________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫
૧૮૭
છે=પ્રથમ ગાથા પછીના શેષ પુખરવર-દીવઢે સૂત્ર અને ‘સુઅસ્સે ભગવઓ' આદિ સૂત્રો બોલીને એક નવકારના કાઉસ્સગ્નપૂર્વક શ્રુતજ્ઞાનની સ્તુતિ બોલીને શ્રુતજ્ઞાનને વંદન કરાય છે. આઠમા અધિકારમાં સર્વ સિદ્ધોની સ્તુતિ કરાય છે=સિદ્ધાણં-બુદ્ધાણં' સૂત્રની પ્રથમ ગાથાથી સર્વ સિદ્ધોની સ્તુતિ આઠમાં અધિકારમાં કરાય છે.” iારા
“નવમા અધિકારમાં તીર્થના અધિપતિ વીર ભગવાનની સ્તુતિ કરાય છે= સિદ્ધાણં-બુદ્ધાણં'ની બીજી અને ત્રીજી ગાથા દ્વારા વીર ભગવાનની સ્તુતિ નવમા અધિકારમાં કરાય છે. દસમા અધિકારમાં ઉજ્જયંત પર્વત પર રહેલા તેમનાથ ભગવાનની સ્તુતિ કરાય છે= સિદ્ધાણં-બુદ્ધાણં' સૂત્રની ચોથી ગાથા દ્વારા ઉજ્જયંત પર્વત પર રહેલા એમનાથ ભગવાનની સ્તુતિ દસમા અધિકારમાં કરાય છે. અગિયારમા અધિકારમાં અષ્ટાપદ પર રહેલા ચોવીશ તીર્થકરોની સ્તુતિ કરાય છે='સિદ્ધાણં-બુદ્ધાણં' સૂત્રની છેલ્લી ગાથા દ્વારા અષ્ટાપદ પર રહેલા ૨૪ તીર્થકરોની સ્તુતિ કરાય છે. ચરમ એવા બારમા અધિકારમાં સમ્યગ્દષ્ટિ દેવતાઓનું સ્મરણ કરાય છે.” li૩il.
૧. નમુનમુત્થણ, ૨. જે અઈએ=જે અઈઆ સિદ્ધ ૩. અરિહં અરિહંત ચેઈઆણં, ૪. લોગ=લોગસ્સ, ૫. સબ્બ=સવ્વલોએ અરિહંત ચેઈઆણં... ૬. પુખપુખરવર દીવઢે, ૭. તમતમતિમિર, ૮. સિદ્ધ=સિદ્ધાણંબુદ્ધાણં, ૯. જો દેવા=જો દેવાણ વિ દેવો, ૧૦. ઉજ્જિ=‘ઉજ્જિત સેલ સિહરે', ૧૧. ચત્તા ચત્તાટિ અઠ દસ દોય, ૧૨. વૈયાવચ્ચ=વેયાવચ્ચ ગરાણ અધિકારનાં પ્રથમ પદો છે=બાર અધિકારનાં ક્રમસર પ્રથમ પદો છે.” (ચૈત્યવંદન ભાગ-૪૩-૪૫).
એ પ્રમાણે ચૈત્યવંદન ભાષ્યની ગાથામાં કહેવાયેલા બાર અધિકારોથી પૂર્વોક્ત વિધિ દ્વારા દેવોને વંદન કરીને ચાર આદિ ખમાસમણાં વડે શ્રી ગુરુને વંદન કરે છે='ભગવાન' આદિ ચાર પદો દ્વારા ગુરુને વંદન કરે છે. દિ=જે કારણથી, લોકમાં પણ રાજાના અને પ્રધાન આદિના બહુમાનાદિથી સ્વસમીહિત કાર્યની સિદ્ધિ થાય છે. અહીંચૈત્યવંદનની ક્રિયામાં, રાજા સ્થાનીય તીર્થકરો છે. પ્રધાનાદિ સ્થાનીય આચાર્ય આદિ છે. તેથી પ્રથમ તીર્થકરીને વંદન કરીને ત્યારપછી ગુરુઓને વંદન કરાય છે. વળી શ્રાવક ત્યારપછી ‘સર્વ શ્રાવકોને વાંદું છું એ પ્રમાણે બોલે છે. ત્યારપછી ચારિત્રાચાર આદિની શુદ્ધિ કરવાની ઇચ્છાવાળો તેની સિદ્ધિની અભિલાષા કરતો=ચારિત્રાચારની શુદ્ધિની સિદ્ધિની અભિલાષા કરતો, ચારિત્રાચારાદિના આરાધકોને સમ્યફ પ્રણિપાત કરીએ=ચૈત્યવંદન, ગુરુવંદન અને શ્રાવકોને વંદન કરવા દ્વારા ચારિત્રાચારાદિના આરાધકોને સમ્યફ વંદન કરીને, અતિચારના ભારથી ભારિત થયેલાની જેમ નમેલી કાયાવાળો ભૂમિ પર સ્થાપન કરેલા મસ્તકવાળો સકલ અતિચારના બીજ “સબસવિ દેવસિએ' ઇત્યાદિ સૂત્ર બોલીને મિથ્યાદુક્ત આપે છે. અને આ= સબસવિ દેવસિ' સૂત્ર સકલ પ્રતિક્રમણના બીજરૂપ જાણવું. ભાવાર્થ :
પ્રતિક્રમણની ક્રિયા પાપની શુદ્ધિની ક્રિયારૂપ છે. અને “સબ્બસવિ' સૂત્ર દ્વારા સર્કલ પાપની શુદ્ધિ સંક્ષેપથી કરાય છે. તેથી આગળમાં જે પ્રતિક્રમણ કરાશે તેના બીજરૂપ આ સૂત્ર છે. અને જે શ્રાવક દઢ પ્રણિધાનપૂર્વક અરિહંતોને નમસ્કાર કરીને અને ગુરુઓને નમસ્કાર કરીને, તેમના ગુણોથી રંજિત ચિત્તવાળા થયા છે અને પાપની શુદ્ધિના અર્થી છે તેથી જ પાપની શુદ્ધિ અર્થે નમેલી કાયાપૂર્વક ‘સબસવિ' સૂત્ર બોલે છે. ત્યારે તે