________________
૧૪૦
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ “ધર્મની ઋદ્ધિ, ભોગની ઋદ્ધિ, પાપની ઋદ્ધિ અહીં=સંસારમાં, ત્રણ પ્રકારની ઋદ્ધિ છે. ધર્મની ઋદ્ધિ તે કહેવાય છે કે જે ધર્મકાર્યોમાં વપરાય છે. ભોગઋદ્ધિ તે કહેવાય છે કે જેનાથી શરીરના ભાગમાં ઉપયોગ છે. દાનભોગ રહિત જે છે તે અનર્થ ફલવાળી પાપઋદ્ધિ છે.” II૧-રા
આથી દેવપૂજા, દાન આદિ નિત્ય કૃત્યો વડે સંઘપૂજા, સાધર્મિક વાત્સલ્ય આદિ, અવસરે કરવા યોગ્ય પુણ્ય વડે પોતાની ઋદ્ધિ પુણ્ય ઉપયોગી કરવી જોઈએ પુણ્યબંધનું કારણ બને તેવી કરવી જોઈએ. અવસરમાં પુણ્યકરણ પણ નિત્ય પુણ્યકરણ કરનારનું ઉચિતીકર જ છે=ઉચિત કર્તવ્ય જ છે. વળી, લાભની ઇચ્છા સ્વભાગ્યાનુસાર જ કરવી જોઈએ પોતાના સંયોગાનુસાર જે પોતે પ્રાપ્ત કરી શકે તેવી જ લાભની ઈચ્છા વ્યાપાર આદિમાં કરવી જોઈએ. અન્યથા આર્તધ્યાનની પ્રવૃદ્ધિ થાય. અને તેથી વ્યર્થ કર્મબંધ જ થાય પોતાના પ્રયત્નથી જે ધન પ્રાપ્ત કરી શકે તેવો અભિલાષા રાખીને પંચપરમેષ્ઠિ આદિના સ્મરણપૂર્વક લાભની ઈચ્છા રાખવી જોઈએ. પરંતુ પોતાની શક્તિના અતિશયવાળી લાભની ઈચ્છા રાખવી જોઈએ નહિ; કેમ કે પોતાની શક્તિથી અધિક લાભની ઈચ્છા રાખવાથી પુણ્યાનુસાર પ્રાપ્તિમાં પણ હંમેશાં અતૃપ્તિનો અનુભવ થાય છે. જેનાથી આર્તધ્યાનની વૃદ્ધિ થાય છે, જેથી વ્યર્થ કર્મબંધની પ્રાપ્તિ થાય છે. અને વ્યય આયઉચિત કરવો જોઈએ=પોતાની શક્તિ અનુસાર જે અર્થ અર્જન થાય તેને અનુરૂપ જ ધનનો વ્યય કરવો જોઈએ. જે કારણથી કહેવાયું છે.
પા ભાગ નિધિને કરે, પા ભાગ ધનવૃદ્ધિ માટે કરે. ધર્મ અને ઉપભોગમાં પા ભાગ વાપરે અને ભર્તવ્યના પોષણમાં પા ભાગ વાપરે.” ૧
કેટલાક કહે છે – “આયથી અડધું સમધિક ધર્મમાં નિયોજન કરે. તેનાથી શેષ=લાભ થયો હોય તેમાંથી અડધાથી અધિક ધર્મમાં વાપર્યા પછી શેષ રહેલું હોય તેનાથી, તુચ્છ ઐહિક શેષઃશેષ સર્વ કૃત્યો, યત્નથી કર=વિવેકપૂર્વક કરે.” IIII
તિદ્રવ્ય અને સદ્રવ્યોનો આ વિભાગ છે અલ્પ દ્રવ્યવાળા કે અધિક દ્રવ્યવાળા જીવોને આશ્રયીને પૂર્વમાં કહેલા ધનવ્યયનો આ વિભાગ છે એમ એક કહે છે. અહીં=ધનના વ્યયના વિષયમાં, ચાયઅજિત વિત્ત-સત્પાત્રમાં વિનિયોગ દ્વારા ચતુર્ભાગી છે. ત્યાં-ચતુર્ભગીમાં, વ્યાયાર્જિત વૈભવ અને સત્પાત્રમાં વિનિયોગ રૂપ પુણ્યાનુબંધી પુણ્યનો હેતુ પ્રથમ ભાંગો છે. શાલીભદ્ર આદિની જેમ. વ્યાયથી આવેલો વૈભવ જે તે પાત્રના પોષ્યરૂપ બીજો ભાંગો છે તે પાપાનુબંધી પુણ્યનો હેતુ છે. લક્ષતા ભોજ્ય કરનાર વિપ્રની જેમ=લાખ બ્રાહ્મણોને ભોજન કરાવનાર બ્રાહ્મણની જેમ. અન્યાયથી પ્રાપ્ત થયેલા વૈભવથી, સત્પાત્રના પોષ્યરૂપ ત્રીજો ભાંગો છે. રાજાદિ બહુઆરંભીઓને અનુજ્ઞાત છે=રાજાદિ બહુઆરંભીઓ અન્યાયથી ધન મેળવીને સત્પાત્રની ભક્તિ કરે છે. તે શાસ્ત્રસંમત છે. અને તે ત્રીજા ભાંગારૂપ છે. અન્યાય ઉપાર્જિત અર્થ કુપાત્રના પોષ્યરૂપ ચોથો ભાંગો છે. વિવેકી વડે ત્યાય જ છે. આ રીતે પૂર્વમાં કહ્યું એ રીતે, વ્યાયથી અર્થઅર્જતમાં યત્ન કરવો જોઈએ. અને વ્યવહારશુદ્ધિથી જ સર્વ પણ ધર્મ સફલ છે જે કારણથી દિનકૃત્યમાં કહેવાયું છે.