________________
૧૯૦
ધર્મસંગ્રહ ભાગ-૫દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ આથી ચારિત્ર કેવલજ્ઞાનથી અધિક કહેવાયું છે. તે કારણથી તે પ્રાપ્ત થયે છતે કેવલજ્ઞાન પ્રાપ્ત થયે છતે, તેને પ્રાપ્ત કરવા માટે ચારિત્રને પ્રાપ્ત કરવા માટે બુદ્ધિજનો દોડે છે.” mail
એ હેતુથી જ્ઞાનાદિમાં ચારિત્ર ગરિષ્ઠ છે એમ પૂર્વમાં યુક્તિથી અને શાસ્ત્રવચનથી સ્થાપિત કર્યું એ હેતુથી, આદિમાં=પ્રતિક્રમણના બીજ “સબસવિ સૂત્રથી પ્રતિક્રમણનું સ્થાપન કર્યા પછી આદિમાં, ચારિત્રાચારની વિશુદ્ધિ માટે કરેમિ ભંતે સામાઈ ઇત્યાદિસૂત્ર ત્રય બોલીને દ્રવ્યથી શરીર વડે અને ભાવથી શુદ્ધ પરિણામ વડે ‘ઉચ્છિત-ઉચ્છિત વસ્થમાણ લક્ષણ કાયોત્સર્ગને કરે.
અર્થાતુ પ્રતિક્રમણ કરનાર શ્રાવક ચારિત્રની શુદ્ધિ અર્થે પ્રથમ કરેમિ ભંતે' સૂત્ર બોલે છે. જેના બળથી સ્વીકારેલા સામાયિકનો પરિણામ અત્યંત સ્થિર થાય છે અને સામાયિકના પરિણામ દ્વારા જ કરાયેલી ક્રિયા પાપની શુદ્ધિનું કારણ બને છે અને સામાયિકના પરિણામથી રહિત સૂત્રોનું સર્વ આલોચન નિષ્ફળ જાય છે. તેથી વિવેકી શ્રાવકે “કરેમિ ભંતે' સૂત્ર દ્વારા નિષ્પાદિત સામાયિકના પરિણામને સ્થિર કરીને બોલાતા સૂત્રના અર્થમાં દઢ ઉપયોગ દ્વારા સામાયિકના પરિણામને ઉલ્લસિત કરવો જોઈએ. ત્યારપછી “ઇચ્છામિ ઠામિ' આદિ આલોચના સૂત્ર દ્વારા સંક્ષેપથી અતિચારોનું આલોચન કરાય છે. ત્યારપછી અન્નત્થ આદિ સૂત્ર દ્વારા આગારપૂર્વક કાયોત્સર્ગ કરવાનું પ્રણિધાન કરાય છે. તે વખતે શ્રાવક દ્રવ્યથી શરીર દ્વારા ઊભા થઈને કરેમિ ભંતે' આદિ સૂત્ર બોલે છે. જેના બળથી અંતરંગભાવથી શુદ્ધ પરિણામ ઉલ્લસિત થાય છે. તેથી શુદ્ધ પરિણામને ઉલ્લસિત કરવાના ઉપયોગપૂર્વક શ્રાવક ઊભા-ઊભા જ આગળમાં કહેવાય છે એ લક્ષણવાળો કાઉસ્સગ્ન કરે છે.
અને સાધુ કાયોત્સર્ગમાં સવારની પ્રતિલેખના આદિથી માંડીને દિવસના અતિચારોનું ચિંતન કરે છે સવારનું પ્રતિક્રમણ કર્યા પછી જે પડિલેહણની વિધિ કહી ત્યારથી માંડીને દિવસ દરમિયાન થયેલા પંચાચારના પાલનમાં સ્કૂલનાચ અતિચારોનું ચિંતવન કરે છે. જે કારણથી કહ્યું છે –
પ્રભાતિક પ્રતિક્રમણ અનંતર મુહપત્તિ પ્રમુખ કાર્યોના વિષયમાં=સવારનું પ્રતિક્રમણ કર્યા પછી મુહપત્તિનું પડિલેહણ કર્યું ત્યારથી માંડીને વર્તમાનના કાયોત્સર્ગના પ્રારંભના કાળ સુધી જે જે કૃત્યો કર્યા છે તે સર્વ કૃત્યના વિષયમાં, થયેલા અતિચારોને ત્યાં સુધી ચિતન કરે જ્યાં સુધી આ કાયોત્સર્ગ છે.” (યતિદિનચર્યા-૩૩૦)
અને મનથી ‘સયણાસણે' ઇત્યાદિ ગાથાના ચિતવતથી સંપ્રધારણ કરે= સયણાસણે ગાથાના ચિંતવનથી શયન-આસન આદિ વિષયક જે પ્રમાદજવ્ય ખૂલતાઓ થઈ હોય તે સર્વને મનથી સ્મૃતિમાં લાવે. વળી, શ્રાવક નારંમિ દંસણૂમિ' ઈત્યાદિ ગાથાષ્ટકનું ચિંતવન કરે. ભાવાર્થ :
શ્રાવક “નાણંમિ દંસણૂમિ' ઇત્યાદિ ગાથાષ્ટકના ચિંતવનથી દિવસ દરમિયાન પંચાચારના પાલનમાં થયેલા અતિચારોનું ચિંતવન કરે છે. આથી જ પ્રસ્તુત કાઉસ્સગ્ગ અનિયત કાલમાનવાળો છે. અન્ય કાઉસ્સગ્ગની જેમ નિયત શ્વાસોચ્છવાસ પ્રમાણવાળો નથી. માટે આગળમાં કહેવાય છે એ નારંમિની આઠ ગાથા બોલીને શ્રાવકે પોતાની શક્તિને ગોપવ્યા વગર અપ્રમાદથી દિવસ દરમિયાન પાંચ આચારો પોતે