________________
૧૫
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬પ અને કાયાનું પડિલેહણ કરે છે. જેથી મુખવસ્ત્રિકા પર કે પોતાની કાયા પર રહેલા કોઈ જીવની સૂક્ષ્મ પણ વિરાધના ન થાય તેવો દયાળુ ભાવ, શ્રાવક મુહપત્તિના પડિલેહણથી પ્રગટ કરે છે. ત્યારપછી પોતે જે અતિચારનું સ્મરણ કર્યું છે તે જ, ગુરુની આગળ પોતે નિવેદન કરે છે તે પ્રકારના ઉપયોગપૂર્વક અતિચારના આલોચનના સૂત્રને બોલવા અર્થે શું કરે છે ? તે બતાવે છે – ટીકા :
ततश्च सम्यगवनताङ्गः पूर्वं कायोत्सर्गे स्वमनोऽवधारितान् दैवसिकातीचारान् ‘इच्छाकारेण संदिसह भगवन् ? देवसिअं आलोएमि' इत्यादि सूत्रं चारित्रविशुद्धिहेतुकमुच्चरन् श्रीगुरुसमक्षमालोचयेत् । एवं दैवसिकातीचारालोचनानन्तरं मनोवचनकायसकलातीचारसंग्राहकं 'सव्वस्सवि देवसिय' इत्यादि पठेत् ‘इच्छाकारेण संदिसह भगवन्!' इत्यनेनानन्तरालोचितातीचारप्रायश्चित्तं च मार्गयेत्, गुरवश्च 'पडिक्कमह' इति प्रतिक्रमणरूपं दशविधप्रायश्चित्ते द्वितीयं प्रायश्चित्तमपदिशन्ति, तच्च मिथ्यादुष्कृतादिरूपम्, उक्तं च
“पडिकमणं १ पडियरणा २ पडिहरणा ३ वारणा ४ निअत्ती ५ य । निंदा ६ गरहा ७ सोही ८ पडिक्कमह अट्ठहा होइ ।।१।।" ટીકાર્ય :
તાક્ય ..... દોઃ ” અને ત્યારપછી=અતિચારના આલોચન કરવાના પ્રયોજનથી ગુરુને વંદન કર્યું ત્યારપછી, સમ્યમ્ નમેલા અંગવાળો શ્રાવક પૂર્વમાં કાયોત્સર્ગકાળમાં સ્વ-મનમાં અવધારણ કરાયેલા દિવસ સંબંધી અતિચારોને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅં આલોએમિ' ઇત્યાદિ સૂત્રને ચારિત્ર વિશુદ્ધિ હેતુક ઉચ્ચરતો શ્રી ગુરુ સમક્ષ આલોચના કરે છે. આ રીતે આલોચના સૂત્ર દ્વારા અતિચારોનું આલોચન કર્યું એ રીતે, દેવસિક અતિચારના આલોચન પછી મન-વચન-કાયાના સકલ અતિચારોનું સંગ્રાહક ‘સબસ્સવિ દેવસિય' ઇત્યાદિ સૂત્ર બોલે છે. ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!' એ કથન દ્વારા અનંતર આલોચિત અતિચારનું પ્રાયશ્ચિત્ત માંગે છે. અને ગુરુ પડિક્કમહ' એ પ્રમાણે=પડિક્કમ એ શબ્દ દ્વારા, પ્રતિક્રમણરૂપ દસ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં બીજું પ્રાયશ્ચિત્ત આપે છે. અને એકબીજા પ્રકારનું પ્રાયશ્ચિત્ત, મિથ્યાદુષ્કત આદિ રૂપ છે.
શ્રાવક મુહપત્તિનું પડિલેહણ કરીને વાંદણાં આપીને સ્થાપના દ્વારા ઉપસ્થિત કરાયેલા ભાવાચાર્ય સમક્ષ આલોચના માટે આદેશ માંગીને જે ઇચ્છામિ પડિક્કમિઉં સૂત્ર બોલે છે, તે સૂત્ર દ્વારા પોતાને મનમાં સ્મરણ થયેલા અતિચારો જાણે ગુરુને કહીને કહે છે કે આ મારી સર્વ સ્કૂલનાઓ ઉસૂત્રરૂપ છે, ઉન્માર્ગરૂપ છે, અકલ્પરૂપ છે અને તે પ્રકારે ગુરુને પોતાની અલના ઉત્સુત્રાદિરૂપ છે તેમ બતાવ્યા પછી તે આલોચના સૂત્ર દ્વારા થયેલા તે સર્વ પાપના મિથ્યાદુકૃતને આપે છે. અર્થાત્ મારું તે સર્વ દુષ્કત મિથ્યા થાઓ. તે વખતે સાક્ષાત્ ભાવાચાર્ય સન્મુખ આલોચના પોતે કહી છે. અને તે સર્વ આલોચના ઉત્સુત્રાદિરૂપ છે તેમ પોતે