________________
૧૭૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૫ બહારના ભાગમાં, ફરી પણ યથાવિધિ જિનપૂજા કરે અને તે=સંધ્યાકાળની જિનપૂજા દીપ અને ધૂપ રૂપ જાણવી.
અને પ્રતિક્રમણની=સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાત એ પ્રમાણે છ આવશ્યક ક્રિયા રૂપ પ્રતિક્રમણની, કારિતા-કરણ, વિશેષથી ગૃહસ્થ ધર્મ છે. એ પ્રમાણે સંબંધ છે. આ ભાવ છે. સંધ્યામાં જિનપૂજા પછી શ્રાવક સાધુ પાસે અથવા પૌષધશાલાદિમાં જઈને પ્રતિક્રમણ કરે છે. પ્રતિક્રમણ શબ્દ આવશ્યક વિશેષનો વાચક પણ=Nઆવશ્યક અંતર્ગત પ્રતિક્રમણ નામના આવશ્યકતો વાચક પણ, અહીંeગૃહસ્થ ધર્મમાં, સામાન્યથી સામાયિકાદિ છ પ્રકારની આવશ્યકક્રિયામાં રુઢ છે; કેમ કે અધ્યયન વિશેષવાચી પણ પ્રતિક્રમણ શબ્દનો તોઆગમથી ભાવનિક્ષેપાને આશ્રયીને ષડૂઆવશ્યકરૂપ જ્ઞાન-ક્રિયાના સમુદાયની પ્રવૃત્તિનો હોવાથી અવિરોધ છે. ક્રિયારૂપ એક દેશમાં આગમનો અભાવ હોવાથી લોઆગમવાળું છે; કેમ કે “તો' શબ્દનું દેશનિષેધાર્થપણું છે અને કહેવાયું છે.
ક્રિયા આગમ નથી. તેના નિષેધમાં=આગમના નિષેધમાં, ‘નો શબ્દ છે.” ()
ત્યાં–છ આવશ્યકમાં, સામાયિક આર્ત-રૌદ્રધ્યાનના પરિહારથી ધર્મધ્યાનના કરણ દ્વારા શત્રુમિત્ર-સુવર્ણાદિમાં સમતા છે.
અર્થાત્ આવશ્યક કરનાર શ્રાવક મન-વચન-કાયાના યોગોને બાહ્યપદાર્થના અવલંબનથી અપ્રવૃત્ત કરીને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો પરિહાર કરે છે. અને જિનવચનના અવલંબનથી જિનવચનના અર્થને સ્પર્શે તે રીતે ધર્મધ્યાન કરે છે. જેથી સામાયિક કાળમાં શ્રાવકનો રાગ સર્વભાવો પ્રત્યે સમભાવમાં વર્તે છે. તે સામાયિક આવશ્યક છે.
અને તે સામાયિક આવશ્યક, પૂર્વમાં કહેવાયું=શ્રાવકનાં બાર વ્રત અંતર્ગત સામાયિક વ્રતના વર્ણનમાં કહેવાયું. ચતુર્વિશતિસ્તવ=ચોવીશ તીર્થકરોના નામના ઉત્કીર્તનપૂર્વક ગુણકીર્તન=ચોવીશ તીર્થકરોના નામના બોલવાપૂર્વક તે તે ગુણવાચ્ય ગુણોની સ્તુતિ. તે ચતુર્વિશતિસ્તવ અને તેનું= ચતુર્વિશતિસ્તવનું, કાયોત્સર્ગમાં મનથી અનુધ્યાત છે=ચિંતન છે. શેષનાલમાં વ્યક્ત વર્ણપાઠ છે. સ્પષ્ટ ઉચ્ચારણપૂર્વક લોગસ્સ સૂત્ર દ્વારા બોલાય છે. આ પણ=ચતુર્વિશતિસ્તવ પણ, પૂર્વમાં કહેવાયું છેઃલોગસ્સ સૂત્રના વર્ણનમાં કહેવાયું છે. વંદન=વંદન કરવા યોગ્ય ધર્માચાર્યને પચીસ આવશ્યકથી વિશુદ્ધ, બત્રીસ દોષથી રહિત નમસ્કાર કરવાની ક્રિયા, તે પણ=વંદન પણ, વંદન સૂત્રના વર્ણનમાં કહેવાયું જ છે. પ્રતિક્રમણ=પ્રતિક્રમણ શબ્દમાં, 'પ્રતિ' એ ઉપસર્ગ પ્રતીપ અથવા પ્રતિકૂલ્ય અર્થમાં છે. ક્રમ ધાતુ પાદવિક્ષેપમાં છે. (દા.પા. ૩૮૫) પ્રતિ' ઉપસર્ગપૂર્વક આનું=ક્રમ' ધાતુનું, ભાવમાં ‘લ્યુટુ’ અંતવાળાનું પ્રતીપંક્રમણ=પાછા પગે જવું, એ પ્રકારનો અર્થ છે. તેનાથી શું પ્રાપ્ત થાય છે? તે સ્પષ્ટ કરે છે. આ અર્થ છે – શુભયોગોથી=શ્રાવકતા શ્રાવકાચાર રૂપ શુભયોગોથી, અશુભયોગાંતરના ક્રાંતનું અશુભયોગાંતરમાં ગયેલાનું, શુભ જ યોગમાં ક્રમણ થવાથી પ્રતીપંક્રમણ