________________
૧૩૦
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩ સાધુની જેમ ક્યારેક આચરે છે અને સંયત પણ ક્યારેક અસંયતની જેમ આચરે છે તે કારણથી આ રીતે, શ્રમણલિંગ=સાધુલિંગને, જોઈને સાધુ વડે શું કરવું જોઈએ ? આ પ્રમાણે ચોદક વડે=પ્રશ્નકાર વડે, પુછાયેલા આચાર્ય કહે છે.
“અપૂર્વ જોઈને-પૂર્વમાં નહિ જોયેલા એવા સાધુને જોઈને, અભ્યત્થાન કરવું જોઈએ. દષ્ટપૂર્વ સાધુમાં=પૂર્વે જોએલા સાધુ=પરિચિત સાધુ ફરી દેખાય તો, યથાયોગ્ય જેને જે યોગ્ય છે તે કરવું જોઈએ." (આવશ્યકનિર્યુક્તિ૧૧૨૫)
અષ્ટપૂર્વ સાધુને જોઈને આભિમુખ્યથી અભ્યત્થાન આસનત્યાગ લક્ષણ તુ શબ્દથી દંડાદિનું ગ્રહણ કરવું જોઈએ=આસન ત્યાગ કરી ઊભા થઈ સન્મુખ જઈ દંડાદિનું ગ્રહણ કરવું જોઈએ. કેમ? એથી કહે છે. કદાચિત્ વિદ્યાતિશયસંપન્ન આચાર્ય આદિ તેના=વિધાના, પ્રદાન માટે જ આવેલા હોય. પ્રશિષ્ય પાસે આચાર્ય કાલિકની જેમ વિદ્યા આપવા માટે આવેલા હોય એમ અવાય છે. તે= આવેલ આચાર્ય, અવિનીતની સંભાવના કરીને તેને=વિદ્યાદિને, આપે નહિ. તેથી અભ્યત્થાન આદિ કરવું જોઈએ, એમ અવય છે. અને વળી દષ્ટપૂર્વ સાધુ=પૂર્વ પરિચિત સાધુ, બે પ્રકારના છે. ઉધતવિહારી અને શીતલવિહારી. ત્યાં દષ્ટપૂર્વ એવા ઉધતવિહારીમાં યથાયોગ્ય=અભ્યત્થાન, વંદન આદિ જે બહુશ્રુતાદિને જે યોગ્ય છે તે કરવું જોઈએ. જે વળી શીતલવિહારી છે=શિથિલાચારી છે, તેમને અભ્યત્થાન વંદન આદિ ઉત્સર્ગથી કંઈ કરવું જોઈએ નહિ.
હવે કારણથી=અપવાદિક કારણથી, શીતલવિહારીગત વિધિના પ્રતિપાદન માટે સંબંધ ગાથાને કહે છે.
મુક્તપુરાવાળા સમપ્રગટસેવી ચરણકરણપ્રભ્રષ્ટ લિગઅવશેષમાત્રવાળા સાધુમાં જે કરવું જોઈએ તે ફરી હું કહું છું.” (બૃહત્કલ્પભાષ્ય-૪૫૪૪)
મુક્ત છે સંયમની ધુરા જેના વડે તે મુક્તધુરા છે. સમ્રક્ટ=પ્રવચન ઉપઘાત નિરપેક્ષ જ મૂલઉત્તરગુણના સમૂહને વિપરીત રીતે સેવવા માટેનો સ્વભાવ છે જેને તે સમપ્રકટ સેવી. ત્યાર પછી કંઠ=સમાસ કરવો=મુક્તપુરાવાળા અને સમપ્રકટસેવી, આના દ્વારા મુક્તપુરાવાળા અને સમપ્રકટસેવી અવંધ છે એમ કહ્યું એના દ્વારા, સાલંબન પ્રતિસેવી વંદ્ય છે એ પ્રમાણે આપન્ન છે પ્રાપ્ત છે. કલ્પભાષ્યમાં પણ પાર્શ્વસ્થોના વંધ-અવંધત્વના વિવેકના પ્રસ્તાવમાં કહેવાયું છે.
“સંકીર્ણ અપરાધપદમાં=ઘણા અપરાધપદના સેવનમાં, અને અપરાધમાં અનાજુતાપી આલંબન વર્જિત=કારણ વિના, ઉત્તરગુણ પ્રતિસેવી વર્જ્ય છે=વંદન કરવા યોગ્ય નથી.” (બૃહત્કલ્પભાગ-૪૫૪૫)
મૂલગુણ પ્રતિસેવી નિયમથી અચારિત્રી છે. અને તે સ્પષ્ટ જ અવંદનીય છે. એથી તેની વિચારણા નથી. વળી ઉત્તરગુણ પ્રતિસેવીની વિચારણા છે એ પ્રમાણે ભાવ છે=બૃહત્કલ્પભાષ્યની ગાથાનો ભાવ છે.
નનુ'થી કોઈ શંકા કરે છે. આ રીતે અર્થથી સાલંબન ઉત્તરગુણ પ્રતિસેવી પણ વંદનીય છે એ