________________
૧૮૦
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬પ પ્રતિક્રમણ કરવું જોઈએ. મધ્યમ તીર્થંકરોના તીર્થોમાં અને મહાવિદેહોમાં અધુવ પ્રતિક્રમણ છે=અતિચારરૂપ કારણ થયે છતે પ્રતિક્રમણ છે, જેને કહે છે –
પ્રથમ અને ચરમજિનનો સપ્રતિક્રમણ ધર્મ છે–પ્રતિક્રમણ સહિત દેશવિરતિ કે સર્વવિરતિનો ધર્મ છે. મધ્યમ જિનોનો ધર્મ, કારણ થયે છતે અતિચાર થયે છતે, પ્રતિક્રમણ છે.” (કલ્પ પંચા. ૩૨)
અને પ્રતિક્રમણ વિધિ આ પ્રમાણે પ્રતિક્રમણહેતુ ગર્ભ આદિમાં કહેવાઈ છે.
“સાધુ વડે શ્રાવક વડે પણ અનુયોગદ્વારગત તદપિતકરણ' એ પ્રકારના પદના કરણો તત્સાધકતમ દેહ, રજોહરણ, મુખવસ્ત્રિકા આદિ તે જ આવશ્યકમાં યથોચિત વ્યાપારનિયોગ દ્વારા અર્પિત છે=નિયોજન કરાયેલાં છે. જેના વડે તે તઅતિકરણ છે=સમ્યફ યથાવસ્થાનત્યસ્ત ઉપકરણવાળો સાધુ કે શ્રાવક છે.”
એ પ્રકારનો અર્થ વૃત્તિમાં છે=સાધુએ કે શ્રાવકે પ્રતિક્રમણ કરતી વખતે પ્રતિક્રમણના અંગભૂત દેહ, રજોહરણ-મુખવસ્ત્રિકાદિ સર્વ ઉપકરણો જે પ્રકારે પ્રતિક્રમણની ક્રિયામાં વ્યાપત કરવાની ભગવાનની અનુજ્ઞા છે તે પ્રમાણે વ્યાપારવાળા કરે છે તે સાધુ કે શ્રાવક પ્રતિક્રમણને અનુકૂળ અર્પિત કરણવાળા છે અને જેઓ પ્રતિક્રમણની ક્રિયાકાળમાં તે તે અનુષ્ઠાનમાં દેહ-રજોહરણાદિ ઉપકરણોને જે પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રમાણે પ્રવર્તાવતા નથી તેઓ પ્રતિક્રમણને અનુકૂળ ‘અર્પિત કરણવાળા નથી તે પ્રકારનો અર્થ છે.
જે સાધુ કે શ્રાવક મુહપત્તિનું પડિલેહણ કર્યા વગર વંદન આપે છે. તેને તો તેનાથી મુહપત્તિનું પડિલેહણ કર્યા વગર વંદનની ક્રિયા કરવાથી ગુરુ, પ્રાયશ્ચિત્ત આવે છે એ પ્રમાણે વ્યવહાર સૂત્ર છે.
“પૌષધશાળામાં સ્થાપનાચાર્યને સ્થાપીને મુહપત્તિનું પ્રમાર્જન કરીને ત્યારપછી સીદ સિહ નામનો શ્રાવક, પૌષધ ગ્રહણ કરે છે એ પ્રમાણે વ્યવહારચૂલિકામાં છે.
“પ્રાવરણને મૂકીને=ઉપરના ખેસને મૂકીને, ખુલ્લા દેહથી મુહપત્તિને ગ્રહણ કરીને વસ્ત્ર-કાયાની વિશુદ્ધિથી પૌષધાદિ કરે.” અને એ પ્રમાણે વ્યવહારચૂણિ છે.
એ વગેરે ગ્રંથના પ્રામાણ્યથી પૂર્વમાં બતાવેલા ગ્રંથના પ્રામાણ્યથી, મુખવસ્ત્રિકા, રજોહરણાદિ યુક્ત એવા શ્રાવકે દ્વિસંધ્ય સવાર-સાંજ, પ્રમાજિતાદિ સ્થાનમાં અને સાક્ષીક સહિત અનુષ્ઠાન અત્યંત દૃઢ થાય છે.એથી ગુસાણીક પ્રતિક્રમણ કરવું જોઈએ એમ અવય છે અને તેના અભાવમાં ગુરુના અભાવમાં, નમસ્કારપૂર્વક સ્થાપતાચાર્ય સ્થાપીને પંચાચારની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું જોઈએ.
જ ટીકામાં ‘નાતુ તમાડપિ' એટલો પાઠ અધિક ભાસે છે એથી તેને છોડીને અર્થ કરેલ છે. અહીં કોઈક કહે છે – “ગરના વિરહમાં, ગુરના ઉપદર્શન માટે સ્થાપના છે. જેમ જિનના વિરહમાં જિનબિંબની સેવા અને આમંત્રણ સફલ છે.” II૧II
ઈત્યાદિ વિશેષ આવશ્યકતા વચનના પ્રમાણથી યતિના સામાયિકના પ્રસ્તાવમાં ‘ભદંત’ શબ્દની વ્યાખ્યા કરતાં ભાષ્યકારશ્રી વડે સાધુને આશ્રયીને સ્થાપનાચાર્યનું સ્થાપન કહેવાયું છે. શ્રાવકને