________________
૧૬૪
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૪ ધર્મગુરુના, પરિવારને આપે છે=આહાર-પાણી આપે છે. શેષ સાધુઓને ઘર બતાવે છે=દાતશ્રદ્ધાળુ શ્રાવકનાં ઘર બતાવે છે. એ પ્રકારનો ભાવ છે. આથી જ કહેવાય છે.
વૈભવ હોતે છતે શ્રાવક વડે ગુણવાન સાધુઓને અવિશેષ વસ્ત્રાદિ આપવા જોઈએ. વિસારૂતુચ્છ વૈભવવાળા શ્રાવકે દિશાદિથી=જેનાથી પોતાને સન્માર્ગ પ્રાપ્તિરૂપ ઉપકાર થયો છે તેઓને શક્તિ અનુસાર દાન કરવું જોઈએ. તત્થવ ન નેસ્થિ ત્યાં પણ અલ્પ વૈભવવાળો શ્રાવક દાન કરે ત્યાં પણ, જે સાધુ પાસે જે નથી તે આપે.” III
ઉદ્ધરણના શ્લોકમાં રહેલા “હિસારૂ'નો અર્થ કરે છે. તુચ્છ શ્રાવકે=દરિદ્ર શ્રાવકે, દિશાથી દેવું જોઈએ જે ગુરુ આદિ સાથે પોતાને ઉપકારનો સંબંધ છે તે સંબંધને આશ્રયીને દાન દેવું જોઈએ. ત્યાં પણ=પોતાની શક્તિ અનુસાર શ્રાવક દાન કરે ત્યાં પણ, જે સાધુઓને વસ્ત્રાદિ નથી તેઓને આપવાં જોઈએ=તેઓને વસ્ત્રાદિ આપવાં જોઈએ. એ પ્રકારનો અર્થ છે. તે પ્રત્યાખ્યાન પંચાશકમાં કહેવાયું છે.
“સંત=વિદ્યમાન વસ્ત્ર આદિ વાળા રૂર=ઈતર=અવિદ્યમાન વસ્ત્રાદિવાળા, લબ્ધિયુક્ત ઈતર=લબ્ધિ વગરના આદિ ભાવવાળા તુલ્ય સાધુ હોતે છતે દિશાદિના ભેદથી દિશાદિની અપેક્ષાથી દાન-તુચ્છ શ્રાવકે દાન કરવું જોઈએ. તીદિશાદિથી નહિ આપતા શ્રાવકને આજ્ઞાદિ-છે-આજ્ઞાભંગ આદિ દોષો છે.” (પંચાશક-પ-૪૩)
વ્યાખ્યા :- અહીં=સાધુના દાનના વિષયમાં, અવિશેષથી સાધુઓને દાન આપવું જોઈએ. હવે તુચ્છ દ્રવ્યપણું હોવાથી=અલ્પઋદ્ધિ હોવાથી, અવિશેષથી=સમાન રીતે, દાનની અશક્તિ છે અને તેઓ=ને સાધુઓ, સર્વસ્ત્રવાદિથી અને ધર્મથી સમાન છે ત્યારે શું વિધિ છે? એ પ્રકારના પ્રશ્નનો ઉત્તર આપે છે. સઋવિદ્યમાન વસ્ત્રાદિ અને ઈતર=અવિદ્યમાન વસ્ત્રાદિ જ છે. તેના અસત્વમાં પણ=વસ્ત્રાદિના અભાવમાં પણ, લબ્ધિયુક્ત છે=વસ્ત્રાદિતા લાભની યોગ્યતાવાળા છે. અને ઈતરતવિકલ=લબ્ધિ રહિત છે. એ પ્રકારનો ધ્વંદ્વ સમાસ છે. તે આદિ છે જેઓને તે તેવા છે. આદિ શબ્દથી=શ્લોકમાં રહેલા “સંતેઝરત્નદ્ધિનુરમાવેસુમાં રહેલ ‘આદિ' શબ્દથી સપક્ષના સત્વથી સંભાવ્યમાન વસ્ત્રાદિ લાભવાળા અને તેનાથી ઈતરાદિનું ગ્રહણ છે. અને આ સદાદિપદો લુપ્ત ભાવ પ્રત્યયવાળા જાણવા અને તેથી તે ભાવો સાધુઓની અવસ્થા છે=સદિતારલબ્ધિયુક્ત ઈતરાદિ ભાવો છે તેઓમાં સમાન હોતે છતે શું કરવું જોઈએ ? એથી કહે છે. તુચ્છનેત્રદરિદ્ર શ્રાવકને, એ પ્રકારનો પ્રક્રમ છે. એથી તુચ્છ વસ્ત્રાદિ વિતરણરૂપ દાન વર્તે છે. દિગાદિભેદ હોતે છતે=દિગાદિથી અપેક્ષાએ તુચ્છનું દાન વર્તે છે તે આ પ્રમાણે – બે સાધુઓનું સર્વસ્ત્રપણું હોતે છતે, જે દિશા આસન્ન છે તેને આપવું જોઈએ. એ રીતે અસદ્વસ્ત્રપણું હોતે છતે લબ્ધિયુક્ત અને તદ્ ઈતરમાં પણ જે ઈતર છે તેને વસ્ત્ર આપવું જોઈએ. હવે તુલ્ય પણ ભાવ હોતે છતે=દાન આપવાના શ્રાવકને ભાવ હોતે છતે, દિશાને અતિક્રમીને સામાન્ય શ્રાવક દાન આપે તો શું થાય ? એથી કહે છે. તથા તેનાથી=દિશાથી નહિ આપતા એવા શ્રાવકને આજ્ઞાભંગ, અવસ્થા, મિથ્યાત્વ, વિરાધના રૂપ દોષો થાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. (પંચાશક ટીકા, ૫. ૧૦૬)
પ્રસ્તુત શ્લોકથી એ પ્રાપ્ત થાય કે અલ્પઋદ્ધિવાળા શ્રાવકે સાધુના દાન વિષયક દિશાદિના ભેદથી દાન કરવું જોઈએ. તેથી જે ગુરુ આદિનો પોતાના ઉપર ઉપકાર વિશેષ હોય તેવા ઉપકારી ગુરુના