________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૫
૧૮૩
લોગસ્સ સુત્ર બોલાય છે ત્યારે ત્યારે ચોવીશ તીર્થકરોનું નામ કીર્તન કરાય છે. તેના દ્વારા વીતરાગ પ્રત્યેના સુવિશુદ્ધ રાગની વૃદ્ધિ થાય છે જેનાથી દર્શનાચારની શુદ્ધિ થાય છે. વળી, પ્રતિક્રમણની ક્રિયામાં જ્યારે
જ્યારે વાંદણાની ક્રિયા આવે છે ત્યારે ત્યારે નિર્મળકોટિના જ્ઞાનાદિ આચારવાળા ભાવાચાર્યને વંદન કરાય છે. તેથી પોતાનામાં જ્ઞાનાદિ આચારોની શુદ્ધિ થાય છે. વળી પ્રતિક્રમણની ક્રિયામાં જે આલોચનાનાં સૂત્રો આવે છે અને જે વંદિત્તા સ્વરૂપ પ્રતિક્રમણ સૂત્ર આવે છે તે સર્વ દ્વારા પ્રમાદવશ દિવસ દરમિયાન થયેલા પંચાચારના અતિચારોની શુદ્ધિ કરાય છે. વળી પ્રતિક્રમણની ક્રિયા દરમિયાન આલોચના સૂત્ર અને વંદિત્તારૂપ પ્રતિક્રમણ સૂત્ર બોલીને શ્રાવક દિવસ દરમિયાન થયેલા પંચાચારના અતિચારોની શુદ્ધિ કરવા યત્ન કરે છે છતાં ઉપયોગની મંદતાને કારણે આલોચનથી અનાલોચિત અને પ્રતિક્રમણથી અપ્રતિક્રાંત એવા અતિચારોની કાયોત્સર્ગથી શુદ્ધિ કરે છે. અર્થાત્ દૃઢ ઉપયોગપૂર્વક આલોચના કરવાથી દિવસ દરમિયાન પંચાચારના પાલનમાં થયેલા અતિચારો પ્રત્યે શ્રાવકને તીવ્ર જુગુપ્સા થાય છે. જેથી તે આલોચનાથી જ પ્રમાદથી થયેલા તે અતિચારોની શુદ્ધિ થાય છે છતાં આલોચનાકાળમાં પ્રમાદની સ્કૂલનાને દૂર કરવાને અનુકૂળ દઢ વ્યાપાર ક્યાંક મંદ થયો હોય તો કેટલાક અતિચારોનું આલોચન શબ્દ માત્રથી થાય છે. પરંતુ તે અતિચારોનો નાશ થાય તેવો વિશુદ્ધ અધ્યવસાય ઉલ્લસિત થતો નથી. તેવા અતિચારો “અનાલોચિત કહેવાય છે. તેની શુદ્ધિ પ્રતિક્રમણસૂત્રમાં વર્તતા પ્રવર્ધમાન ઉપયોગ દ્વારા થાય છે છતાં પ્રતિક્રમણ સૂત્ર બોલતી વખતે પણ કોઈક અતિચારોનો નાશ તે પ્રવર્ધમાન ઉપયોગથી ન થઈ શકે અર્થાત્ તે ઉપયોગ એટલો પ્રકર્ષવાળો ન હોય તો તે અતિચારોની શુદ્ધિ થાય નહિ, તેથી તે અતિચારો પ્રતિક્રમણ સૂત્રથી અપ્રતિક્રાંત કહેવાય છે. અને તેવા અપ્રતિક્રાંત અતિચારોની શુદ્ધિ કાયોત્સર્ગથી કરાય છે. જે શ્રાવક પંચાચારની મર્યાદાને યથાર્થ જાણીને પ્રતિદિવસ શક્તિને ગોપવ્યા વગર પંચાચાર સેવતા હોય અને પંચાચારમાં થયેલા પ્રમાદકૃત અતિચારને સ્મૃતિમાં રાખીને પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ કરતા હોય તો તે અતિચારોની શુદ્ધિ તે પ્રતિક્રમણની અને કાયોત્સર્ગની ક્રિયાથી અવશ્ય થાય છે. વળી, તપાચારની શુદ્ધિ પ્રત્યાખ્યાન આવશ્યકથી થાય છે. અર્થાત્ સવાર-સાંજના પ્રતિક્રમણમાં જે શ્રાવક શક્તિ અનુસાર પચ્ચખ્ખાણ કરે છે તે વખતે તપ પ્રત્યેના પ્રવર્ધમાન રાગપૂર્વક ગ્રહણ કરાયેલા પચ્ચખ્ખાણનું સુવિશુદ્ધ પાલન કરવા યત્ન કરે છે. અને સદા ભાવન કરે છે કે શક્તિ અનુસાર સેવાયેલો બાર પ્રકારનો તપ નિર્જરા દ્વારા મોક્ષનું કારણ છે માટે તે બાર પ્રકારના તપ પ્રત્યે પ્રવર્ધમાન રાગથી યુક્ત સાંજના અને સવારના પ્રતિક્રમણમાં શક્તિ અનુસાર પચ્ચખાણ કરે છે. જેનાથી તપાચારની શુદ્ધિ થાય છે. વળી સવાર-સાંજના પ્રતિક્રમણમાં સામાયિકાદિ જે છ આવશ્યક છે તે છે આવશ્યકો અંતરંગ ઉપયોગ અને બહિરંગ ક્રિયાથી સુવિશુદ્ધ કરવા જે શ્રાવક યત્ન કરે છે તેનાથી વીર્યાચારની શુદ્ધિ થાય છે; કેમ કે શ્રાવકે શક્તિ અનુસાર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં વીર્ય પ્રવર્તાવવું જોઈએ અને જે શ્રાવક ઉપયોગપૂર્વક ષડૂઆવશ્યકની ક્રિયા કરે છે તેઓનું સદ્ગીય જ્ઞાનાદિ ચાર આચાર વિષયક અપ્રમાદથી પ્રવર્તે તેવી વીર્યાચારની શુદ્ધિને પ્રાપ્ત કરે છે. ટીકા -
तत्र चावश्यकारम्भे चैत्यवन्दनाधिकारोक्तागमवचनप्रामाण्यात्,