________________
૧૭૦
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૪-૬૫
ભોજન કરીને બેસવાથી મોટું પેટ થાય છે ફાંદ વધે છે. ચત્તા સૂઈ જનારનું બળ, વામ કટિસ્થનું આયુષ્ય અને દોડનારનું મૃત્યુ દોડે છે.” II૧૨ાા “ભોજન પછી ડાબા પડખે બે ઘડી સુધી નિદ્રા વગર સૂઈ જાય અથવા ૧૦૦ પગલાં ચાલે.” I૧૩
તિ' ઉદ્ધરણના શ્લોકોની સમાપ્તિ અર્થે છે. હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરે છે=મૂળ શ્લોક-૬૪ના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરે છે. “સંવરણ ઈત્યાદિ' ભોજન પછી સંવરણ=પ્રત્યાખ્યાન દિવસચરિમ અથવા ગ્રંથિ સહિત આદિ તેની કૃતિઃકરણ, સંભવ હોતે છતે દેવ-ગુરુના વંદનપૂર્વક પ્રત્યાખ્યાન કરે. શ્લોકમાં નહિ કહેવાયેલું હોવા છતાં પણ જાણવું. જે કારણથી “દિનકૃત્યમાં કહેવાયું છે.
‘દેવને અને ગુરુને વંદન કરીને ત્યારે સંવરણ કરીને (શ્રાદ્ધદિનકૃત્ય) ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
અને ત્યાર પછી=પચ્ચકખાણ કર્યા પછી, શાસ્ત્રાર્થોનું=શાસ્ત્રના પ્રતિપાદિત ભાવોનું ચિંતન કરે= સ્મરણ અથવા વિચારણા કરે. આ, આ પ્રમાણે છે કે નહિ એ પ્રમાણે નિર્ણય કરવો–શાસ્ત્રના પદાર્થો આ પ્રમાણે છે કે નહિ તેનો યથાર્થ નિર્ણય કરવો. કેવી રીતે નિર્ણય કરવો ? એથી કહે છે. તેના જાણનારાઓની સાથે-તે શાસ્ત્રાર્થને જાણે છે તે તજજ્ઞ, એવા ગીતાર્થ સાધુઓ પાસેથી અથવા પ્રવચનકુશલ શ્રાવકપુત્રો પાસેથી શાસ્ત્રાર્થ જાણે. એ પ્રમાણે અર્થ છે. ગુરુમુખથી સાંભળેલા પણ પરિશીલનાવિકલ=પરિશીલનથી રહિત, શાસ્ત્રાર્થનાં રહસ્યો ચિત્તમાં સુદઢ પ્રતિષ્ઠિત થતાં નથી. એથી કરીને શાસ્ત્રાર્થનું ચિંતન કરે એમ અવય છે. ૬૪ ભાવાર્થ -
શ્રાવક બહુલતાએ શક્તિ હોય તો ત્રિકાળ પૂજા કરે તેથી મધ્યાહ્નકાલમાં ફરી વિધિપૂર્વક ભગવાનની પૂજા કરે એ પ્રકારે વિશેષ ગૃહસ્થધર્મ છે. વળી, શક્તિ અનુસાર અત્યંત વિવેકપૂર્વક સુપાત્રોને દાન કરે, ત્યાર પછી ભોજન કરે. જેથી સંયમ પ્રત્યે અત્યંત બહુમાન થાય અને ગુણોના પક્ષપાતને કારણે ગુણની વૃદ્ધિ થાય. વળી, ભોજન પણ સર્વ ઔચિત્યપૂર્વક તે રીતે કરે છે જેથી સ્વજનાદિ કે તેને આંશ્રિત સર્વ જીવોને તે પ્રકારના ઉચિત વર્તનને કારણે શ્રાવકના ધર્મ પ્રત્યે બહુમાન થાય. વળી ભોજન કર્યા પછી શક્તિ અનુસાર ઉચિત પચ્ચખ્ખાણ કરે અને યોગ્ય શાસ્ત્રના જાણનારાઓ સાથે શાસ્ત્રના સૂક્ષ્મ-પદાર્થોનું ચિંતન કરે જેથી પ્રાપ્ત થયેલો મનુષ્યભવ જિનવચનના રહસ્યને સૂક્ષ્મ-સૂક્ષ્મતર પ્રાપ્ત કરીને સફળ થાય.III અવતરણિકા -
सम्प्रति सन्ध्याविषयं यत्कर्त्तव्यं तदाह - અવતરણિકાર્ય :હવે સંધ્યા વિષયક જે કર્તવ્ય છે તેને કહે છે –