાએ... ઇત્યાદિ શેષસૂત્ર ઊભા થઈને બોલે છે. સાધુ પણ પ્રથમ નવકારસૂત્ર બોલ્યા પછી સામાયિકસૂત્ર બોલે છે. જેથી સમભાવમાં રહેલ સાધુ સામાયિકસૂત્રના બળથી વિશિષ્ટ પ્રકારના સમભાવને અનુકૂળ ઉપયોગવાળા બને છે. અને મંગલપૂર્વક અતિચારોનું આલોચન કરવું જોઈએ તેથી ચત્તારિ મંગલ... ઇત્યાદિ સૂત્ર બોલે છે; કેમ કે અપ્રમાદપૂર્વક સંયમજીવનમાં યત્ન કરવો અતિદુષ્કર છે અને અતિચારોની સ્કૂલનાને ચિત્તમાંથી દૂર કરવી છે જેથી સ્પલનાને અનુકૂળ જે અનાદિથી સ્થિર થયેલી પરિણતિ છે તેનું ઉન્મેલન થાય તે માટે સાધુ ચત્તારિ મંગલ બોલે છે. વળી, સંયમજીવનમાં સ્કૂલના ન થાય તેવું બળસંચય કરવું તે અતિદુષ્કર કાર્ય છે. તેથી ચત્તારિ મંગલ... ઇત્યાદિ સૂત્ર દ્વારા અરિહંત આદિનું શરણ સ્વીકારીને અરિહંત આદિના સ્વરૂપથી ચિત્તને ભાવિત કરે છે અને અરિહંત આદિ ભાવોને અભિમુખ થયેલું ચિત્ત અતિચારના આલોચન અને પ્રતિક્રમણના કાળમાં, નિરતિચાર સંયમજીવનની નિષ્પત્તિને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થાય તેવું બળ આધાન કરે છે. માત્ર અતિચારના આલોચનથી કે પ્રતિક્રમણથી કે સૂત્રના ઉચ્ચારણ કે શ્રવણ માત્રથી જીવમાં પેસેલી શલ્ય રૂપ પાપની પ્રકૃતિનું નિવર્તન થાય નહિ પરંતુ દઢ ઉપયોગના બળથી તે શલ્યને કાઢવું આવશ્યક છે તેમ જાણીને જે સાધુ ઉપયોગપૂર્વક બહુમાનથી અરિહંત આદિનું શરણ સ્વીકારવારૂપ ચત્તારિ મંગલ ઇત્યાદિ સૂત્ર બોલે છે અને અતિચારના પ્રતિક્રમણકાળમાં નિરતિચાર સાધુપણું પ્રાપ્ત થાય તે પ્રમાણે દઢતાપૂર્વક ઉપયુક્ત થઈને અતિચારોના કંટકોને આત્મામાંથી કાઢવા પ્રયત્ન કરે છે, તેઓનું પ્રતિક્રમણ સફળ થાય છે. તેવા બોધવાળા સાધુ પ્રથમ ઓઘથી ઇચ્છામિ પડિક્કમિઉં ઇત્યાદિ સૂત્ર દ્વારા પ્રતિક્રમણ કરે છે. ત્યારપછી કંઈક વિભાગથી=કંઈક વિશેષથી પ્રતિક્રમણ કરવાથું ઈર્યાપથિકીસૂત્ર બોલે છે. ત્યારપછી સર્વ અતિચારોનું અત્યંત ઉમૂલન કરીને નિરતિચાર સંયમજીવનને અભિમુખ પોતાનો પરિણામ ઉલ્લસિત કરવા અર્થે સાધુ પ્રતિક્રમણ સૂત્ર=પગામસઝાય, બોલે છે. વળી, સાધુ પ્રતિક્રમણ સૂત્ર એ રીતે બોલે કે જેનાથી અતિચાર રહિત શુદ્ધ ચારિત્ર પ્રત્યેનો પ્રવર્ધમાન રાગ પોતાને ઉલ્લસિત થાય અને સાંભળનાર અન્ય સાધુઓને પણ તેવો રાગ ઉલ્લસિત થાય. વળી પ્રવર્ધમાન એવા ઉલ્લસિત રાગથી અતિચાર રહિત નિષ્પાપ જીવનનું અત્યંત બહુમાનપૂર્વક સ્મરણ થવાથી દેહના રોમાંચ ખડા થઈ જાય છે અને ચક્ષુ કંઈક હર્ષથી ભીનાશવાળી

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244