________________
૧૮૨
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ १, चतुर्विंशतिस्तवेन दर्शनाचारस्य २, वन्दनकेन ज्ञानाद्याचाराणां ३, प्रतिक्रमणेन तेषामतिचारापनयनरूपा ४, प्रतिक्रमणेनाशुद्धानां तदतिचाराणां कायोत्सर्गेण ५, तपआचारस्य प्रत्याख्यानेन ६, वीर्याचारस्यैभिः सर्वैरपीति । यतश्चतुःशरणप्रकीर्णके -
"चारित्तस्स विसोही, कीरइ सामाइएण किरइहयं" [गा. ४] इत्यादिगाथाः प्रसिद्धाः । ટીકાર્ય :
પન્થીવારાશ્ય ..... પ્રસિદ્ધા: I અને પંચાચાર જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર છે. ત્યાં=પંચાચારમાં, સામાયિકથી ચારિત્રાચારની શુદ્ધિ કરાય છે. ચવિંશતિ સ્તવથી દર્શનાચારની શુદ્ધિ કરાય છે. વંદનક દ્વારા જ્ઞાનાદિ આચારોની શુદ્ધિ કરાય છે. પ્રતિક્રમણ દ્વારા તેઓના=પંચાચારના અતિચારોની પ્રાપ્તિરૂપ દોષોની, શુદ્ધિ કરાય છે. પ્રતિક્રમણ દ્વારા અશુદ્ધ એવા તે તે અતિચારોનું પ્રતિક્રમણ દ્વારા કંઈક શુદ્ધિ થવા છતાં જે અતિચારોની શુદ્ધિ થઈ નથી તે અતિચારોની કાયોત્સર્ગ દ્વારા શુદ્ધિ કરાય છે. તપાચારની પ્રત્યાખ્યાનથી શુદ્ધિ કરાય છે. અને વીર્યાચારની શુદ્ધિ આ સર્વ વડે પણ=છ આવશ્યક વડે પણ, કરાય છે–પ્રતિક્રમણના છ આવશ્યક દ્વારા વીર્યાચારની શુદ્ધિ કરાય છે. જે કારણથી ચતુદશરણ પ્રકીર્ણકમાં કહેવાયું છે.
“ચારિત્રની વિશોધિ સામાયિકથી કરાય છે.” (ગા. ૪) ઈત્યાદિ ગાથા પ્રસિદ્ધ છે. ભાવાર્થ :
પ્રતિક્રમણની ક્રિયા પંચાચારની શુદ્ધિ માટે કરાય છે અને પાંચ આચારો એ વીતરાગતાને અનુકૂળ સર્વીર્યના પ્રવર્તનરૂપ છે. તેથી સાધુ કે શ્રાવક દિવસ દરમિયાન સ્વશક્તિ અનુસાર અવશ્ય નવું-નવું શ્રુત ભણે. જિનવચન જ સર્વ કલ્યાણનું એક કારણ છે. તે પ્રકારે સ્થિર બુદ્ધિ કરવાર્થે તેને અનુરૂપ સર્વ ઉચિત આચારો પાળે. શક્તિ અનુસાર સર્વવિરતિનું કારણ બને તે રીતે દેશવિરતિનું અધિક અધિક સંવરણ કરે. અર્થાત્ જે દેશવિરર્તિનું શ્રાવક પાલન કરે છે તે સર્વવિરતિનું કારણ બને તદર્થે સૂક્ષ્મ બુદ્ધિથી સાધુધર્મના પરિણામને ઉપસ્થિત કરીને તેનાથી આત્માને વાસિત કરે. વળી, સાધુ સુભટની જેમ મોહના નાશ માટે પ્રતિક્ષણ યત્ન કરે છે અને સર્વ કાયિક ચેષ્ટા કંટક આકીર્ણ ભૂમિમાં ગમનની જેમ કરે છે તેવા સુસાધુના સ્વરૂપથી ચિત્તને વાસિત કરે અને તેવો સંવરભાવ પોતાને કેમ શીધ્ર પ્રાપ્ત થાય તે પ્રકારે અવસર-અવસરે અંતરંગ યત્ન કરે તે દેશવિરતિનું અધિક અધિક સંવરણ છે. અને સ્વશક્તિ અનુસાર બાર પ્રકારના તપમાં યત્ન કરે. આ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની સર્વ ક્રિયાઓ શક્તિને ગોપવ્યા વગર કરે તે વીર્યાચારરૂપ છે. અને આ પંચાચારનું પાલન સમ્યફ કરીને શ્રાવક પ્રતિદિન સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. વળી, પઆવશ્યકમય સવાર-સાંજનું પ્રતિક્રમણ કરે છે ત્યારે સામાયિક કરે છે. તેના દ્વારા સંસારના સર્વભાવોથી મન-વચન-કાયાને ગુપ્ત કરીને જિનવચનથી આત્માને વાસિત કરે છે. જેથી પોતાનામાં વિદ્યમાન સંવરભાવ વિશુદ્ધ-વિશુદ્ધતર થાય છે જે ચારિત્રાચારની વિશુદ્ધિરૂપ છે. વળી, પ્રતિક્રમણના ક્રિયાકાળમાં જ્યારે જ્યારે