________________
૧૮૧
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬પ આશ્રયીને નહિ. એથી તેઓને શ્રાવકોને, સ્થાપનાનો અધિકાર ક્યાંથી હોય ? એ પ્રકારે “નનુ'થી શંકા કરનાર કોઈક કહે છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું. ભદંત' શબ્દને કહેતા તેઓએ= શ્રાવકોને, સ્થાપનાચાર્યનું સ્થાપન યુક્ત જ છે. અન્યથા=જો શ્રાવકોને, સ્થાપનાચાર્યનું સ્થાપન યુક્ત જ ન હોય તો ભદંત’ શબ્દનું કથન=સામાયિકસૂત્રમાં બોલાતા, ભદંત શબ્દનું કથન વ્યર્થ જ થાય અને જો સ્થાપનાચાર્યની સ્થાપના વગર વંદનાદિ અનુષ્ઠાન કરાય છે. તો વંદનકનિર્યુક્તિમાં “આત્મપ્રમાણથી મિત=પોતાના દેહતા પ્રમાણથી મપાયેલ, ચારે દિશામાં ગુરુનો અવગ્રહ હોય છે." એ અક્ષરો વડે ગુરુના અવગ્રહનું પ્રમાણ કહેવાયું છે તે કેવી રીતે ઘટે ? અર્થાત્ ઘટે નહિ. ગુરુના અભાવમાં ગુરુગત અવગ્રહનું પ્રમાણ ઘટમાન થાય નહિ જ; કેમ કે ગામના અભાવમાં તેની સીમાનું અવ્યવસ્થાન છે. તેમ ગુરુના અભાવમાં ગુરુના અવગ્રહનું અવ્યવસ્થાન છે. અને ત્યાં જ=વંદનકનિર્યુક્તિમાં જ, “ચાર શીર્ષ ચાર વખત શીર્ષકમત, તિગુત્તeત્રણ ગુપ્તિથી ગુપ્ત, બે પ્રવેશ એક નિષ્ક્રમણ (ગુરુવંદન ભાષ-૧૯) ઈત્યાદિ જે બીજું કહેવાયું છે તે પણ યુક્ત થાય નહિ, જે કારણથી ચાર વખત શીર્ષકમનપણું, વંદનને આપનાર એવા શ્રાવક અને તત્વતીચ્છક=વંદન લેનાર, એવા ગુરુનો સભાવ હોતે છતે થાય છે. વળી, સાક્ષાત્ ગુરુના અભાવમાં અને સ્થાપનાચાર્યના અનન્યુપગમમાં આ રીતે= વંદતકનિર્યુક્તિમાં કહ્યું એ રીતે, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણ પણ દુરાપાત જ થાય=અસંગત જ થાય; કેમ કે અવધિભૂત એવા ગુરુનો=પ્રવેશ અને નિષ્ક્રમણના અવધિભૂત એવા ગુરુનો અથવા સ્થાપનાચાર્યનો અભાવ છે. અને હદયમાં જ ગુરુ છે એમ ન કહેવું; કેમ કે તે પ્રમાણે હોતે છતે હદયમાં ગુરુ હોતે છતે, પ્રવેશ-નિષ્ક્રમણનું ગુરુના અવગ્રહમાં પ્રવેશ અને અવગ્રહથી નિર્ગમનનું અવિષયપણું છે. તે કારણથી પૂર્વમાં સ્થાપન કર્યું કે સ્થાપનાચાર્ય સ્થાપીને પ્રતિક્રમણ કરવું જોઈએ તે કારણથી, અને
“અક્ષમાં, વરાડમાં=કોડીઓમાં, કાષ્ટમાં, પુત્વમાં-પુસ્તકમાં, ચિત્રકામમાં સદ્ભાવ-અસદ્ભાવ ગુરુની સ્થાપના ઈવર અને યાવત્ કથિત છે.” (ગુરુવંદન ભાષ-૨૯).
એ પ્રમાણે વચનના પ્રામાણ્યથી સાધુઓને અને શ્રાવકોને સ્થાપનાચાર્યનું સ્થાપન સમાન જ છે એ પ્રમાણે વ્યવસ્થિત છે.
પૂર્વમાં કહ્યું કે નમસ્કારપૂર્વક સ્થાપનાચાર્ય સ્થાપીને પંચાચારની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું જોઈએ. ત્યાં શંકા થઈ કે શ્રાવકને સ્થાપનાચાર્યની સ્થાપનાનો અધિકાર નથી તેનું સમાધાન અત્યાર સુધી કર્યું અને સ્થાપન કર્યું કે સાધુને અને શ્રાવકને સ્થાપનાચાર્યનું સ્થાપન સમાન જ છે. હવે પંચાચારની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું જોઈએ એમ કહ્યું તેથી તે પંચાચાર શું છે? અને તેની વિશુદ્ધિ પ્રતિક્રમણથી કઈ રીતે થાય તે સ્પષ્ટ કરે છે. ટીકા :
पञ्चाचाराश्च ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारा इति, तत्र सामायिकेन चारित्राचारस्य शुद्धिः क्रियते