________________
૧૬૬
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૪ વળી ઉત્પવ્રજિત બે પ્રકારના છે. સારૂપી અને ગૃહસ્થ. ત્યાં=દીક્ષાને ત્યાગ કરનારાના બે ભેદમાં, સારૂપી રજોહરણ વગરના સાધુ વેશધારી છે. અને તે=સારૂપી જાવજીવ પૂર્વાચાર્યતા છે=સારૂપી ફરી દીક્ષા લેવા તત્પર થાય તો સારૂપીને જાવજીવ સુધી પૂર્વાચાર્યનો દિબંધ છે અને તે સારૂપીથી મુંડન કરાયેલા જે શિષ્યો છે અને જે તેના વડે મુંડન કરાયેલા નથી, કેવલ સારૂપીથી બોધ કરાયેલા જ છે=ધર્મમાં સ્થિર કરાયેલા જ છે. તેઓ સારૂપીથી મુંડન કરાયેલા કે બોધ કરાયેલા ગૃહસ્થો, જે આચાર્યને ઈચ્છે છે તેનેeતે આચાર્યને, આ=સારૂપી, આપે છે. અને તેના તેઓ થાય છે=સારૂપીએ જેઓનું મુંડન કર્યું છે અને જેઓને માર્ગનો બોધ કરાવ્યો છે તેઓ તેના થાય છે=સારૂપીના થાય છે.
અને અપત્યોની આ વિધિ છે સારૂપીના શિષ્યોની, આ વિધિ છે. તેના અપત્યોકસારૂપીના શિષ્યો, પૂર્વાચાર્યના જ થાય છે અને કહે છે.
સારૂપી જાવજીવ પૂર્વાચાર્યનો છે=પૂર્વાચાર્ય સાથે દિલ્લંધવાળો છે અને જેઓને પ્રવ્રજ્યા આપેલ છે તેઓ પૂર્વાચાર્યના છે. નહિ પ્રવ્રજ્યા અપાયેલા મુંડન કરાયેલા કે બોધ કરાયેલા જીવોના વિષયમાં સ્વચ્છેદ છેeતેઓની દીક્ષા આપવાના વિષયમાં સારૂપી સ્વતંત્ર છે. ઇચ્છાથી જેને=જે આચાર્યને, તે=સારૂપી, આપે=મુંડન કરાયેલા કે બોધ કરાયેલાને આપે તેઓ, તે આચાર્યના થાય છે.” III
આ કથનથી એ ફલિત થાય કે જેઓ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળા છે. તેઓ ભગવાનના વચનાનુસાર જ આત્મહિત સાધવાના અર્થી છે પરંતુ પ્રવ્રજ્યા પાલન કરવા માટે અસમર્થ છે. તેથી દીક્ષા છોડે છે અને રજોહરણ મૂક્યા પછી પણ સાધુના વેશમાં રહીને સ્વભૂમિકાનુસાર ધર્મની આરાધના કરે છે. તેવા સારૂપી કોઈક નિમિત્તથી ફરી સંયમના પરિણામવાળા થાય તો તેઓ પોતાના મનસ્વીપણાથી જ્યાં ત્યાં દીક્ષા ગ્રહણ ન કરે પરંતુ શાસ્ત્રમર્યાદાનુસાર પ્રવ્રજ્યા ગ્રહણ કરે અને પોતાના પૂર્વાચાર્ય ભગવાનના વચનાનુસાર ચાલનારા છે તેવો સ્થિર નિર્ણય હોય તો સારૂપી પોતાના ઉપકારી એવા પૂર્વાચાર્ય સાથે જ દિબંધથી બંધાયેલા છે તેથી શાસ્ત્રમર્યાદાનુસાર તેમણે તેમની પાસે જ દીક્ષા લેવી જોઈએ. તેથી વિવેકી સારૂપીને જો ફરી દીક્ષા ગ્રહણ કરવાનો પરિણામ થાય તો શાસ્ત્રમર્યાદાનુસાર પૂર્વાચાર્ય પાસે જ દીક્ષા ગ્રહણ કરે અને સારૂપીકે દીક્ષા છોડ્યા પૂર્વે જેઓને શિષ્ય કર્યા છે તે સર્વ શિષ્યો તે સારૂપીના ગુણવાન ગુરુના શિષ્યો થાય છે. તેથી તેઓને સારૂપી અવ્ય પાસે જવાનું શાસ્ત્રમર્યાદાનુસાર ક્યારેય કહે નહિ અને સારૂપીકે જેઓનું મુંડન કર્યું છે અને જેઓને સન્માર્ગનો બોધ કરાવ્યો છે તેઓ પણ સારૂપીના ઉપકારથી પામ્યા છે તેથી સારૂપીને પૂછીને પોતાને ક્યાં સંયમ લેવું ? તેની વિચારણા કરે છે. અને તેઓ જે આચાર્ય પાસે દીક્ષા લેવા ઈચ્છતા હોય તેની પાસે તેઓનું હિત થશે તેવું સારૂપીને જણાય તો તે મુંડન કરાયેલા કે બોધ કરાવેલા જીવોને સારૂપી તે આચાર્યને આપે છે; કેમ કે સારૂપીના જે શિષ્યો હતા તે પૂર્વાચાર્યના થયા પરંતુ સારૂપીથી જે મુંડન કરાયેલા છે અને બોધ કરાયેલા છે તે સારૂપીના જ છે. તેથી સારૂપી શાસ્ત્રમર્યાદાનુસાર તેઓને ઉચિત સ્થાને સોંપવા માટે સ્વતંત્ર છે. તેથી પોતાના પૂર્વાચાર્ય ગુણવાન હોવા છતાં પોતાનાથી બોધ પામેલા જીવો અવ્યને ઇચ્છતા હોય અને તેઓનું ત્યાં હિત થાય તેમ છે