________________
૧૪૮
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩
“સુકુલગત=સુકુલમાં ઉત્પન્ન થયેલ, પરિણત વયવાળી=પ્રૌઢા, માયા વગર ધર્મમાં નિરત સમાન ધર્મવાળી સ્વજન સ્ત્રીઓ સાથે પ્રીતિને પ્રાપ્ત કરાવે પોતાની પત્નીને સ્વજન સ્ત્રીઓ સાથે પ્રીતિ પ્રાપ્ત કરાવે.” II૧૭ના
ઉદ્ધરણના શ્લોક-૧૭માં રહેલ ‘પાઉડુ' શબ્દનો અર્થ પ્રાપ્ત કરાવે છે.
“રોગાદિમાં ઉપેક્ષા કરે નહિ–રોગાદિમાં પત્નીની ઉપેક્ષા કરે નહિ. ધર્મકાર્યોમાં સુસહાય થાય. આ વગેરે પત્નીગત પ્રાયઃ પુરુષને ઉચિત છે.” II૧૮
વળી પુત્ર પ્રત્યે ઉચિતને કહે છે. બાળપણમાં પ્રીતિથી લાલન કરેઃપાલન કરે. ઉન્મીલિતબુદ્ધિગુણવાળા પુત્રને= પ્રગટ થયેલા બુદ્ધિના ગુણવાળા પુત્રને, ક્રમસર કલાઓમાં કુશલ કરે.” ૧૯I
“ગુરુનો, દેવનો, ધર્મનો, સુખી સ્વજનનો પરિચય નિત્ય પણ પુત્રને કરાવે. ઉત્તમલોકોની સાથે મૈત્રીભાવને રચાવેaઉત્તમલોકો સાથે પુત્રની મિત્રતા કરાવે.”
સમાન કુલમાં જન્મેલ રૂપવાળી કન્યાનું પાણિગ્રહણ કરાવે. ઘરના ભારમાં યોજન કરે. ક્રમસર પ્રભુપણાને વિતરણ કરે પુત્રને ઘરનો સ્વામી બનાવે.” ર૧
“પ્રત્યક્ષ પ્રશંસા કરે નહિ. વ્યસનથી ઉપહતોની દુરવસ્થાને કહે=વ્યસનમાં પડેલા જીવોને સંસારમાં ક્યા પ્રકારની ખરાબ અવસ્થા આવે છે તેનું કથન કરે. પોતાના સ્વમાનને ધારણ કરતો આવ્યય અને અવશેષનું પુત્ર પાસેથી શોધન કરે છે–પોતાનું પુત્રો ઉપર પ્રભુત્વ રહે તે માટે પુત્ર જે ખર્ચ કરે, વ્યય કરે કે જે ધનસંચય કરે તેની પૃચ્છા કરે.” ૨૨ાા.
પ્રત્યક્ષમાં ગુરુ સ્તુત્ય છે. પરોક્ષમાં મિત્ર અને બાંધવો સ્તુત્ય છે. કૃત્યના અંતમાં દાસ અને નોકરો સ્તુત્ય છે. પુત્ર સ્તુત્ય નથી જ. મરેલી સ્ત્રી સ્તુત્ય છે સ્ત્રીના મૃત્યુ પછી સ્ત્રી સ્તુત્ય છે.” III
એ પ્રકારનું વચન હોવાથી પુત્રની પ્રશંસા યુક્ત નથી. અન્યથા નિર્વાહાદર્શનાદિ હેતુથી જો કરે= પુત્રની પ્રશંસા ન કરવામાં આવે તો પુત્ર પોતાનો નિર્વાહ કરે તેમ નથી કે પોતાની સન્મુખ પણ જોવે તેમ નથી એવા કારણે જો તેની પ્રશંસા કરે તોપણ પ્રત્યક્ષ કરે નહિ; કેમ કે ગુણવૃદ્ધિનો અભાવ, અભિમાન આદિ દોષોની પુત્રને પ્રાપ્તિ છે. જુગાર આદિ વ્યસનીઓના નિર્ધતત્વ, ચત્કાર તિરસ્કાર, તર્જન, તાડન આદિ દુરવસ્થાનું શ્રવણ કરાયે છતે, તેઓ પણ=પુત્રો પણ, વ્યસનમાં પ્રવર્તતા નથી જ. આયવ્યય. અને વ્યયથી ઉત્કલિત=બચાવેલું, શેષ પુત્રો પાસેથી શોધન કરે છે–પુત્રોને પૃચ્છા કરે છે. એ રીતે=પુત્રો પાસેથી આયવ્યય આદિનો હિસાબ ગ્રહણ કરે એ રીતે, પોતાનું અપ્રભુપણું અને પુત્રોનું સ્વચ્છંદપણું દૂર કરાયેલું થાય છે.
રાજાની સભાનો પરિચય કરાવે પુત્રને પરિચય કરાવે. દેશાંતરભાવોનું પ્રગટ કરે=ક્યા ક્યા દેશમાં કેવા કેવા વ્યાપારો વગેરે કરવાથી ધનાદિની પ્રાપ્તિ થાય છે ઈત્યાદિ પ્રગટ કરે. એ વગેરે પુત્રગત પિતાનું ઉચિત જાણવું.” ૨૩
“સ્વજનોમાં આ સમુચિત છે. જે કારણથી તેઓ-સ્વજનો, પોતાના ઘરની વૃદ્ધિનાં કાર્યોમાં સદા પણ સન્માન કરાવા જોઈએ=પુત્રાદિના જન્મ આદિ પ્રસંગમાં સન્માન કરાવા જોઈએ. વળી, હાતિમાં સમીપ કરાવા જોઈએઆપત્તિમાં રહેલા સ્વજન આદિને સહાય કરવી જોઈએ.” ર૪||
ઉદ્ધરણના શ્લોક-૨૪ના કેટલાક શબ્દોનો અર્થ સ્પષ્ટ કરે છે.