Book Title: Dharm Sangraha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 210
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર / બ્લોક-ધૂપ ૧૯૩ “જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તપમાં અને વીર્યમાં આચરણરૂપ આચાર છે, એ પાંચ પ્રકારનો કહેવાયો છે.” III. કર્મનાશને અનુકૂળ શુદ્ધભાવોની નિષ્પત્તિને અર્થે જ્ઞાનાદિ પાંચ વિષયક આચરણા છે એથી પાંચ પ્રકારનો આચાર કહેવાયો છે. કાળ, વિનય, બહુમાન, ઉપધાન, તથા અનિન્દવ, વ્યંજન, અર્થ, તદુભય આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે.” ારા ઉચિત કાળે વિનય અને બહુમાનપૂર્વક તથા ઉચિત તાપૂર્વક જે ગુરુ પાસે અભ્યાસ કર્યો હોય તેનો અપલાપ કર્યા વગર સૂત્ર-અર્થ અને સૂત્ર-અર્થ ઉભય વિષયક શક્તિ અનુસાર ઉચિત આચરણા તે જ્ઞાનાચાર નામનો આચાર છે. “નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિવિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આઠ છે= દર્શનાચાર આઠ પ્રકારનો છે.” li૩ ભગવાનના વચનમાં સંદેહ કર્યા વગર, અન્યદર્શનની આકાંક્ષા કર્યા વગર, સાધુનાં મલિન વસ્ત્રાદિ જોઈને તેના પ્રત્યે જુગુપ્સા કર્યા વગર, સૂક્ષ્મ તત્ત્વને જાણવામાં મૂઢદૃષ્ટિ રહિત થઈને સંસારના સ્વરૂપનું અને મોક્ષના સ્વરૂપનું સૂક્ષ્મબુદ્ધિથી અવલોકન કરવામાં આવે તો દર્શનાચારની શુદ્ધિ થાય છે. વળી, સ્વદર્શનના રાગવાળા શ્રાવકો યોગ્ય જીવોને સન્માર્ગમાં પ્રવર્તતા જોઈને ઉપબૃહણા કરે છે. કોઈકને ભગવાનના શાસનમાં અસ્થિરતા થઈ હોય તો તેને સ્થિર કરે છે. ગુણવાન પ્રત્યે વાત્સલ્યભાવ ધારણ કરે. અને ભગવાનના શાસનમાં પ્રભાવના થાય તે પ્રકારે ઉચિત કૃત્યો કરે તે સર્વ વીતરાગપ્રણીત માર્ગ પ્રત્યે રાગનો અતિશય કરનાર હોવાથી દર્શનાચાર છે. વિવેકી શ્રાવક દિવસ દરમિયાન શક્તિ અનુસાર આઠ પ્રકારના દર્શનાચારનું સ્મરણ કરીને તે પ્રકારે દર્શનશુદ્ધિ માટે યત્ન કરે છે. , “પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓ વડે પ્રણિધાનયોગથી યુક્ત=મન-વચન-કાયાના સંવરભાવને અનુકૂળ દૃઢ પ્રકારના ઉપયોગથી યુક્ત પ્રવૃત્તિ, એ ચારિત્રાચાર આઠ પ્રકારનો જાણવો.” Inકા શ્રાવક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળા મુનિ કઈ રીતે મોહની સામે સુભટની જેમ લડે છે અને કષાયોને ક્ષીણ-ક્ષીણતર કરે છે, કઈ રીતે કંટક આકીર્ણ ભૂમિમાં ગમનની જેમ કાયચેષ્ટા કરીને પકાયના પાલનનો પરિણામ ધારણ કરે છે અને તે પરિણામને અનુકૂળ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલનમાં યત્ન કરે છે તેનું સ્મરણ કરીને પોતાનામાં પણ તેને અનુરૂપ શક્તિ સંચય થાય તે રીતે ગૃહસ્થના સર્વ આચારો પાળે છે તે ચારિત્રાચારનું પાલન છે. અને પાંચ સમિતિ - ત્રણ ગુપ્તિને આશ્રયીને ચારિત્રાચાર આઠ પ્રકારનો છે. તેથી શ્રાવક પણ સ્વભૂમિકાનુસાર ત્રણ ગુપ્તિઓ અને અન્ય પ્રવૃત્તિકાળમાં પાંચ સમિતિનું જે સમ્યફ પાલન કરે તે દેશથી ચારિત્રાચાર છે. “કુશીલ એવા ભગવાન વડે જોવાયેલ અત્યંતર સહિત બાહ્ય બાર પ્રકારના તપના વિષયમાં અગ્લાન અને અનાશંસ ભાવવાળો તે તપાચાર જાણવો.” પિતા . “અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા બાહ્યતા છે.” is

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244