Book Title: Dharm Sangraha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 201
________________ ૧૮૪ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ "जइ गमणागमणाई, आलोइअ निंदिऊण गरहित्ता । हा दुट्ठऽम्हेहि कयं, मिच्छादुक्कडमिअ भणित्ता ।।१।। तह काउस्सग्गेणं, तयणुरूवपच्छित्तमणुचरित्ता ण । जं आयहि चिइवंदणाइ णुट्ठिज्ज उवउत्तो ।।२।। दव्वच्चणे पवित्तिं, करेइ जह काउ बज्झतणुसुद्धिं । भावच्चणं तु कुज्जा, तह इरिआए विमलचित्तो ।।३।।" इत्यादियुक्तेश्च पूर्वमीर्यापथिकी प्रतिक्रामति । ટીકાર્ચ - તત્ર ...... પ્રતિક્ષામતિ . અને ત્યાં આવશ્યકતા આરંભમાંeષઆવશ્યકરૂપ પ્રતિક્રમણના આરંભમાં, ચૈત્યવંદનના અધિકારમાં કહેવાયેલા આગમતા વચનના પ્રામાણ્યથી અને નફામUTITUTI ઈત્યાદિ યુક્તથી પૂર્વમાં ઈર્યાપથિકીનું પ્રતિક્રમણ કરે છે. ન મUITIમા'... ઈત્યાદિ ઉદ્ધરણનો અર્થ આ પ્રમાણે છે. “જો ગમનાગમનનું આલોચન કરીને ‘આ દુષ્ટ મારા વડે કરાયું’ એ પ્રમાણે નિંદા કરીને, ગઈ કરીને, મિચ્છામિ દુક્કડમ્ બોલીને અને કાઉસ્સગ્ગથી તેને અનુરૂપ પ્રાયશ્ચિત્તનું અનુસરણ કરીને ઉપયુક્ત એવો સાધુ કે શ્રાવક જે કારણથી આત્માના હિતરૂપ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન કરે. જે પ્રમાણે શરીરની બાહ્યશુદ્ધિ કરીને દ્રવ્ય અર્થનમાં પ્રવૃત્તિ કરે છે=શ્રાવક કરે છે, તે પ્રમાણે ઈર્યાથી=ઈર્યા પ્રતિક્રમણથી, વિમલ ચિત્તવાળો શ્રાવકે ભાવ અર્ચન કરે છે=ભાવસ્તવ કરે.” II૧-૨-all આ રીતે જેમ ચૈત્યવંદન પૂર્વે ઈર્યાપથનું પ્રતિક્રમણ કરાય છે તેમ શ્રાવક પણ પ્રતિક્રમણ કરતા પૂર્વે ઈર્યાપથનું પ્રતિક્રમણ કરે છે. શ્લોક-રમાં ‘' શબ્દ છે ત્યાં ‘' શબ્દ વાક્ય-અલંકારમાં હોવો જોઈએ. ભાવાર્થ આ ઉદ્ધરણના શ્લોકોથી એ પ્રાપ્ત થાય કે આવશ્યકક્રિયાના પ્રારંભમાં શ્રાવક ઉપયોગપૂર્વક ઇરિયાવહિયા સૂત્ર, તસ્ય ઉત્તરી સૂત્રાદિ બોલી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી પ્રગટ લોગસ્સ બોલે છે. તે આખી ક્રિયા ઈર્યા પ્રતિક્રમણની ક્રિયા છે. તેને જ પ્રસ્તુત શ્લોકોમાં બતાવવાથું કહે છે – શ્રાવક ચૈત્યવંદન કરતા પૂર્વે ત્રણ ગુપ્તિમાં જવા અર્થે ગમનાગમનની ક્રિયાનું આલોચન કરે છે. અને પૂર્વમાં જે સંસારની પ્રવૃત્તિઓ કરી છે તે સર્વ પ્રવૃત્તિઓ દુષ્ટ છે તે પ્રકારે નિંદા-ગ કરે છે. અને તેમાં જે પોતાની શક્તિનો વ્યય થયો છે તે સર્વનું મિચ્છામિ દુક્કડમ્ આપે છે. જેથી પૂર્વમાં અગુપ્તિના પરિણામથી જે આરંભ-સમારંભ થયો છે તેની નિવૃત્તિ થાય છે અને ત્યારપછી તસ્સ ઉત્તરી-અન્નત્થ સૂત્ર બોલીને તે પાપની શુદ્ધિ અર્થે=પૂર્વમાં કરાયેલા આરંભ-સમારંભના પાપની શુદ્ધિ અર્થે, તેને અનુરૂપ એક લોગસ્સના કાઉસ્સગ્ગનું અનુસરણ કરે છે. જેથી

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244