________________
૧૩૨
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ તેની પાસે બેસવું. છોભનંદન અથવા વંદન=સંપૂર્ણ વંદન.” (બૃહત્કલ્પભાષ્ય-૪૫૪૫) * વાચાથી નિર્ગમભૂમિ આદિમાં, જોઈને વાણીથી અભિલાષ કરાય છે. કેવા પ્રકારના તમે છો ? ઈત્યાદિ સંપ્રચ્છન=કુશલની પૃચ્છા, અંછણં=કેટલોક કાળ તેની પાસે બેસવા રૂપ બહુમાન, આ બહિર્દષ્ટની વિધિ છે–રસ્તામાં પાસત્થા આદિ મળે ત્યારે અપવાદથી વંદનની વિધિ છે. વળી કારણવિશેષમાં તેના ઉપાશ્રયમાં પણ જવાય છે. ત્યાં પણ આ જ વિધિ છે=પૂર્વમાં કહી તે વિધિ છે અને આગળની પણ છેઃછોભનંદન આદિ આગળની વિધિ છે. કારણો કહે છે.
“પરિવાર, પર્ષદ, પુરુષ, ક્ષેત્ર, કાલ અને આગમને જાણીને કારણ જાત=કારણો કુલ-ગણાદિનાં પ્રયોજન, થયે છd=ઉત્પન્ન થયે છતે, યથાયોગ્ય જેને જે=જેને જે યોગ્ય છે, તે કરવું જોઈએ.” (બૃહત્કલ્પભાષ-૪૫૫૦)
પર્યાય, બ્રહ્મચર્ય જેના વડે ઘણો કાળ પાલન કરાયું છે (આ અર્થ બૃહત્કલ્પભાણ પ્રમાણે બરાબર નથી.) પરંતુ પરિવાર’ શબ્દનું ગ્રહણ, બૃહત્કલ્પભાષ્ય પ્રમાણે ઉચિત છે. પર્ષદા=પાસસ્થાની સાથે સંબંધવાળી વિનીત સાધુ સંતતિ, પુરુષને જાણીને કેવી રીતે ?=કુલ, ગણ, સંઘનાં કાર્યો અને આધીન છે એ જાણીને, એ રીતે તેને=પુરુષને, આધીન ક્ષેત્રને, અવમકાલ–દુષ્કાળમાં, પ્રતિજાગરણનો આવો ગુણ છે=બીજાને સંભાળવાનો આ પાસસ્થાનો ગુણ છે એને જાણીને અપવાદથી વંદન કરવું જોઈએ એમ અવય છે. આગમ=સૂત્ર-અર્થ ઉભયરૂપ આવે છે એને જાણીને અપવાદથી યથાયોગ્ય વંદન કરવું જોઈએ એમ અવય છે. હવે આવા અકરણમાં=પાસત્થા આદિને વંદનનાં અપવાદિક કારણ ઉપસ્થિત હોવા છતાં વંદન નહિ કરવાના દોષને કહે છે.
“આ વગેરેને યથાયોગ્ય નહિ કરતોકબૃહત્કલ્પભાષ્યની ગાથા-૪૫૪૫માં કહેલ અપવાદિક વંદનોને યથાયોગ્ય નહિ કરતો, અરિહંત દેશિત માર્ગમાં પ્રવચનની ભક્તિ થતી નથી. અભક્તિમત્વાદિ દોષો થાય છે.” (બૃહત્કલ્પભાષ્ય૪૫૪૯)
અને “કારણ ઉત્પન્ન થયે છતે પાસત્થા આદિને જે બે પ્રકારનું કૃતિકર્મ કરતો નથી તેને ૪ ઉપઘાતમાસ પ્રાયશ્ચિત્ત આવે છે.” (બૃહત્કલ્પભાષ-૪૫૪૦)
બંને પણ અભ્યસ્થાન અને વંદન લક્ષણ પણ કરતો નથી તેને પ્રાયશ્ચિત્ત છે એમ અવય છે. પ્રસંગથી સર્યું. અમે પ્રકૃતિને અનુસરીએ છીએ. તથા શ્રમણોપાસક આદિને અને આદિ શબ્દથી શ્રાવિકાઓને હું વંદન કરું છું. અને વંદે વંદે એ પ્રકારે અપભ્રંશભાષાથી બોલે છે. અથવા હું વંદું છું હું વંદું છું એ પ્રકારે ક્રિયા છે. બે વખત ‘વંદે બોલવામાં સર્વ શ્રાવકોને અને શ્રાવિકાઓને નમસ્કાર કરું છું એ પ્રકારનો અર્થ છે. હવે કદાચિત્ સૂરિ ત્યાં=ચૈત્યમાં આવ્યા ન હોય તો ઉપાશ્રયમાં સ્વઋદ્ધિ વડે જઈને વંદન આદિ સકલ પણ વિધિ કરવી જોઈએ. જે કારણથી “દિનકૃત્યમાં કહેવાયું છે.
હવે ધર્મદેશના માટે ત્યાં ચૈત્યમાં, સૂરિ આવ્યા ન હોય તો પૂર્વમાં કહેવાયેલ વિધાનથી વસતિમાં જવું જોઈએ= ઉપાશ્રયમાં જવું જોઈએ.” (શ્રાદ્ધદિનકૃત્ય-૧૪૬) “ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.