________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-કપ
૧૭૭ પ્રતિક્રમણ છે=શ્રાવક દિવસ દરમિયાન સમ્યક્તયુક્ત સ્વીકારાયેલાં વ્રતોની મર્યાદાની સ્મૃતિપૂર્વક સર્વ ઉચિત વ્યવહાર કરે ત્યારે શ્રાવક શુભયોગમાં વર્તે છે. જે શુભયોગના બળથી સતત સર્વવિરતિને અનુકૂળ બળસંચય કરે છે અને સ્વીકારાયેલા સમ્યક્તયુક્ત વ્રતમાં અજ્ઞાનથી કે પ્રમાદથી સ્કૂલના કરે ત્યારે અશુભયોગમાં જાય છે. તે અશુભયોગથી નિંદા-ગઈ દ્વારા શુભયોગમાં પાછા ફરવાની ક્રિયા તે પ્રતિક્રમણની ક્રિયા છે, જેને કહે છે –
પ્રમાદના વશથી સ્વસ્થાનથી જે પરસ્થાનમાં ગયેલો ત્યાં જ ફરી ક્રમણ સ્વસ્થાનમાં ફરી ગમન, પ્રતિક્રમણ કહેવાય છે.” III
અથવા પ્રતિકૂલગમત પ્રતિક્રમણ છે, જેને કહે છે – લાયોપથમિકભાવોથી ઔદાવિકભાવોને વશ થયેલો અને ત્યાં પણ તે જ અર્થ છે=ઔદાયિકભાવોમાંથી ક્ષાયોપથમિકભાવોમાં ગમન કરે તે જ અર્થ. પ્રતિકૂલગમતથી સ્મરણ કરાયેલો છે. અર્થાત્ જિતવચનાનુસાર સમ્યક્તના પરિણામથી યુક્ત શ્રાવક પોતાના વ્રતની મર્યાદાથી ગૃહસ્થ જીવન જીવે છે ત્યારે સંસારના રૌદ્ર સ્વરૂપના જ્ઞાનપૂર્વક સર્વવિરતિની શક્તિનો સંચય થાય તે પ્રકારે સર્વ ઉચિત કાયિક, વાચિક, માનસિક આચરણ કરે છે ત્યારે તેના લાયોપથમિક ભાવના પરિણામરૂપ દેશવિરતિનું પાલન સર્વવિરતિને અનુકૂળ પ્રવર્તે છે. અને જ્યારે મનથી, વચનથી કે કાયાથી ઉપયોગની સ્કૂલના થવાને કારણે વ્રતથી પ્રતિકૂલ ઓદાયિકભાવમાં વર્તે છે ત્યારે તે વ્રત મલિત થાય છે અને ઔદાયિકભાવને પામેલ શ્રાવક, ઔદાયિકભાવનું સ્મરણ કરીને દાયિકભાવથી પ્રતિકૂળ એવા ક્ષાયોપથમિકભાવમાં ફરી આવે છે એવી અંતરંગ ક્રિયા અને તેને ઉપષ્ટભક બાઘક્રિયા પ્રતિક્રમણ કહેવાય છે. , અથવા પ્રતિ પ્રતિક્રમણ પ્રતિક્રમણ છે=સમુખ સન્મુખ ગમત પ્રતિક્રમણ છે અને કહેવાયું છે.
અથવા મોક્ષના ફલને દેનારા શુભયોગોમાં પ્રતિ પ્રતિ વર્તન=સમ્મુખ-સન્મુખ ગમન નિઃશલ્યવાળા યતિનું જે છે તે પ્રતિક્રમણ જાણવું.” અર્થાત્ મુનિ પ્રતિક્ષણ અપ્રમાદથી શુભયોગોમાં યત્ન કરે છે તે મોક્ષના લક્ષ્યની સન્મુખ ગમનની ક્રિયા હોવાથી પ્રતિક્રમણ છે જે પાપના અકરણ સ્વરૂપ છે. અને તે ઉત્સર્ગથી પ્રતિક્રમણ છે. અને તે=પ્રતિક્રમણ, અતીત-અનાગત અને વર્તમાનકાળના ત્રણ વિષયવાળું છે.
નનુ'થી શંકા કરે છે. અતીત વિષયવાળું જ પ્રતિક્રમણ છે. જે કારણથી કહેવાયું છે. “અતીતનું પ્રતિક્રમણ કરું છું. વર્તમાનનું સંવરણ કરું છું, અનાગતનું પચ્ચકખાણ કરું છું.” તે કારણથી કેવી રીતે ત્રિકાલ વિષયતા થાય ?=પ્રતિક્રમણની ત્રિકાલ વિષયતા થાય નહિ. અર્થાત્ અતીત વિષયતા જ થાય, પ્રતિક્રમણની ત્રિકાલ વિષયતા થાય નહિ, તેનો ઉત્તર આપે છે. અહીંશરૂઆવશ્યકમાં કહેવાતા પ્રતિક્રમણમાં, પ્રતિક્રમણ શબ્દ અશુભયોગ નિવૃત્તિ માત્ર અર્થવાળો છે.
મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરું છું તે પ્રમાણે જ અસંયમનું પ્રતિક્રમણ કરું છું. કષાયોનું પ્રતિક્રમણ કરું છું અને અપ્રશસ્તયોગોનું પ્રતિક્રમણ કરું છું.” (આવશ્યકનિર્યુક્તિ-૧૨૬૪)
અને તેથી નિંદા દ્વારા અશુભયોગોની નિવૃત્તિ રૂપ અતીત વિષયવાળું પ્રતિક્રમણ છે. સંવર દ્વારા